ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ
જોર્ડન બેલફોર્ટના જીવન પરથી બનેલી કહાની એટલે “ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ”. એક સ્ટોક બ્રોકર કે જે ૨૨ મહિના જેલમાં રહે છે, ભ્રષ્ટાચાર કરે છે અને વોલ સ્ટ્રીટનો રાજા બને છે. આ મુવી મોટાભાગના લોકોએ જોયું જ હશે. આ મુવી પરથી બનેલા મેમે આજના યુવાનોમાં અતિ પ્રખ્યાત છે. મુવીમાંથી શીખવાનું તો ઘણું છે – સારું શીખવું કે ખરાબ તે તમારા પર છે –
૧ નાણાનું મહત્વ
આ મુવી જોયા પછી અચાનક જ તમને જલ્દી ધનવાન બનવાની ઉતાવળ જાગશે. આ મુવીમાં કઈ રીતે નાણાને સૌથી વધુ મહત્વ આપવું અને ધનવાન બનવા માટે કેવી કેવી ટેકનીક્સ જોર્ડન અપનાવે છે તે તમે જોશો. તમારા માટે નાણા જ બધું છે કે નીતિ સાથેના નાણા તે તમારે નક્કી કરવાનું છે.
૨ તમારી જાતને છેતરવાનું બંધ કરો
એક મીટીંગમાં જોર્ડન એ વાત સુંદર રીતે સમજાવે છે કે જો આપણે આપણા સપના ખરેખર સાકાર કરવા માંગતા હોઈએ તો બહાનાબાજી છોડી દેવી જોઈએ. પોતાની જાતને છેતરવાનું બંધ કરવું જોઈએ. ખરેખર પોતાના સપના માટે કામ કરવાનું શરુ કરી દેવું જોઈએ. જો તમે પણ માત્ર બહાના અને ભૂતકાળમાં જ જીવતા હો તો જાગી જાવ.
૩ તમને કોઈ ન રોકી શકે
મોટાભાગે લોકો પોતાના સપના પૂરા ન થયા તે માટે પરિસ્થિતિ, લોકો અને ભૂતકાળને જવાબદાર માને છે. પણ હકીકત તો એ જ છે કે જો તમારી જ ખરેખર કઈ કરી છૂટવાની ઈચ્છા હોય તો તમને કોઈ ન રોકી શકે. જોર્ડનએ પોતાના જીવન માટે જે શાહી જીવન ઈચ્છ્યું હતું તે તેણે કોઈપણ હાલતમાં પૂરું કર્યું જ. હા તેણે જે રસ્તો પસંદ કર્યો તે રસ્તો બધાને અનુકુળ ન પણ હોય.
૪ માણસોને ઓળખો
જોર્ડન કહે છે – જો તમે મારી ખુશીમાં ખુશ નથી તો તેનો મતલબ તમે મારી સફળતા નથી જોઈ શકતા. જોર્ડન પણ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈને જ ધનવાન બન્યો હતો. સાચા માણસોની ઓળખ તમારા ખરાબ સમયમાં થશે. વાતો બધા કરશે. ધંધામાં તમે અનેક પ્રકારના માણસોને મળશો – જો તમને સાચા માણસોને સમજવાની ઓળખ નહિ હોય તો બની શકે તમે ધંધામાં નહિ ટકી શકો.
આ મુવીમાં તમે કેવો એટીટ્યુડ કેળવવો, કેવી ચાલાકી વાપરવી અને કઈ રીતે લોકોને સમજવા તે શીખશો. જોર્ડનએ તો પોતાના જીવનની જંગ જાતે જીતી? તમે તમારી જંગ જીતવા તૈયાર છો કે માત્ર બહાનાબાજી જ કરતા રહેશો?
આભાર
દર્શાલી સોની