Collateral beauty

colletral beauty by darshali soni.jpg

સમય, પ્રેમ અને મૃત્યુ એક સુંદર મજાની હકીકત કોલેટરલ બ્યુટી

વિલ સ્મિથનું આ મુવી તમને સમય, પ્રેમ અને મૃત્યુ આ ત્રણ માટેનો  તમારો નજરીયો જ બદલી દેશે. આ મુવીમાં એક સફળ એડ એજન્સી ચલાવતા હાવર્ડની ૬ વર્ષની દીકરીનું મૃત્યુ થાય છે. એક ઊંડી ઉદાસીમાં ધકાયેલા બાદ તે સમય, પ્રેમ અને મૃત્યુ આ ત્રણને પત્રો લખવાનું શરુ કરે છે. પોતાના ધંધામાંથી દુર થઇ જાય છે. તેની પત્નીથી પણ જુદા પડી જાય છે. ત્યારબાદ મુવીમાં કઈ રીતે આ સમય, પ્રેમ અને મૃત્યુ તેની સામે એક વ્યક્તિ સ્વરૂપે આવે છે અને તેને સત્ય સમજાવે છે તેની કથા એટલે કોલેટરલ બ્યુટી.

૧ સમય.

લોકો કહે છે કે સમય બહુ ક્રૂર છે. કોઈ કહે છે કે સમય જ બધાં દર્દનો ઈલાજ છે. કોઈ કહે છે કે સમય થકી જ બધું છે. શું ખરેખર સમયનું જીવનમાં મહત્વ છે? શું ખરેખર સમય તમારા દર્દને દુર કરી શકશે? આવા તો અનેક પ્રશ્નોનો જવાબ તમને આ મુવીમાંથી મળશે.

૨ પ્રેમ

પ્રેમને નકારી ન જ શકાય. પ્રેમને જીતી પણ ન શકાય. પ્રેમ પર વધુ લખવા અને વાંચવા કરતાં તેને અનુભવવામાં જ સાચી મજા છે. શું પ્રેમનો મતલબ આપણે બહુ સીમિત બનાવી લીધો છે? શું દર્દની અંદર પણ પ્રેમ છે? શું પ્રેમથી બધું જ વિનાશ થયેલું સર્જિત થઇ શકે? આવા પ્રશ્નોનો જવાબ એટલે કોલેટરલ બ્યુટી.

૩ મૃત્યુ

સનાતન સત્ય હોવાં છતાં કેમ તેને સ્વીકારી નથી શકાતું? શા માટે તેનો ડર છે? શા માટે તે હકીકતથી ભાગવા હવાતિયા મારવામાં આવે છે?

આ બધાનો જવાબ અને તેની સાથે અમુક નવા જ પ્રશ્નો તમારી અંદર જગાવી દે એ મુવી એટલે કોલેટરલ બ્યુટી....શું નુકસાનીમાં અને દર્દમાં પણ સુંદરતા તમે જોઈ શકો છો? પ્રય્તન કરી જુઓ. ઓલ ધ બેસ્ટ.

આભાર

દર્શાલી સોની