ક્રેઝી સ્ટુપીડ લવ – એક રોમાંચક કહાની
પ્રેમ ખુબ જ સુંદર લાગણી છે. તેમાં પણ જો રાયન ગોસ્લીંગ જેવા અભિનેતા આ લાગણીને સમજાવે તો મજા જ કંઇક ઓર છે. આ મુવીમાં ત્રણ પ્રેમકથા છે. ત્રણેય પ્રેમકથાઓ એક અલગ જ નજરીયો શીખવાડે છે.
૧ ક્રેઝી લવ
પ્રેમમાં તર્કને સ્થાન ન હોવું જોઈએ. જો તર્ક આવે તો બિચારા પ્રેમની હાલત બહુ જ ખરાબ થઇ જાય. પ્રેમમાં પાગલપન એક અલગ જ ચાર્મ લાવી દેછે. જો તમે પણ કોઈના પ્રેમમાં હો તો બધા જ તર્કને એક તરફ મૂકી દો. માત્ર પ્રેમ. આ મુવીમાં પ્રેમ માટેની કોઈ ઉંમર કે મર્યાદા ખરેખર હોય કે નહિ તે પણ શીખશો.
2 સ્ટુપીડ લવ
જીવનના હર એક પહેલુંમાં તમે જેટલા વધુ મુર્ખ બનશો તેટલી જ જીવન જીવવાની વધુ મજા આવશે. હોશિયાર અને ચાલાક બનીને તો જિંદગીનું એક પાસું જીતી શકાય. પણ મુર્ખ બનીને તો આખું જીવન જીતી શકાય.
૩ એક્સપ્રેસ
પ્રેમ હોવો, ન હોવો – આ લાગણીને પ્રેમ કહેવાય તેવી સમજ પણ ન હોવી – ગમે તે હોય પણ જો જીવનમાં તમારી લાગણીઓ એક્સપ્રેસ નહિ કરો તો હંમેશા માટે અફસોસ રહી જશે. મર્લિનના કહેવા મુજબ “Regrets are for fools”. આથી એક્સપ્રેસ કરો. ફાયદો થાય કે નહિ એ તો ખબર નથી પણ નુકસાની તો નહિ જ થાય.
પ્રેમ વિષે તો બહુ બધું લખાયું છે, હાલમાં લખાય પણ છે અને લખાતું જ રહેવાનું છે. પણ આ બધાથી પ્રભાવિત ન થાવ. પ્રેમ માટેની તમારી પોતાની જ એક અલગ દુનિયા બનાવો. તેમાં જ સાચી મજા આવશે. તમારી પ્રેમની દુનિયામાં તમારું સ્વાગત છે. ઓલ ધ બેસ્ટ.
આભાર
દર્શાલી સોની