Believe Me

believe me movie talk.jpg

લિઝાએ જીવનના સૌથી ખરાબ અનુભવ પછી શું કર્યું?

કલ્પના કરો.કે ૧૭ વર્ષની છોકરી પર બળાત્કાર થાય છે.છોકરી પોલીસ પાસે જઈને.બધી જ માહિતી આપે છે. આમ છતાં કોઈને તેના પર વિશ્વાસ નથી આવતો.તે છોકરીની.સૂઝ બૂઝને ખોટી રીતે સમજી લેવામાં આવે છે. માત્ર એક જ ડિટેકટીવ તે છોકરીની વાત પર વિશ્વાસ કરે છે. તેમજ ગુનેગારને પકડે છે.૧૭ વર્ષની છોકરીનો બળાત્કાર કરનાર વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેણે અનેક.સ્ત્રીઓનું જીવન બગાડેલું છે.અનેક સ્ત્રીઓની હત્યા કરેલી છે.

લિઝા નામની આ ૧૭ વર્ષની છોકરી એક એવી બહાદુર.સ્ત્રી બને છે કે જે.આવા સિરીયલ કિલર પાસેથી.છટકી શકે છે અને મૃત્યુ પણ નથી પામતી.

૨૦૧૮માં આવેલું “બિલીવ મી”  મૂવી સત્યઘટના પર આધારિત છે. જેમાં લિઝા નામની છોકરી સાથે જે ઘટના.ઘટે છે.તે દર્શાવવામાં આવી છે અને કઈ રીતે ગુનેગારને પકડવામાં આવે છે? કઈ રીતે લિઝા પર લોકો વિશ્વાસ કરવાનું શરૂ કરે છે અને લિઝાને ન્યાય મળે છે તેની વાત આ મૂવીમાં છે. લિઝાની વાત કરીએ તો તે એક એવા ઘરમાં રહેતી હોય છે કે જ્યાં તેનો પિતા જ તેનો બળાત્કારી હોય છે.પણ તેની મજબૂરીના કારણે તે ઘરમાંથી નીકળી શકતી નથી

નાની ઉંમરે નોકરી કરવી એ તો વિદેશમાં.બહુ સામાન્ય વાત છે. તેમાં પણ જો શહેરમાં આવા સીરિયલ કિલર રહેતા હોય ત્યારે એક કિશોરાવસ્થાનું  જીવન જીવવું અઘરું બની જતું હોય છે.લિઝાને સીરિયલ કિલર કિડનેપ કરી લે છે.થોડા દિવસ સુધી તેની પાસે રાખે છે અને તેના પર વારંવાર બળાત્કાર કરે છે. અન્ય સ્ત્રીઓની જેમ લિઝા હાર નથી માનતી અને મૃત્યુને પણ નથી ભેટતી.લિઝા સિરીયલ કિલર સાથે.ચતુરાઈથી વર્તન કરે છે.તે આવા વ્યક્તિને પણ પ્રેમથી સમજવાની કોશિશ કરે છે.અને તેને લાગણીના વમળમાં ફસાવવાની કોશિશ કરે છે.

એક સમય એવો આવે છે કે તે સીરિયલ કિલર લિઝાને રસ્તા પર આંખો પર પાટા બાંધીને છોડી દે છે. લિઝા જ્યારે પોલીસ પાસે જાય છે અને દરેક વાત -  તેને કેવા ઘરમાં બાંધવામાં આવી હતી, તે વ્યક્તિનો ચહેરો કેવો હતો, તેનો સ્વભાવ કેવો હતો, કેવી રીતે લિઝા સાથે વર્તન કરતો હતો. આ બધી જ માહિતી જ્યારે પોલીસને આપે છે ત્યારે પોલીસને વિશ્વાસ નથી આવતો. તેને એવું લાગે છે કે આટલા ખરાબ અનુભવ બાદ તે છોકરીને આટલી બધી માહિતી કઇ રીતે યાદ રહી શકે?

આમ છતાં લિઝા હાર નથી માનતી. તેને કેવા અપાર્ટમેન્ટમાં રાખવામાં આવી હતી, તે અપાર્ટમેન્ટ સુધી પહોચવા માટે તે કેટલા રસ્તા પરથી પસાર થઇ હતી, તેની આંખો પર પાટો બાંધ્યો હોવા છતાં તેણે શક્ય હોય તેટલી બધી જ માહિતી યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. કેટલા પગથીયા ચઢી હતી તે પણ. સામાન્ય માણસ જ્યારે આવા કોઈ આઘાતમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે તેનું મન એટલું સચોટ રીતે કામ કરી શકતું નથી. 

આ માનસિકતા ધ્યાનમાં રાખીને જ પોલીસની ટીમ લિઝા પર વિશ્વાસ કરતી નહોતી.સાથોસાથ ટીમ શહેરમાં આવેલા સીરિયલ કિલરને પણ શોધી રહી હતી. લિઝાએ આપેલ માહિતી અને તે લોકો જે કેસ પર કામ કરતા હતા તે સીરિયલ કિલર વિશેની માહિતી.બંધ બેસવા લાગી.લોકોને લિઝા પર વિશ્વાસ થવા લાગ્યો અને લોકોએ તેની સાથે કામ ચાલુ કર્યું અને એક સમય એવો આવ્યો કે ગુનેગાર પકડાઈ ગયો. 

તમને જાણીને નવાઈ થશે કે કેટલાક વર્ષો પહેલા ઘટેલી આ ઘટના માટે ગુનેગારને.મોતની સજા ૨૦૧૯માં મળી.આવું શા માટે થયું? તે તો સરકારને ખબર. હા, પણ એટલું જરૂરથી કહી શકાય કે લિઝાએ પોતાના જીવનના સૌથી ખરાબ અનુભવને તેના પર હાવી થવા ન દીધો. તેને બદલે તેણીએ ન્યાય મેળવવામાં પોતાની જાતને અને અન્ય સ્ત્રીઓને બચાવવામાં મદદ કરી. તે પોતે પણ મોટી થઈને એક પોલીસ જ બની. તેની પોતાની પણ બે દીકરીઓ છે અને તે આજની તારીખમાં પણ.દેશની સ્ત્રીઓને રક્ષણ આપવા માટે કામ કરી રહી છે.

જ્યારે કોઈ સત્ય ઘટના પર આધારિત મૂવી જુઓ ત્યારે તમને એ વાતનો વિશ્વાસ આવે છે કે દુનિયા એટલી પણ ખરાબ નથી. જો તમારામાં હિંમત હોય અને તમે તમારી જાત માટે અને લોકોને મદદ કરવા માટે તૈયાર હોય તો તમે ધારો તે કરી શકો.