સમગ્ર વિશ્વમાં અત્યારે સ્ટાર્ટઅપની બોલબાલા છે. લબરમૂછીયા યુવાન માંડી ઘડાયેલા એક્ઝીક્યુટીવે સ્ટાર્ટઅપ ચાલુ કરી મબલખ સફળતા મેળવી હોય તેવા અનેક ઉદાહરણો છે. સ્ટાર્ટઅપ એટલે શું ? તે કેવી રીતે શરૂ કરી શકાય ? આ પુસ્તકમાં અંગ્રેજીમાં સ્ટાર્ટઅપ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. સ્ટાર્ટઅપ ઉપરાંત નવો ધંધો ચાલુ કર્યો હોય તો શું ધ્યાન રાખવું જોઈએ ? તેને કરી રીતે મેનેજ કરવો જોઈએ તેમજ સફળ બનાવવો જોઈએ, તેની જાણકારી આ પુસ્તકમાંથી મળી રહેશે. ભારત સરકારે પણ જ્યારે સ્ટાર્ટઅપ માટે ખાસ નીતિની જાહેરાત કરી છે, ત્યારે વિશ્વના શ્રેષ્ઠ લેખકો સ્ટાર્ટઅપ વિષે શું શીખવે છે, તે આ એક જ પુસ્તકમાંથી જાણી શકાશે.