Tonya

tonya by darshali soni.jpg

ટોન્યા – એક પ્રતિભાશાળી વિદ્રોહીની કહાની

અમેરિકામાં ફિગર સ્કેટિંગ એક પ્રખ્યાત રમત છે. જેમાં વર્ષોથી અનેક પ્રકારની હરીફાઈ થતી આવી છે. ક્રિકેટની જેમ જ ફિગર સ્કેટિંગના ખિલાડીઓ પર હોલીવુડમાં અનેક મુવીઝ બનેલા છે. તેમાંથી એક સૌથી મજેદાર મુવી છે – ટોન્યા. એક વિદ્રોહી, પ્રતિભાશાળી અને પોતાની જાતને સાબિત કરવા ઝઝુમતી ટોન્યા હાર્ડિંગની સત્ય કથા આ મુવીમાં આપેલ છે.

ટોન્યાની માતા એક આદર્શ માતા નથી. તેણી ટોન્યાનો ઉછેર આકરી રીતે કરે છે. તેણીને નાનપણથી જ ફિગર સ્કેટિંગ શીખવા મોકલી દેવામાં આવે છે. તેની પાસે ફિગર સ્કેટિંગમાં ભગવાનની દેન છે. તેણી નાની ઉંમરમાં પણ ઉત્તમ ફિગર સ્કેટિંગ કરી રહી હતી. તેની માતા ટોન્યાને ખીજાઈને, મારીને ઉછેર કરે છે. અને તેણીને ફિગર સ્કેટિંગમાં આગળ વધવામાં મદદ કરે છે. એક સમય એવો આવે છે કે ટોન્યા હાર્ડિંગ યુએસ ફિગર સ્કેટિંગ ચેમ્પિયનશીપ જીતી જાય છે.

આ મુવીમાં ટોન્યા અને તેની માતાના સંબંધો, તેની માતાને આકરા ઉછેર બદલ કોઈ જ અફસોસ નથી તેનું સત્ય આ મુવીમાં સુંદર રીતે દેખાડેલ છે. એક સમય એવો પણ આવે છે કે જયારે ટોન્યાના ઘરની બહાર પ્રેસના અનેક લોકો ઉભા હોય છે અને તેની માતા જ તેને બહાર લાવવાની મથામણ કરે છે. એક માતા, માતા બનવાને બદલે સ્વાર્થી બની જાય છે. તેને પોતાની દીકરી પણ વિશ્વાસ નથી હોતો.

ટોન્યાના જીવનનું બીજું મહત્વનું વ્યક્તિ – તેનો પતિ જેફ. યુવાની સમયમાં જેફ ટોન્યાને આગળ વધવામાં મદદ કરે છે. પણ તેનો સ્વભાવ હિંસક હોય છે. ટોન્યા અને જેફનું લગ્નજીવન મારકૂટ, ગુસ્સો અને પ્રેમનું કોમ્બીનેશન છે. ટોન્યાના જીવનમાં એક વળાંક તેની હરીફ નેન્સી કેરીગ્નને કારણે આવે છે.

ટોન્યા પાસે ફિગર સ્કેટિંગની આવડત તો ઉત્તમ છે પણ તેની પાસે પ્રેઝન્ટેશન સ્કીલ નથી, તેને સુંદર દેખાવવામાં રસ નથી, તેને ફિગર સ્કેટિંગ કરતી વખતે ઉત્તમ ડ્રેસિંગ કરવામાં રસ નથી. તેથી મોટાભાગની હરીફાઈમાં તેની ઉત્તમ આવડત હોવા છતાં તેણી જીતી શકતી નહોતી. તેથી તેણી વિદ્રોહી બનવા લાગે છે. પોતાની જાતે ડ્રેસ સીવે છે, પોતાની પ્રેઝન્ટેશન સ્કીલ પર પણ કામ કરે છે. અંતે ફિગર સ્કેટિંગમાં સૌથી અઘરી મુવ – “ટ્રીપલ એક્સેલ” કરીને તેણી જીતી જાય છે. એક વાર નહી પણ અનેકવાર તેણી આ મુવ થકી પ્રખ્યાતી મેળવે છે. ટોન્યાના સ્વભાવના કારણે તેના મિત્રો, ફેન્સ અને દુશ્મનો બંને છે. તેની એક સૌથી મોટી હરીફ હોય છે – નેન્સી કેરીગ્ન.

ટોન્યાનો પતિ અને તેનો મિત્ર મળીને નેન્સીને ડરાવવાની કોશિશ કરવાના હોય છે. તેને બદલે જેફનો મિત્ર નેન્સીને ગોઠણમાં મારી દે છે. આ ઘટનાનો કેસ જેફ, ટોન્યા અને તેના મિત્ર પર થાય છે. હવે ટોન્યા આ ભૂલમાંથી બહાર નીકળી શકે છે? તેની કારકિર્દી પર આ કેસની શું અસર થાય છે, ખરેખર ગુનેગાર કોણ હોય છે, જેફનું શું થાય છે? – આ બધું જ જાણવા માટે તમે આ મુવી જોઈ શકો છો. આ મુવીને ઓસ્કાર મળેલો છે. મુવીની ટેગલાઈન જ મસ્ત છે – “ફીટીંગ ઈઝ ઓવરરેટેડ.”

ટોન્યા બાકી બધા લોકો જેવી નહોતી. તેની પાસે ફિગર સ્કેટિંગની આવડત હતી. તેણી સામાન્ય લોકોની જેમ પ્રેઝન્ટેશન, ડ્રેસિંગ, સમાજના નિયમોમાં વિશ્વાસ નહોતી રાખતી. તેણીએ અનેક વાર હરીફાઈના જજ સાથે ઝગડાઓ કરેલા હતા. તેણી જાણતી હતી કે એક વાર તો તેના ટેલેન્ટની કદર થશે જ. તેના માટે તેણીએ હાર ન માની. કઈ રીતે ટોન્યા ગમે તેવી ખરાબ પરીસ્થિતિમાં પણ પોતાનું પરફોર્મન્સ આપવાનું નથી ચૂકતી તે તમને મુવીમાં જોવા મળશે.

તેણીને સમાજનું કડવું સત્ય પણ સમજાઈ ગયું હતું. એક સમય એવો હતો કે જયારે ટોન્યાને લોકો સ્વીકારતા નથી. પછી આ જ અમેરિકાના લોકો ટોન્યા ચેમ્પિયનશીપ જીતી ત્યારે પ્રેમ કરવા લાગ્યા. જયારે ટોન્યા પર કેસ થયો ત્યારે આ જ અમેરિકાના લોકો નફરત કરવા લાગ્યા. ત્યારે ટોન્યાને એક વાત સમજાઈ – તેના જીવનની પંચલાઈન કંઇક આવી હતી – એક મિનીટ માટે તેને બધા પ્રેમ કરતા હતા અને બીજી મીનીટે બધા લોકો નફરત કરવા લાગ્યા.”

ટોન્યાના જીવનની મુસાફરી જાણવા માટે ૨૦૧૭માં આવેલ આ મુવી એકવાર જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની