મોટિવેશન પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?
(વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના મોટિવેશન પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.)
જીવવા માટે જેમ હવા, પાણી અને ખોરાકની જરૂર છે; તે જ રીતે અભ્યાસ, જીવન કે વ્યવસાયમાં સફળ થવા માટે ત્રણ વસ્તુઓ અનિવાર્ય છે – મોટિવેશન, મોટિવેશન અને મોટિવેશન!
૯૯ રૂપિયાના આ પુસ્તકની વાસ્તવિક કિંમત લાખો રૂપિયા કરતા પણ વધુ છે કેમેકે આ પુસ્તકમાં બ્રાયન ટ્રેસી, ટોની રોબિન્સ, જ્હોન સી. મેક્સવેલ, સ્ટીવ શેન્ડલર જેવા વિશ્વપ્રસિદ્ધ લેખકોના પુસ્તકોનો વિચારસાર સમાવવામાં આવ્યો છે. આજે જગતમાં આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે જે નામો છવાયેલા છે તેમના મોટાભાગના લોકોએ આ લેખકોના પુસ્તકોમાંથી પ્રેરણા મેળવી સફળતા મેળવી છે.
આ પુસ્તકમાં અંગ્રેજીમાં મોટિવેશન પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.