It's complicated

its complicated by darshali soni.jpg

ઈટસ કોમ્પ્લિકેટેડ - ઘણીવાર પણ સારું

કલ્પના કરો કે ૨૦ વર્ષના લગ્નનો અંત આવે અને પતિ-પત્ની છૂટાછેડા લઇ લે. પછી બન્નેના અન્ય લોકો સાથે અફેર પણ ચાલુ થઇ જાય. આમ છતાં થોડા સમય બાદ તે બન્ને છુટા પડેલા લોકો જ એકબીજાના પ્રેમમાં પડે તો કેવું? - છે ને કોમ્પ્લિકેટેડ! હા, બસ કઈંક આવી જ વાર્તા છે આ મૂવીની. ઇટ્સ કોમ્પ્લિકેટેડ મુવી આવેલું તો છે ૨૦૦૯માં પણ થયું ચાલો ઘણા સમયથી મેરિલ સ્ટ્રીપનું એકેય મુવી નથી લીધું. તો આ મુવી ક્લિક થયું.

મૂવીની વાત કરું તો ૨૦૦૯માં આવેલું આ  મુવી ડ્રામા રોમાન્સ અને તોફાનોથી ભરપૂર છે. મૂવીની વાર્તા સરળ છે. ૨૦ વર્ષના લગ્નજીવન બાદ જેક જેન સાથે ચીટિંગ કરે છે અને ૨૦ વર્ષની છોકરી સાથે લગ્ન કરે છે. પણ જેકને ખબર પડે છે કે જેન એક મસ્ત મજાના આર્કિટેક્ટ જોડે અફેરમાં છે. તેથી તેને તેની એક્સ પત્નીની જ ઈર્ષા થવા લાગી. અને નસીબનું કરવું અને તે બન્ને ફરીથી પ્રેમમાં પડે છે. અંતમાં જેક અને જેન ભેગા થાય છે કે નહીં તે માટે તો તમારે મુવી જોવું જ રહ્યું.

તમને એમ થશે કે આ મુવી તો આપણા સમાજના સો કોલ્ડ નિયમોથી વિરુદ્ધ છે આમ છતાં આ મુવી કેમ? તો એટલું જ કહીશ કે દુનિયાના નિયમો માનવીએ જ બનાવેલા છે અને તે નિયમો તોડનાર પણ માનવી જ છે. ઘણીવાર જીવનમાં કઈંક ખોટું જ સાચા રસ્તે લઇ જતું હોય છે. મુવીના પાત્રોમાં આમ તો બે જ મુખ્ય પાત્રો કહી શકાય. જેનનું પાત્ર પ્રખ્યાત અભિનેત્રી મેરિલ સ્ટ્રીપ દ્વારા અભિનીત છે અને જેકનું પાત્ર એલેક બાલ્ડવીન દ્વારા અભિનીત છે.

આવા મુવીમાંથી શું શીખવાનું એવું વિચારશો તો એમ થશે કે આવા મુવીમાંથી શીખાય પણ શું? હકીકત તો એ છે કે આ મુવીમાં ઘણા રીડ બીટવીન ધ લાઇન્સ જેવા સંબંધો અંગેના પાઠો છે. જે તમને જીવનમાં ઘણું શીખવાડી પણ શકે. નક્કી તમારે કરવાનું છે.

અફસોસ

જીવનમાં ઘણીવાર - "યાર આમ કરી નાખ્યું હોત તો?" "યાર એકવાર હજુ ચાન્સ મળી ગયો હોત તો ?" "હજુ એકવાર ચાન્સ આપી દીધો હોત તો" - આવા તો સંબંધો સાથે જોડાયેલા ઘણા અફસોસ થતા હોય છે. ત્યારે આ મુવી તમને એટલું જ શીખવશે કે જીવનમાં ઘણીવાર અફસોસ કરતા જીવનની દરેક ઘટનાઓ અને લાગણીઓને વધાવી લેવી જોઈએ. અફસોસની લાગણી તમને ક્યારેય સુખ આપી શકવાની નથી. તો પછી શા માટે આવી લાગણીનો અનુભવ જ કરવો? જેનને અફસોસ થાય છે કે નહિ તે તો તમારે જાતે જોવા જેવું રહ્યું.

છૂટાછેડા અને સંબંધો

 

આપણા સમાજે આ એક બહુ સારી અને ખરાબ પણ કહી શકાય તેવી અનુકૂળતા આપી છે જેનું નામ છે છુટાછેડા. જે વ્યક્તિ તમારી સાથે લગ્ન કરે અને તેનું જીવન તમને ન્યોછાવર કરે તે જ વ્યક્તિ તમને અચાનક દવલું લાગે અને તમે બન્ને આવા નિર્ણયો પણ આવી જાવ કે જીવનભરનો સાથ જ ના નિભાવો? આ તે કેવું તર્ક? તેની જ સામે જે વ્યક્તિને તમે જીવનભર સાથ દેવાના વચનો આપ્યા તે જ વ્યક્તિનો તમે માત્ર પળોમાં સંબંધ તોડીને અજાણ્યા બની જાવ તે કેવું? - આવા તો અનેક પ્રશ્નો તમારી અંદર પણ હશે જ. બની શકે આ મુવીમાંથી તમને આ જવાબો મળી જાય.

પ્રેમ અને તેની ખોખલી ટાઈમલાઈન

શું પ્રેમની કોઈ ઉંમર હોય છે? એવું નક્કી હોય કે આટલા વર્ષ જ એક વ્યક્તિ સાથે પ્રેમ થયેલો કાયમ રહેશે? કે પછી પ્રેમ તો હંમેશા રહે જ છે? કે પછી પ્રેમના પોતાના જ કોઈ સરનામાં નથી? સત્ય શું છે? શું પ્રેમ ખોખલો છે? શું પ્રેમ તાકતવર છે? - બસ આવી ઘણી વાતો તમને આ મુવીમાંથી શીખવા મળશે અને તમને વિચારતા પણ કરી દેશે.

ઈટ ઇઝ વૉટ ઈટ ઇઝ

ઘણીવાર જીવનમાં બહુ વધુ તર્ક ના લગવાના હોય. ઘણીવાર માત્ર સ્વીકાર ભાવ જ તમને શાંતિ અને ખુશી આપી શકે. જેનને એવો પ્રશ્ન થયો જ હોત કે પ્રેમ કરતા હતા તો શા માટે તે બન્નેના છૂટાછેડા થયા અને શા માટે તે બન્ને ફરીથી પ્રેમમાં પડ્યા. જો કે એ વાત અલગ છે કે જેન અને જેક આ બાબતે વિચારતા નથી. જીવનમાં માત્ર સંબંધોની જ બાબતમાં નહિ પણ અન્ય બાબતોમાં પણ "ઈટ ઇઝ વૉટ ઈટ ઇઝ " જીવનસૂત્ર ઉપયોગી સાબિત થઇ શકે એમ છે.

આ મુવીને ઘણા ગોલ્ડાન ગ્લોબ એવોર્ડ્સ પણ મળેલા છે. મેરિલ સ્ટ્રીપ માટે થઈને અને સંબંધોના તાણાવાણા સમજવા માટે થઈને આ મુવી જોવું જોઈએ.

આભાર

દર્શાલી સોની