Highway

highway by darshali soni.jpg

હાઇવે - હા, આજે કંઈક અલગ

 

આટલા સમયથી હોલીવુડ મુવીઝ પર મુવી ટોક્સ લખી રહી છું. આજે થયું ચાલોને કંઈક અલગ કરીએ. મુવી ટોક્સ જયારે શરુ કર્યા ત્યારે પૂરો આશય અને પ્રયત્ન એવો જ હતો કે હોલીવુડના મુવીઝ અને હિન્દી એન્ડ ગુજરાતી સિવાયની ભાષાઓના મુવીઝ તમારી સમક્ષ રજૂ કરવા. આ વિચારમાં બદલાવ પણ આવી શકે ને, તો આજે થયું કે બૉલીવુડમાં પણ અમુક અફલાતૂન મુવીઝ છે જેને નકારી શકાય તેમ નથી.

 

જીવનમાં ઘણીવાર આસપાસના અનુભવો અથવા તો પોતાના અનુભવો જ ઘણી પ્રેરણા આપતા હોય છે. બસ આવું જ કંઈક થતા ધ લેજન્ડ ઈમ્તિયાઝ અલીના હાઇવે મુવી પર લખવાનું મન થઇ ગયું. આ મુવી તમે તો સો ટકા જોયું જ હશે, અને મુવી ન જોયું હોય તો તેના ઉત્તમ ગીતો તો સાંભળ્યા જ હશે, તે પછી “પટાકા ગુડી” હોય કે પછી આલિયાનું સુંદર લિરિક્સ વાળું ગીત “માહી વે” હોય.

 

મુવી વિશે  થોડી વાત કરું તો આ કોઈ અભી હાલ આવેલું નવું જ મુવી નથી. 2014માં આવેલું આ મુવી અનેક જીવનના અમૂલ્ય પાઠો તમને શીખવી જશે. આ મુવીને 6 થી વધુ એવોર્ડ્સ મળ્યા છે અને 16 થી વધુ વખત નોમિનેટ પણ થયું છે. મુવીના પાત્રોની વાત કરું તો મુખ્ય  પાત્ર આમ તો 2 જ કહી શકાય - આલિયા ભટ્ટ અને રણદીપ હુડા.

 

મૂવીની વાર્તા આમ તો બહુ સરળ છે અને આમ સાવ અલગ. એક ટ્રક ચલાવનાર વ્યક્તિ એક મોટા ઘરની છોકરીને કિડનેપ કરી લે. ચુલબુલી છોકરીનું નામ છે વીરા ત્રિપાઠી. મહાવીર નામનો ટ્રક ચલાવનાર અને વીરા ક્યારે પ્રેમમાં પડી જાય છે તેની ખબર જ નહીં પડતી.

 

જો કે તમને આ મુવીમાં વીરાનો ખરાબ ભૂતકાળ  પણ  જોવા મળશે અને સાથોસાથ તેનું બાળપણ અને કદાચ તે જ બાળપણના પ્રેમમાં મહાવીર પડે છે.

 

તો ચાલો જાણીએ ઈમ્તિયાઝ અલીની ઉત્તમ કરામત હાઇવે આપણને શું શીખવાડે છે:

 

 

1 અણધાર્યું એડવેન્ચર

 

જીવનમાં જો બધું આયોજન મુજબ જ થતું હોય તો કદાચ જીવનની જે મજા લેવાની હોય અથવા તો જીવનના જે સૌથી વધુ મહત્વના પાઠ સમજવાના હોય તે સમજી જ શકાતા નથી. વીરા જો ક્યારેય કિડનેપ જ થઇ ન હોત તો કદાચ તેને પોતાના મહેલી દુનિયાની બહાર પણ એક અલગ દુનિયા છે તે ક્યારેય ખ્યાલ જ ન આવ્યો હોત. તમે પણ હવેથી જીવનમાં આવતા અણધાર્યા પડાવોને આવકારતા થઇ જાવ.

 

2 જીવનનો અર્થ

 

બધા લોકોને જીવનના એક મુકામ પર તો એવો પ્રશ્ન થતો જ હોય છે કે - જીવનનો ખરો અર્થ શું છે? આ બધી જીવનની જફાનો ખરો મતલબ શું?  - ઘણીવાર જીવનનો મર્મ કોઈ મોટા પુસ્તકોમાં નહીં હોતો. ઘણીવાર જીવનના નાનામાં નાના અનુભવો પણ જીવનમાં ઘણું શીખવાડી જતા હોય છે.

 

 આ મુવી વિશે વધુ શું શીખવાનું તે હું તમને શેર કરું તેના કરતા તમે આ મુવીને જોવાને બદલે અનુભવો - તેવું હું ઈચ્છીશ કેમ કે ઘણા મુવીઝ વાંચવાને બદલે જીવવાના હોય છે. હાઈવે મુવીના ગીતો તમારા પ્લેલિસ્ટમાં એડ કરવાનું ન ચૂકતા.

 

Thank you

Darshali Soni