Shaft

જયારે પિતા અચાનક પાછા ફરે ત્યારે?

પિતા અને પુત્રના સંબંધો પર અનેક મૂવીઝ બનેલા છે. જો કે દરેક મૂવીમાં પિતાને આદર્શ પાત્ર તરીકે દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે અથવા તો પિતા આદર્શ નથી બની શક્ય અને બાળક પર તેની શું અસર છે તેના પર જ આખું મૂવી બનાવી નાખવામાં આવે છે. ઘણા મૂવીમાં વર્ષો પછીબિછડેલા પિતા-પુત્ર મળે છે અને તે બંને વચ્ચેના સંબંધો કઈ રીતે સુધરે છે તેની વાત કરવામાં આવે છે. 

આવા જ એક મૂવીની વાત કરવી છે - “શાફ્ટ” ૨૦૧૯માં આવેલ આ મૂવી કોમેડી છે. અને મૂવીમાં પ્રખ્યાત અભિનેતા સેમ્યુઅલ જેક્શન છે. જેણે પિતાનું પાત્ર ભજવ્યું છે. મૂવીની વાર્તા પર વાત કરીએ તો - જોહન શાફ્ટ અને તેનો દીકરો જેજે શાફ્ટ કઈ રીતે વર્ષો પછી મળે છે અને અનેક મિશન પૂરા કરે છે તેની વાત આ મૂવીમાં કરવામાં આવી છે.

ન્યાય અપાવવા માટે બે પ્રકારના લોકો હોય છે - એક સરકારનો ભાગ બનીને કામ કરે છે અને બીજા લોકો પોતાની રીતે ન્યાય આપવા અને અપાવવા માટે કામ કરે છે. સીધા રસ્તા પર ચાલનાર લોકો - એમઆઈટી પોલીસ બને છે અને લોકોને પકડે છે. શાફ્ટ એક એવો વ્યક્તિ છે જેને બધા લોકો હાયર કરે છે અને જે કામમાં પોતાને ગંદા હાથ નથી કરવા - તે કામ શાફ્ટ કરે છે  - લોકોને ડરાવવાથી માંડીને, શૂટઆઉટ, ન્યાય અને અન્ય ઘણું બધું. આ તો શાફ્ટનો - “એન્ટ્રેપ્રેનીયરશીપ” વાળો રસ્તો છે. જયારે તેનો દિકરો જેજે શાફ્ટ એમાઈટી ફોર્સમાં જોડાઈ છે અને ગુનેગારોને સજા આપવાનો પ્રયત્ન કરે છે. 

નાનપણથી જ શાફ્ટના દિકરાએ તેની માતા સાથે જ જીવન વિતાવ્યું છે. કારણ કે શાફ્ટ માટે કુટુંબ કરતા તેની કારકિર્દી વધુ મહત્વની છે. ધીમે ધીમે તેનો દિકરો મોટો થઇ જાય છે અને એક રીતે તો તે પણ તેના પિતાની રાહ પર જ ચાલે છે પણ - કાયદાથી, સરકાર સાથે. 

અનેક વર્ષો બાદ જયારે બંને મળે છે ત્યારે બધા મૂવીની જેમ ઝગડા થાય છે, સુલેહ થાય છે, એક પિતા તેના પુત્રને દુનિયામાં કેવી રીતે જીવવું તે પણ શીખવે છે, બાપ-દિકરાની ચીઝી કોમેડી પણ જોવા મળશે, કઈ રીતે માતા-પિતાનું મિલન થાય છે, કઈ રીતે માનવીનો સ્વભાવ જ અંગત લોકોથી દૂર કરી દેતો હોય છે - આવા અનેક કિસ્સાઓ મૂવીમાં જોવા મળશે. 

બાપ-દિકરો સાથે મળીને ગુનેગારોને કેવી રીતે માત આપે છે, તે મિશન પૂરું કરવામાં બંનેના સંબંધમાં કેવી સુંદર સુલેહનું સર્જન થાય છે - તે જાણવા માટે તમારે મૂવી જોવું રહ્યું. આ મૂવીને તમે એક રીતે તો કોમેડી મૂવી જ કહી શકો. કઈ ખાસ શીખી લેવા જેવું નથી. કોઈવાર ,મનોરંજન કરવાની ઈચ્છા થઇ હોય અને તેમાં પણ જો સેમ્યુલ જેક્શન તમારો મનપસંદ અભિનેતા હોય તો આ મૂવી જરૂરથી જોઉં જોઈએ. 

જો તમને હોલીવુડના મૂવીઝ જોવા ગમતા હોય તો તમે સેમ્યુલ જેક્શનના ઘણા મૂવીઝ જોયા હશે. બાકી આ એક જ મૂવી થકી તેના વિશે કોઈ છાપ ન બાંધવી. એક હળવી કોમેડી માટે થઈને આ મૂવી જોવાય.