Two night stand

two night stand by darshali soni.jpg

ટુ નાઈટ સ્ટેન્ડ એક તોફાની પ્રેમકથા

મેગન  અને એલેક – બે અજાણ્યા રાહીઓ – મળે છે ઈંટરનેટની માયામાં. આજકાલના યુવાઓ માટે સેક્સ જ મહત્વનું છે કે લાગણીઓ એ એક વિચારવાની બાબત હોય ત્યારે આ મુવી તમને એક નવો નજરીયો દેખાડશે. મેગન અને એલેક પ્રેમમાં પડે છે કે નહિ તેની મજેદાર કહાની એટલે ટુ નાઈટ સ્ટેન્ડ.

૧ પછી શું? – એન્ડલેસ સાઈકલ

જીવનમાં સપનાઓ તો ખુબ વધુ હોય છે. પણ ઘણીવાર એવું થાય કે આ બધું મળી ગયા પછી શું? અને માનો કે ખરેખર તમારા સપનાઓ પુરા થઇ ગયા પછી શું તમને સંતોષ મળશે જ? માનવને ક્યારેય સંતોષ નથી હોતો. આ એન્ડલેસ સાઇકલ હમેશા ચાલુ જ રહે છે. આમ તો આ સાઇકલ ચાલુ રહે તો જ જીવવાની મજા આવે બાકી તો કંટાળી જવાય આ જીવનથી.

૨ સરપ્રાઈઝ

જીવનને એક હાદશા કરતા એક સરપ્રા ઈઝ તરીકે જોશો તો જીવવાની મજા આવશે. મેગન અને એલેકને ક્યાં ખબર હતી કે વન નાઈટ સ્ટેન્ડ પ્રેમમાં પરિણમી

જશે. આથી જીવનમાં ગમે ત્યારે ગમે તે થઇ શકે. ચિંતા અને આયોજન કરવાનું મૂકી દો અને મોજ કરો.

૩ સ્ત્રી અને પ્રામાણિકતા

સ્ત્રી હોય કે પુરુષ પ્રામાણિકતા એક જ એવો ગુણ છે જેના થકી માણસ આંકી શકાય. મેગનનું પાત્ર એટલું સરળ અને પ્રમાણિક છે કે તમને પણ એકવાર થશે કે નુકસાની ગમે તેટલી થાય, સમાજમાં ભલે પ્રમાણિક લોકોને સ્થાન નથી પણ સાચી મજા તો પ્રમાણિક બનાવામાં જ છે.

૪ બી ઓપન

નિખાલસ બનવાની મજા એ છે કે તમને એકેય વાતનો ડર રહેતો નથી. ઓપન બુક બનીને જીવશો તો વધુ સારી રીતે જીવી શકશો. એક વાર પ્રયત્ન તો કરી જુઓ.

૫ ઓન યોરસેલ્ફ

તમારી જાતને ધિક્કારવાને બદલે જેવા તમે છો તેવા જ તમારી જાતને સ્વીકારો. લોકો માટે ન બદલાવ. તમારા પોતાના માટે બદલાવ. દુનિયા છે એટલે તમે નથી. તમે છો એટલે દુનિયા છે એવું વલણ રાખો.

ટૂંકમાં પ્રેમ પર અને તમારી જાત પર વિશ્વાસ મુકો. ઓલ ધ બેસ્ટ.

આભાર

દર્શાલી સોની