આ પુસ્તકમાં અંગ્રેજીમાં કમ્યુનિકેશન પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.
જીવન કે કારકિર્દીના કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે કમ્યુનિકેશનની આવડત અનિવાર્ય છે. કમ્યુનિકેશનની આવડત તમારી સફળતા અને કમાણીમાં મોટો તફાવત લાવી દે છે. કમ્યુનિકેશન એટલે ફક્ત સ્ટેજ પર ચડીને બોલવું કે કોઈ ગ્રુપ સામે રજૂઆત કરવું એટલું જ નથી. કમ્યુનિકેશન એટલે તમારા વિચારો અને વ્યક્તિત્વનું બીજા સામે અસરકારક પ્રેઝન્ટેશન. અસરકારક કમ્યુનિકેશન શીખી શકાય છે. આ પુસ્તકમાં વિશ્વનાં આ ક્ષેત્રના દિગ્ગજ લેખકો અસરકારક કમ્યુનિકેશન કેમ કરવું તે શીખવે છે.