આ પુસ્તકમાં અંગ્રેજીમાં ડિસિસન મેકિંગ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. દરેક વ્યક્તિએ જીવનમાં ડગલેને પગલે નિર્ણયો તો લેવા જ પડે છે આ બધા નિર્ણયો લેવામાં શું ખ્યાલ રાખવો જોઈએ અને કઈ ટેકનિક્સનો ઉપયોગ કરવો જોઈએ તે આ પુસ્તકોમાં સમજાવાયું છે. જો કેટલીક પાયાની બાબતો શીખી લેવામાં આવે તો નિર્ણયો કરવામાં સરળતા રહે અને સફળતાના ચાન્સ વધી જાય. આ પુસ્તકમાં આવી જ બાબતો જગતના આ ક્ષેત્રના શ્રેષ્ઠ લેખકો શીખવે છે.