The secrets of business - Chankyani najare

the secrets of business chankyni najare - by darshali soni.jfif

અત્યારના ઝડપી યુગમાં લોકો પાસે હજારો વર્ષો જૂના શાસ્ત્રો મેળવીને વાંચવાનો સમય નથી. સાથોસાથ માહિતીનો સંગ્રહ એટલો વધુ છે કે શું વાંચવું અને શું ન વાંચવું તે નક્કી કરવું અઘરું બનતું જાય છે. આવા સમયે જો તમને કોઈ એવું પુસ્તક મળી જાય જેમાં તમને ધંધા માટે બધું જ જરૂરી જ્ઞાન મળી જાય તો કેવું? તે પણ મહાન ચાણક્ય પાસેથી ધંધા વિશે શું શીખવું તે જ તમને એક પુસ્તકમાંથી મળી જાય તો?

આવા જ એક પ્રયાસના ભાગરૂપે “ધ સિક્રેટસ ઓફ બિઝનેસ: ચાણક્યની નજરે” પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં આપેલ ચાણક્યનું જ્ઞાન તમને આધુનિક સમયમાં પણ ઉપયોગી સાબિત થશે. 

આ પુસ્તકમાંથી તમે સ્વ વિકાસ કેવી રીતે કરવો, ધંધામાં લીડરશીપનું શું મહત્વનું છે, સફળતા કેવી રીતે હાંસિલ કરવી, આયોજન અને અમલ કઈ રીતે ધંધા અને જીવનમાં ઉપયોગી સાબિત થશે અને ચાણક્યની નીતિ અને સમજ તમને ધંધામાં કેવી રીતે ઉપયોગી થશે તેની સમજ આપેલ છે.

તો ચાલો ચાણક્યના માર્ગદર્શનનો પ્યાલો પીવા તૈયાર થઇ જાવ! 

 


Buy on Amazon