નદી પર થયું વિમાન લેન્ડ! - સલીની કહાની
કલ્પના કરો કે અચાનક જ વિમાનને જમીનને બદલે નદીમાં લેન્ડ કરવું પડે તો? લોકો બચી જશે કે નહી તેની પણ જોઈ ખાતરી ના હોય, પાણીમાં સફળતાથી લેન્ડ કરી શકાશે કે નહી તે પણ ના ખબર હોય ત્યારે? જો તમે આ વિમાનના પાયલોટ હો તો શું કરો? શું તમે યોગ્ય નિર્ણય લઇ શકો? કે પછી હાર માની લો? સલી સુલેનબર્જરે હાર નહોતી માની. આજનું મૂવી - “સલી” સત્ય ઘટના આધારિત છે. ૨૦૧૬માં આવેલ આ મૂવી - “હાઈએસ્ટ ડ્યુટી” નામના પુસ્તક પરથી બનેલ છે.
સલી અને તેના કો-પાયલોટ જેફે જયારે વિમાનમાં ખામી હોવાને કારણે ૧૫ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ હડસન નદી પર લેન્ડીંગ કર્યું અને ૧૫૦થી વધુ લોકોના જીવ બચાવ્યા ત્યારે તેઓ દેશના હીરો બની ગયા હતા. નદી પર લેન્ડ કરવું અશક્ય હતું - સલીનો નિર્ણય જાણે લોકો માટે ચમત્કાર સાબિત થયો. જો કે સલી પર તેની આવડત પર પ્રશ્નો થઇ રહ્યા હતા. તેથી એક ક્મીટી બેસાડવામાં આવી. જેમાં એ સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે સલીના ખોટા નિર્ણયને લીધે પાણી પર લેન્ડ કરવું પડ્યું. જો કે કમિટીને સફળતા ન મળી. કારણ કે સલીએ સાચો નિર્ણય લીધો હતો. જો તેણે પાણીમાં લેન્ડ કરવાનો નિર્ણય ન લીધો હોત તો વિમાનમાં બેઠેલા લોકો બચ્યા ન હોત.
જયારે કમિટી સલીને ખોટા સાબિત કરવા માટે પ્રયત્ન કરે છે ત્યારે તેઓ - કમ્પ્યુટર સીસ્ટમ થકી ફરીથી તે જ પરિસ્થિતિનું પુનરાવર્તન કરે છે. જેથી ખબર પડે કે સલી પાણીમાં લેન્ડ કરવાને બદલે બીજો કોઈ નિર્ણય લઇ શક્યા હોત કે નહી. ત્યારે સલી માત્ર એટલું જ કહે છે કે “કમ્યુટર સીસ્ટમને 5 સેકન્ડ પછી એક્શન લેવાનું કહો” બસ માત્ર પાંચ સેકન્ડ પછી એક્શન લેવાને લીધે સલીએ સાચો નિર્ણય લીધો હતો તે સાબિત થાય છે. નહી તો વિમાન કોઈ બિલ્ડીંગમાં જઈને અથડાયું હોત અને બધા લોકોએ જીવ ગુમાવ્યો હોત.
આ ઘટના પરથી સાબિત થાય છે કે દરેક વખતે બધા નિયમો અનુસરો તો સફળતા મળે જ તેવું જરૂરી નથી. કોઈવાર અંતરઆત્માનું સાંભળવું પડે છે અને નિર્ણયો લેવા પડે છે. સલીએ પણ સૌથી પહેલા તો વિમાન ક્રેશ વખતે અનુસરવાના બધા નિયમો પર ધ્યાન આપ્યું જ હતું પણ કોઈ રસ્તો બાકી નહોતો. તેથી જ તેણે બધાનો જીવ બચાવવા માટે પાણીમાં લેન્ડ કર્યું. માત્ર ૧૫ મિનીટમાં ન્યૂયોર્ક શહેરના લોકો વિમાનમાં રહેલા ૧૫૫ લોકોને બચાવવા પહોંચી ગયા હતા.
જયારે આવી ઘટના ઘટે ત્યારે માનવતાનું મૂલ્ય સમજાય છે. આવી ઘટના જાણે ચમત્કાર જ હોય એવું લાગે છે. સત્યઘટના આધારિત મૂવી જોવાનો ફાયદો એ હોય છે કે તમને સત્ય જાણવા મળે છે. કોઈની કલ્પના જોવામાં તમે ૨ કે ૩ કલાક નથી નાખતા. સલીને તેના ઉત્તમ કામ બદલ બિરદાવવામાં પણ આવ્યા હતા. સલીનું પાત્ર પ્રખ્યાત અભિનેતા ટોમ હેન્કસ દ્વારા અભિનીત છે. તેથી જ ઓટ મે ટોમ હેન્કસના ચહિતા હો તો અ આ મૂવી જોવું જ જોઈએ. આ મૂવી તમે નેટફ્લીક્સ પર જોઈ શકશો. તેનો ભાગીદાર જેફ પ્રખ્યાત અભિનેતા એરોન દ્વારા અભિનીત છે. એરોનને તમે “બેટમેન” મૂવીમાં જોયા હશે.
માનવતા, પ્રેરણા મેળવવા માટે થઈને એકવાર આ મૂવી જરૂરથી જોવું જોઈએ.