છોકરો – છોકરી એકબીજા પ્રેમમાં પડે તેવા તો તમે અનેક મુવીઝ જોયા હશે. તે બંને વચ્ચે બ્રેકઅપ થઇ જાય, તે બંનેમાંથી કોઈ એક મરી જાય, અથવા તો લવ ટ્રાયેન્ગલ થાય તેવા મુવીઝ પણ જોયા હશે. આવા મુવીઝમાં તમને ખબર પડી જતી હોય કે આગળ શું થવાનું છે. પણ હવે કલ્પના કરો કે એક એવું મુવી જેમાં એક છોકરો એક પાગલ છોકરીના પ્રેમમાં પડી જાય તો કેવું?
આવું જ એક મુવી ૨૦૨૧માં “ક્રેઝી અબાઉટ હર” આવ્યું. કાર્લા નામની એક યુવા સ્ત્રી આદ્રીને એક પબમાં મળે છે – બંને સાથે મસ્ત સમય વિતાવે છે, સેક્સ કરે છે અને એક જ રાતમાં કાર્લા આદ્રીના જીવનમાંથી ગાયબ થઇ જાય છે. આ કોઈ નક્કી કરેલી ડેટ નહોતી, કે પહેલેથી એકબીજાને ઓળખતા હોય તેવી પ્રેમકથા પણ નહોતી. બસ અચાનક જ આદ્રીને કાર્લા મળી જાય છે અને આદ્રી કાર્લાના પ્રેમમાં પડી જાય છે. કાર્લા તો રાત્રે જ તેના જીવનમાંથી ગાયબ થઇ જાય છે. આદ્રીને ખાલી એટલી જ ખબર હોય છે કે તેનું નામ કાર્લા છે.
તેની સાથે વિતાવેલા થોડા સમયમાં પણ આદ્રી કાર્લાના પ્રેમમાં પડી ગયો હોય છે. તે એક એજન્સીમાં લેખક તરીકે કામ કરતો હોય છે. જેમાં તેણે વેબસાઈટ પર વધુ ક્લિક્સ મળે તે પ્રકારના લેખ લખવાના હોય છે. તે રાત- દિવસ કાર્લા વિશે જ વિચારવા લાગે છે અને તેના પ્રેમમાં પડી જાય છે. આદ્રીના મિત્રો કાર્લાનું એડ્રેસ શોધવામાં તેને મદદ કરે છે. અને આદ્રીને ખબર પડે છે કે કાર્લા તો એક પ્રાઈવેટ મેન્ટલ ઇન્સ્ટીટયુટમાં રહે છે. માનસિક રીતે બીમાર લોકો જે જગ્યાએ રહે છે તેવા લોકો. આદ્રી તેને મળવા માંગતો હોય છે. પણ તે અંદર નથી જઈ શકતો. તેથી આદ્રી એક ખોટું ડોક્યુમેન્ટ બનાવડાવીને પોતે માનસિક રીતે બીમાર છે અને તેને ડિપ્રેશન છે એવો કાગળ દેખાડીને તે જ ઇન્સ્ટીટયુટમાં દર્દી તરીકે જાય છે.
તે ત્યાં જઈને કાર્લાને મળે છે. પણ કાર્લા તો તેના પ્રેમને નકારી દે છે. તેમજ આદ્રી ત્યાં ફસાઈ જાય છે. કારણ કે તે ઇન્સ્ટીટયુટની અંદર ફસાઈ જાય છે. કારણ કે ત્યાંના હેડને જ્યાં સુધી એવું ન લાગે કે તે માનસિક રીતે સાજો થઇ ગયો ત્યાં સુધી તેને ત્યાંથી જવા ન મળે. આદ્રી કાર્લા માટે ત્યાં આવ્યો હતો. હવે તેની પાસે ત્યાં રહેવાનો કોઈ પર્પઝ નથી. પણ તેનો રૂમમેટ, તે ઇન્સ્ટીટયુટમાં રહેતા બીજા લોકો સાથે આદ્રી ધીમે ધીમે મિત્રતા કેળવી લે છે. એક વ્યક્તિને તે પ્રેમનો ઇઝહાર કરવામાં મદદ કરે છે તો બીજા વ્યક્તિને ગુસ્સો શાંત કરવામાં મદદરૂપ થાય છે. ક્લાસિક હિરોની જેમ તે બધા જ દર્દીઓને ઈમ્પ્રેસ કરી દે છે. અને ધીમે ધીમે કાર્લા પણ તેનાથી ઈમ્પ્રેસ થવા લાગે છે અને તેના પ્રેમમાં પડી જાય છે.
બસ પછી તો એક પાગલખાનામાં આદ્રી અને કાર્લા એકબીજાના પ્રેમમાં હોય છે. પણ મુશ્કેલીઓ વગરનો પ્રેમ તો કહેવાય જ કેમ? તેથી આદ્રીને પણ ત્યાંથી બહાર નીકળવાની તક મળે છે, કાર્લા સાથે ઝગડો થાય છે, આદ્રી એક લેખ લખે છે જે મેન્ટલ ઇન્સ્ટીટયુટ પર હોય છે – તેથી ત્યાંના લોકો આદ્રીને નફરત કરવા લાગે છે. અને ત્યાના હેડ પણ આદ્રીને જવા દે છે. અહીંથી ખરી લવ સ્ટોરી શરુ થાય છે. હવે કાર્લાને આદ્રી વગર નથી ગમતું અને તેણી તેને મિસ કરવા લાગે છે. શું આદ્રી અને કાર્લાની લવ સ્ટોરીમાં હેપી એન્ડીંગ થાય છે? શું થોડીવારનું પાગલપન જોઇને કાર્લાના પ્રેમમાં પડી જનાર આદ્રી – કાર્લાના જીવનભરના પાગલપનને જીવવા માટે રાજી થાય છે? તેના માટે તો તમારે આ મુવી જ જોવું રહ્યું.
કાર્લાને તમે પૂરી રીતે પાગલ ન કહી શકો. તેને એક એવો રોગ હતો જેમાં તેણી ક્યારેક ખૂબ ખુશ હોય તો વિચાર્યા વગરના એક્શન લઇ લે જેમ એક આદ્રી સાથે પાગલખાનામાંથી નીકળીને એક રાત વિતાવી તો વળી જયારે દુઃખી હોય ત્યારે મરવાના પ્રયત્નો કરે. પણ મુવીમાં સૌથી મોટી વાત એ શીખવવામાં આવી કે “મેન્ટલ લોકોને એવું સમજાવવાની કોશિશ ન કરો કે તેઓ મેન્ટલ નથી. તેને બદલે તેઓને જેવા છે તેવા સ્વીકારો, અને પ્રેમ કરો.
એક રોમેન્ટિક કોમેડી મુવી જોવું હોય છે કાર્લા અને આદ્રીનો સ્વીટ લવ જોવો હોય તો આ મુવી જરૂરથી જોવું જોઈએ.