Into the Wild

into the wild by darshali soni.jpeg

ઇન ટુ ધ વાઇલ્ડ – ક્રીશની દિલચસ્પ કહાની

ક્રીસ તેનું ભણતર પૂરું કરીને પોતાની બધી જ બચતનો ત્યાગ કરીને દુનિયાની વાઇલ્ડનેસમાં ખોવાઈ જવા નીકળી પડે છે. એડવેન્ચર, એક્સપીરીયન્સ, રીયલાઈઝેશન અને લાગણીઓની એક સરસ મજાનો સુમેળ એટલે ઇન ટુ ધ વાઇલ્ડ. આ મૂવીની વાર્તાની ચર્ચા કરવા કરતા તેમાંથી શીખવાનું શું છે તે જાણીએ તો આપોઆપ મુવી જોવાની ઈચ્છા જાગશે જ. તો શરુ કરીએ વાઇલ્ડ બનવાનું?:

૧ ખુશ થવા માટે ખરેખર માણસોની જરૂર છે?

હમેશા આપણે એ ભ્રમમાં જીવતા હોય કે લોકો વગર ખુશી નકામી છે. પણ એ વાત પણ સમજવા જેવી છે કે તમારી ખુદની અંદર જ એટલી તાકાત રહેલી છે કે તમે ખુશ થઇ શકો અને એકલા પણ જીવન વિતાવી શકો. ક્રિસને આ વાત ખરેખર કેટલી સાચી છે કે નહિ તે અંતમાં સમજાયું.

૨ સિકયુર ફ્યુચર

આપણે કરિયર અને સમાજની હોડમાં એટલા ભાગવા લાગીએ છીએ કે દુનિયા ખરેખર કેટલી સુંદર અને સરળ છે તે જોતા જ નથી. ખરેખર ભવિષ્ય જેવું કઈ હોતું જ નથી. અને સિકયુર ફ્યુચર તો માણસે ઉભો કરેલો ભ્રમ માત્ર છે. સાચી મજા તો વર્તમાનમાં જીવવામાં જ છે.

૩ બી સ્ટ્રોંગ / ફિલ સ્ટ્રોંગ

ઘણીવાર જીવનમાં ખરેખર હિમંતવાન બનવું જ એવું જરૂરી નથી. માત્ર અનુભવવું કે તમે હિંમતવાળા છો તે પણ ઘણીવાર કાફી હોય છે.

૪ માફી અને પ્રેમ

જયારે તમે કોઈને માફ કરી દો ત્યારે જ સાચો પ્રેમ કરી શકો. એકવાર માફ કરી દીધા પછીના પ્રેમનો સ્વાદ જ આહલાદક હોય છે. પ્રયત્ન તો કરી જુઓ.

૫ સમય અને દિવસના બંધનો

બહુ સરખી રીતે સમજો તો સમય અને દિવસના ચોચલા તો માનવે જ બનાવેલા છે. સમય અને દિવસ જાણીને ઉખાડી શું લેશું? જે થવાનું છે તે થશે જ. આથી શા માટે આટલી ઝંઝટોમાં અટવાયે રાખવું?

૬ ખુશી

જીવનમાં બધું જ કરી લીધા પછી પણ જો તમે ખુશ ના હોવ તો એક વાત સમજી લો –

Happiness is only  when its shared”

આભાર

દર્શાલી સોની