ઇકિગાઇનો જાપાનીઝ કોન્સેપ્ટ સદીઓ જૂનો છે. જાપાનમાં સદીઓથી `જીવાતા' આ કોન્સેપ્ટ પર જાપાની ભાષામાં 1950ના દાયકામાં લખાવું શરૂ થયું અને પશ્ચિમી જગતને તો આ કોન્સેપ્ટનો પુસ્તક દ્વારા પરિચય છેક 2016મા થયો. જો કે એ પહેલાં અનેક રિસર્ચ પેપર્સમાં ઇકિગાઇનો ઉલ્લેખ થતો રહેતો હતો.
ઇકિગાઇ પર અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકો પૈકી કોઈ એકાદ પુસ્તક સ્વાભાવિક રીતે ઇકિગાઇનાં કોન્સેપ્ટને સંપૂર્ણપણે સમજવા અને અમલમાં મૂકવા પર્યાપ્ત નથી. વળી, ઇકિગાઇને વ્યવસ્થિત રીતે સમજવા માટે તેની સાથે અમુક અન્ય કોન્સેપ્ટ્સ અને આધુનિક રિસર્ચની સમજૂતી પણ મેળવવી જોઈએ. આ પુસ્તકમાં ઇકિગાઇ સાથે નીચે દર્શાવેલા અન્ય 20થી વધુ કોન્સેપ્ટ્સની એકદમ સરળ રજૂઆત કરવામાં આવી છે:
નાઈકન પદ્ધતિ અથવા મોરિતા થેરપી, લોગોથેરપી, રેડિઓ તાઈસો, સાઉન્ડ હીલિંગ, યોગ અને ધ્યાન, સૂર્ય નમસ્કાર, ઓકિનાવા ડાયેટ, હારા હાચિ બુ, ફ્લો સ્ટેટ, માઈક્રો ફ્લો, ધ કોન્ડો ટેક્નીક, વાબિ સાબિ, ઇચિ ગો - ઇચિ ઈ, પોમોડોરો ટેક્નીક, મોઆઇ, એટોમિક હેબિટ્સ, રિઝિલિઅન્સ, ફોકસિંગ ઇલ્યુઝન, યારીગાઈ, જોબ ક્રાફ્ટિંગ વગેરે.
તો, પ્રસ્તુત છે ગુજરાતીમાં સૌ-પ્રથમવાર ઇકિગાઇ પર ઢગલાબંધ રેફરન્સ સાહિત્યનો ઉપયોગ કરી લખાયેલું ઇકિગાઇનું સંપૂર્ણ રહસ્ય રજૂ કરતું પુસ્તક...