No Strings Attached

no strings attached by darshali soni.jpg

નો સ્ટ્રીંગ્સ અટેચડ

ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. હમણાં જ વેલેન્ટાઇન વિક પૂરું થયું. ત્યારે એક રોમેન્ટિક મુવી જોઈ નાખીએ તો કઈ ખોટું નહિ. વાત કરીએ "નો સ્ટ્રીંગ્સ અટેચડ" મૂવીની તો ૨૦૧૧માં આવેલું આ મુવી મસ્ત રોમેન્ટિક લવ સ્ટોરી છે. તમને મુવીના ટાઈટલ પરથી જ ખ્યાલ આવી જશે કે આ મુવીમાં પ્રેમની પરિભાષા શું છે. આજકાલ લવ અને લસ્ટ પર ઘણા પ્રકારના મુવીઝ અને શોર્ટ ફિલ્મસ અને હા, વેબ સીરીઝ પણ બની રહી છે. આવા મુવીઝ જોતા પ્રશ્ન થાય કે લસ્ટ ક્યારે પ્રેમમાં પરિણમી શકે? તેનો જવાબ તો આ મુવીમાંથી જ તમને મળશે.

મુવીના મુખ્ય પાત્રોની વાત કરીએ તો એડમ અને એમા બંને શાળામાં મિત્રો હતા. ઘણા સમય બાદ તેઓ મળે છે. એડમ માત્ર કોઈ છોકરીની શોધમાં હોય છે જે પ્રેમના નખરા ન કરે અને માત્ર લસ્ટ માટે તેની સાથે રહે. એમા પણ એડમની ઈચ્છા સાથે સહમત થાય છે અને બંને એક એવા સંબંધમાં આવે છે જેમાં પ્રેમ નથી પણ પ્રેમ સિવાયનું બધું જ છે.

બંનેને એવું જ લાગતું હોય છે કે તેઓ એકબીજાથી ખૂબ જ અલગ છે તેથી ક્યારેય પ્રેમમાં પડશે જ નહી. પણ એવું થતું નથી. એડમ અને એમા પ્રેમમાં પડે છે અને આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આ મુવી જોવું જ રહ્યું. તમને એવો પ્રશ્ન થાય કે વળી રોમેન્ટિક મુવીમાંથી તો શું શીખી શકાય? તો હા, ઘણા પ્રેમના પાઠો અને આજકાલના લવર્સ માટે ઘણા આઈડિયાઝ તો ચોક્કસથી મળી જશે. તો ચાલો જાણીએ શું કહે છે એડમ અને એમા:

૧ પ્રેમની વ્યાખ્યા

આ મુવીમાં એડમ અને એમા માટે પ્રેમની વ્યાખ્યા અલગ હતી. બની શકે તમે પણ જેને પ્રેમ કરતા હો તેની વ્યાખ્યા તમારા કરતા અલગ હોય. ઘણા માટે માત્ર સમય જોડે વિતાવવો પ્રેમ છે તો ઘણા માટે પ્રેમની અંદર બહુ બધા પહેલુઓ હોય છે. આ મુવી જોયા બાદ તમે તમારી જાતને તમારી પ્રેમની પરિભાષા શું છે તે જરૂરથી પૂછી શકશો.

૨ વેલેન્ટાઇન

આજકાલ ઘણા બધા દિવસો ઉજવવાનો ટ્રેન્ડ શરુ થયો છે. બધા લવર્સ અલગ અલગ રીતે આ દિવસોને ઉજવતા હોય છે અને પોતાના પ્રેમને રજૂ કરતા હોય છે. આ મુવીમાં એડમ એકવાર એમા માટે ગુલાબની જગ્યાએ ગાજર લઈને જાય છે કારણ કે એમાને આ બધી રોમેન્ટિક જેસ્ચરસ ગમતા નથી. આ વેલેન્ટાઇન તો જતું રહ્યું, આવતા વેલેન્ટાઇન માટે તમે શું  ખુરાફાતી આઈડિયા અપનાવી શકો તે માટે આ મુવી જોઈ લેવું જોઈએ.

૩ લાગણી

ઘણા પ્રેમમાં માત્ર એકબીજા માટે કેરની લાગણી હોય છે. ઘણા પ્રેમમાં માત્ર લસ્ટ હોય છે તો વળી ઘણા પ્રેમમાં માત્ર પ્રેમ જ નહિ પણ એકબીજાની જવાબદારી નિભાવવાની લાગણી પણ હોય છે. પ્રેમમાં અલગ અલગ પડાવ હોય છે. તમારો પ્રેમ મેચ્યોર છે કે પછી ખોખલો તે જરૂરથી જાણવું રહ્યું. એડમ અને એમા કઈ રીતે પ્રેમમાં પડે છે અને તેની પ્રેમની વ્યાખ્યા બદલે છે તે તમે આ મુવીમાં જોઈ શકશો.

૪ અણધાર્યું

ઘણીવાર જીવનમાં એવી ઘટના બની જતી હોય છે કે જેની આપણે ક્યારેય કલ્પના પણ કરી ન હોય. એમાને ક્યારેય એવી કલ્પના ન હતી કે તે એડમના પ્રેમમાં પણ પડી શકે. તમારા જીવનમાં પણ અનેક આવા કિસ્સાઓ બન્યા હશે જેમાં કંઇક અણધાર્યું પણ સારું થતું હોય. તેથી અણધારી ઘટનાથી ડરવાને બદલે તેમાં ખુશ થતા શીખી જાવ.

આ મુવીમાં એડમનું પાત્ર પ્રખ્યાત અભિનેતા એસટીન કોચર અને એમાનું પાત્ર નટાલિયા પોર્ટમેને નિભાવ્યું છે. મુવીને બેથી વધારે એવોર્ડસ પણ મળી ચુક્યા છે. થોડો સમય જીવનના ભારને હળવો કરીને એકવાર આ રોમેન્ટિક મુવી જરૂરથી જોઈ લેવું જોઈએ. જેથી કરીને આવતા વેલેન્ટાઇન વીકમાં તમારા લવ્ડ વન્સને અનેક મસ્ત મજાની સરપ્રાઈઝ આપી શકાય.

આભાર

દર્શાલી સોની