આ પુસ્તકમાં અંગ્રેજીમાં સેલ્ફ એસ્ટીમ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.
સ્વામી વિવેકાનંદ કહેતા કે જૂનો ધર્મ કહે છે કે જેણે ઈશ્વરમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે પણ નવો ધર્મ કહે છે કે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. આ પુસ્તકમાં ‘જાતમાં શ્રદ્ધા’ કઈ રીતે કેળવી શકાય તે વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકો પાસેથી શીખવા મળશે. આ લેખકોના પુસ્તકોએ કરોડો લોકોનો સેલ્ફ એસ્ટીમ બુસ્ટ કરી તેમને જીવનના દરેક ક્ષેત્રે સફળતા મેળવવામાં મદદ કરી છે. સેલ્ફ એસ્ટીમ સફળતાની પ્રથમ મંઝીલ છે જે આપ આ પુસ્તકના આધારે સર કરી શકશો.