Whiplash

Whiplash by darshali soni.jpg

વિપ્લાશ સારાથી ઉત્તમ તરફ જવાની યાત્રા

ત્રણ ઓસ્કાર જીતેલું વિપ્લાશ તમને અંદરથી હલબલાવી નાખશે. જો તમારામાં સત્યને સ્વીકારવાની અને તેનો સામનો કરવાની શક્તિ હોય તો વિપ્લાશ જોઈ લેવામાં કોઈ નુકશાની નથી. વાર્તા કંઇક એવી છે – ગુરુ ફ્લેચર અને શિષ્ય એન્ડ્રયુની કે તમને ઘણીવાર મહાભારતના પાત્રો પણ યાદ આવશે અને રામાયણના પણ. અને ક્યારેય તો તમે તમારી જાતને પણ એન્ડ્રયુમાં જોશો. તો વડીલો ફ્લેચરમાં તેની જાતને શોધશે. ફ્લેચર એન્ડ્રયુને ઉત્તમ ડ્રમ પ્લેયર બનાવવા માટે જે ઉધામા લે છે અને અંતમાં કેટલા સફળ થાય છે તેની વાત એટલે વિપ્લાશ. આ મુવીના અંતમાં એન્ડ્રયુનું ફાઈનલ પરફોર્મન્સ જ તમને સુપર સે ઉપરવાલી ફીલિંગ આપશે. તો શરુ કરીએ જીવનના તાલને સમજવાનું?

Good is never enough

જો તમને જીવનના કોઈપણ પાસામાં એકવાર દિલાસો આપી દેવામાં આવશે કે તમે સારું કરી રહ્યા છો તો તમે ક્યારેય ઉત્તમ સુધી નહિ પહોચી શકો. સારાવાળો પડાવ તમને ટેમ્પરરી ખુશી આપશે. કાયમી નહિ. જો તમે ઉત્તમની શોધમાં નીકળા હોય તો સારાથી ક્યારેય સંતોષ ન માનો. સારું એક ભ્રમ છે. જયારે ઉત્તમ એ હકીકત છે. ફ્લેચર તેના દરેક એકશનમાં આ વાત સમજાવે છે.

૨ તમે માનો છો તેનાથી તમે વધુ છો

ઘણીવાર આપણને જ આપણી ક્ષમતા નથી ખબર હોતી. તેમજ શા માટે એવો આગ્રહ રાખવો કે લોકો થકી આપણને ખબર પડે કે આપણે કેટલા સક્ષમ છીએ અને કેટલા સુંદર મજાના તોફાની જાદુગર છીએ. તમે તમે છો તે માટે તમારે લોકોની પરવાનગીની જરૂર નથી. તમને તમારા વિષે હાલમાં જેટલી ખબર છે તેના કરતા પણ વધુ ઊંડો ખજાનો તમારી અંદર રહેલો છે. મારા ગુરુ હમેશા એમ કહે કે “Look inside yourself butterfly, you will fall in love with yourself”. તમે પણ પ્રયત્ન કરી જુઓ.

૩ નોર્મલ ન બનો

મેરેલીનના કહેવા મુજબ નોર્મલ બોરિંગ છે. તે વાત સાચી છે. નોર્મલમાં કોઈ મજા નથી. કોણે એવું લખીને કીધું છે કે અમુક નિયમો અનુસાર જ જીવન જીવવું જોઈએ. નિયમો તો માનવીએ બનાવેલા છે. આ નિયમો માનવી જ તોડી શકે. જો ફ્લેચર એન્ડ્રુને નોર્મલ ડ્રમર જ બનવા દેત તો તેનામાં અને અન્યમાં ફેર શું? નોર્મલ ન બનવાની પણ એક મજા છે.

૪ જીવનનો તાલ

જીવનના તાલ સાથે તાલ મીલાવશો તો મજા જ મજા છે. પણ જો કુદરતના નિયમોની વિરુદ્ધ જશો એટલે પ્રેમથી જીવન અને કુદરત બંને તમને જવાબ અને ઝટકો બંને આપશે. તાલ મિલાવતા શીખવા માટે ફ્લેચરને સમજો.

૫ કારણ અને પરિણામ

તમે આ દુનિયામાં આવ્યા તેનું કોઈક કારણ છે. તે કારણને શોધી પણ શકાય અને કદાચ રમતા રમતા મળી પણ જાય. શક્યતાઓ બંને છે. તમારે પસંદ કરવાનું છે કે તમારે શું કરવું છે. પણ કારણ વગર તમે અહી નથી તે વાત યાદ રાખો.

ટૂંકમાં વિપ્લાશના ડ્રમ લેશન અને ફ્લેચરના કડક સ્વભાવ અને એન્ડ્રુના સમર્પણથી તમને એક નવી રાહ મળશે. તો હવે નીકળી પડો. ઓલ ધ બેસ્ટ.

આભાર

દર્શાલી સોની