એડી ધ ઈગલ – એક સ્કી જમ્પરની સફળ યાત્રા
દરેક માણસનું હંમેશા એક સપનું હોય છે. તે કરિયર પણ હોઈ શકે, કોઈ કુટુંબ માટેનું સપનું, પ્રેમ – જીવનસાથી માટેનું સપનું – કોઈપણ નાના સપનાથી માંડીને મોટા સપના દરેક લોકોના હોય છે.
આજે આપણે એક એવા જ વ્યક્તિની સ્વપ્નકથા અને તેની સફળતા વિષે જાણીશું:
તો વાર્તા શરુ થાય છે ૧૯૮૮થી. એક ચશ્માંધારી છોકરો – આંખોમાં ખુબ મોટા જ સપનાઓ લઈને તે જીવનમાં કંઈક અલગ જ કરવાનો નિર્ણય લે છે. તેનું સપનું હતું – બ્રિટનના ઓલમ્પિકસમાં ભાગ લેવો અને વિજેતા બનવું.
પણ વાર્તાનો આ ચશ્માંધારી છોકરો છે કોણ? તેનું નામ છે – એડી એડવર્ડસ. હા, આ મુવી સત્યઘટના પર આધારિત છે. તો ચાલો મારી જોડે તમે પણ એડીની સ્વપ્નયાત્રામાં જોડાઈ જાવ.
એડીને નાનપણથી ઓલમ્પિકસની દરેક રમતો રમવાનો શોખ હતો. તેને તેમાં જીતવું હતું. તેણે તેના બાળપણ અને કિશોરાવસ્થામાં ઓલમ્પિકસની દરેક રમતો શીખી લીધી. પણ તેને સૌથી વધારે ગમી એ રમત હતી – સ્કી જમ્પિંગ.
તે ખરેખર વિજેતા બન્યા તે પહેલા ઘણી અડચણો આવી. પોતાની નબળાઈઓની સાથોસાથ લોકોની ઈર્ષા અને લોકોના અપૂરતા સહકારે પણ તેમાં મોટો ભાગ ભજવ્યો. પણ અંતમાં એડી ઓલમ્પિક જીતે જ છે. સાથોસાથ તેનું નામ “એડી ધ ઈગલ” રાખી દેવામાં આવે છે. એક ગરુડની જેમ ઉડવું એ જ તો હતું એડીનું સપનું.
તો આ સ્વપ્નકથામાંથી શું શીખી શકાય તેવું છે તે ચાલો જાણીએ:
૧ સમર્પણ
તમારા સપના અને ધ્યેય પ્રત્યે કોઈપણ જાતની શંકા વગર પુરેપુરા સમર્પિત થશો તો ચોક્કસ આજે નહિ તો કાલે સફળતા મળશે જ. જીવનના દરેક પાસામાં સમર્પણ ભાવના ઉપયોગી બને છે. એડીનું પણ તેના સ્વપ્ન પ્રત્યેનું સમર્પણ અદભુત હતું.
૨ સાચા ગુરુની શોધ
કંઈપણ જીવનમાં મેળવવું હોય તો તેના માટે હંમેશા સાચા માર્ગદર્શનની જરૂર પડે છે. જો તે સાચા ગુરુ પાસેથી સાચી દિશામાં મળે તો ચોક્કસ સફળતા મળે. એડીએ પણ સાચા ગુરુ શોધ્યા. ગુરુનું પાત્ર “ X – MAN” મુવીના અભિનેતા હ્યુજ જેકમેનએ નિભાવ્યું છે.
૩ લોકો તમને પાડવાનો પ્રયત્ન કરશે
ઈર્ષા, અડચણો અને ખોટા લોકો આ બધા જ તમને આગળ વધતા અટકાવશે. તેને તમારા પર હાવી ન થવા દો. આગળ વધતા જ રહો. એડી પણ આવા લોકોથી નાસીપાસ નથી થતા.
૪ કુટુંબ
જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે લોકોના સાથની જરૂર પડે છે. તેમાંથી કુટુંબ હંમેશા આપણી સાથે રહે છે. આથી સપનોની નગરીમાં એટલા પણ ખોવાઈ ન જતા કે કુટુંબ ભૂલી જાવ. એડીના માતા પિતાએ તેને હંમેશા સહકાર આપ્યો હતો.
૫ સાચા સમયની રાહ
દરેક કામનો સફળતાનો સાચો સમય હોય છે. વધારે પડતી ઉતાવળ તમારા માટે નુકશાનકારક હોઈ શકે છે.
હવે એડીની સ્વપ્ન નગરીમાંથી બહાર નીકળી તમારી સ્વપ્ન નગરીમાં જાવ અને આજથી જ તેને સાકાર બનાવવા લાગો.
આભાર
દર્શાલી સોની