Burnt

BURNT by darshali soni.jpg

Burnt – એક શેફની કહાની

બ્રેડલી કુપર દ્વારા નિભાવેલ શેફનું વ્યક્તિત્વ અને જીવન અંગેના અનેક પાસાઓ ખુબ જ નિરાળી રીતે સમજાવી જતું મુવી એટલે burnt. આ મુવીમાં શેફના કરિયરમાં આવતા ચડાવ ઉતાર અને સંબંધોના તાણા – વાણાની વાત ખુબ જ સરસ રીતે વર્ણવેલ છે. આ મુવીનું સંગીત પણ તમને એક અદ્ભુત અનુભવ આપશે.

તો ચાલો જાણીએ આ શેફ જીવનની કઈ રેસીપી શીખવાડે છે:

૧ Life goes on

જીવન ગમે તેવી ખુશી કે દુખ આપે , ગમે તેટલી યાદો આપે, માણસો આપે, માણસો ગુમાવવા પડે – પણ આ બધી રોલર કોસ્ટર રાઈડ ચાલુ હોવા છતાં – મારા ગુરુ કહે છે તેમ – Life is beautiful. સમય કોઈના માટે અટકતો નથી અને ક્યારેય અટકવાનો નથી. આ શેફ પણ સમય સાથે ચાલવાનો પ્રયત્ન તો કરે જ છે જ.

૨ પ્રાયશ્ચિત

જીવનમાં સપના પુરા કરવાની ચાહનામાં ઘણીવાર ઘણા કહેવાતા “પાપો” થઇ જાય છે. તેનું પ્રાયશ્ચિત તમે ઈચ્છો કે ના ઈચ્છો કરવું તો પડે જ છે. અને પ્રાયશ્ચિતનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના પછીનું જીવન ખરેખર સુંદર હોય છે. શેફના જીવનમાં પણ આવો જ કંઇક અનેરો સમય પણ આવે છે.

૩ દાઝી ગયા બાદનું જીવન

એકવાર જીવનમાં બધું જ વિનાશ થઇ ગયા બાદ સર્જન કરવાની કંઇક મજા જ અલગ છે. પણ હા તેના માટે વિનાશ કરવાની અથવા તો વિનાશ થતો હોય તો તેને સહન કરવાની શક્તિ હોવી જરૂરી છે. શેફમાં એ ગુણ હોવાથી જ તે સફળ બની શક્યા.

૪ વધુમાં વધુ શું થશે?

જીવનના કોઈપણ તબ્બકામાં ડર આપણને પાછળ લાવી દે છે. ત્યારે તમારી જાતને આ સવાલ પૂછો-“વધુમાં વધુ શું થશે?” તેનો જવાબ જ બધું સમજાવી દેશે.

ટૂંકમાં આ મુવી તમને એક રોક બોટમ ફેઝમાંથી કઈ રીતે ઉપર આવીને જંગ જીતવી તે શીખવાડી જ દેશે. ઓલ ધ બેસ્ટ.

આભાર

દર્શાલી સોની.