American Hustle

american hustle by darshali soni.jpg

દરેક વ્યક્તિ દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવે છે. કોઈ નોકરી કરે છે. કોઈ ધંધો કરે છે. કોઈ પોતાની આવડત થકી સર્વિસ આપે છે. કોઈ પોતાના અસ્તિત્વની જવાબદારી બીજા પર થોપી દે છે. તો વળી કોઈ પોતાની બુદ્ધિ અને ચાતુર્ય થકી બીજા લોકો પાસે કામ કરાવે છે અને બીજા લોકો પાસેથી પૈસા પણ કઢાવે છે.

જો તમે હોલીવુડ મુવીઝ જોવાના શોખીન હશો તો તમે કોન મેન વિશે જાણતા જ હશો. એક એવો વ્યક્તિ કે જે દુનિયાના કોઇપણ વ્યક્તિને પોતાની બુદ્ધિ અને વાકચાતુર્ય થકી છેતરી શકે. આજે એક એવી જ કોન મેન ગેંગની વાત કરવી છે. અમેરિકન હસલ ૨૦૧૩માં હોલીવુડના ઉત્તમ અભિનેતાઓને લઈને અમુક સત્ય ઘટનાઓને ધ્યાનમાં લઈને બનાવામાં આવેલું મુવી છે. આ મુવી ૧૦ વાર ઓસ્કાર માટે નોમીનેટ થઇ ચુક્યું છે.

મૂવીનું મુખ્ય પાત્ર ઇર્વિંગ રોઝનફિલ્ડ – જે લોકોને લોન આપવામાં મદદ કરે અને ચોરેલા આર્ટ પીસ વેચીને નાણા કમાય અને પોતાની ક્લોથ વોશિંગની અનેક દુકાનો પણ સંભાળે. તેણે નાનપણમાં તેના પપ્પાના કાચના ગ્લાસના ધંધામાં અન્યાય થતો જોયો. તે પોતે અલગ માટીનો બનેલો હતો. તેથી તેણે કોન મેન બનવાનો રસ્તો અપનાવ્યો. તેણે પોતાની જાતને દુનિયામાં ટકાવી રાખવા માટે તેના પપ્પા કરતા અલગ રસ્તો અપનાવ્યો. ઇર્વિંગનું પાત્ર પ્રખ્યાત અભિનેતા ક્રિશ્ચિયન બેલ દ્વારા અભિનીત છે.

ઇર્વિંગના જીવનમાં તેની પત્ની રોઝલીન અને તેનો દીકરો ડેની તો હોય જ છે. આમ છતાં તે પ્રેમમાં પડે છેસિડની પ્રોસરના. જે નોકરી કરતી હતી એક સ્ટ્રીપ ડાન્સર તરીકે. પછી પોતાનું નસીબ જાતે બનાવવા માટે શહેરમાં આવે છે અને ધીમે ધીમે કોસ્મોપોલીટન જેવી સારી કંપનીમાં નોકરી કરવા લાગે છે. એક પાર્ટીમાં ઇર્વિંગ અને સિડની મળે છે. બંનેને પ્રેમ થઇ જાય છે. સિડની ઇર્વિંગને સાથ આપે છે કોન કરવામાં. તેઓ એક લોકોને પાચ હાજર ડોલરના ચેકના બદલામાં લોન અપાવી દેવાના વાયદાઓ કરે છે. દરેક વ્યક્તિનો એક દિવસ આવે છે. એ જ રીતે એકવાર તેઓની ઓફીસમાં એફબીઆઈની રેડ પડે છે. એફબીઆઈ એજન્ટ રીચી કે જે બ્રેડલી કુપર દ્વારા અભિનીત છે.  રીચી ઇર્વિંગ અને સિડનીને પોતાની ટીમના લઈને સ્ટીંગ ઓપરેશન કરવાનું કહે છે. રીચી મોટા મોટા માફિયાઓ અને રાજનેતાઓને ખુલ્લા પાડવા માંગતા હોય છે. જેમાં ઇર્વિંગ અને સિડનીની આવડત કામમાં આવી શકે તેમ છે.

તેઓનો સૌથી પહેલો ટાર્ગેટ છે – એક સફળ રાજનેતા કારમાઈન – કે જે દેશ માટે સારું કામ કરવા ઈચ્છે છે, લોકો માટે નોકરીઓ ઉભી કરવા ઈચ્છે છે. તેની ઇર્વિંગ સાથે ગાઢ મિત્રતા થઇ જાય છે. રીચીને એવું લાગે છે કે કારમાઈન પણ બાકી બધા નેતાઓ જેવો ભ્રષ્ટાચારી જ છે. હકીકતમાં એવું હોતું નથી. અને કારમાઈન આ કોનની જાળમાં ફસાઈ જાય છે. જો કે મુવીના અંતમાં કઈ રીતે ઇર્વિંગ અને સિડની રીચી જેવા એફબીઆઈ એજન્ટના નાક નીચે પણ કોન કરી નાખે છે તે જોવાની મજા આવશે. આ મુવીમાં સૌથી મહત્વની વાત સમજવાની છે – ધ આર્ટ ઓફ સર્વાઇવલ કે જેના પર મુવીનું મુખ્ય પાત્ર ઇર્વિંગ પહેલેથી જ ભાર મૂકે છે.

૧ ધ આર્ટ ઓફ સર્વાઈવલ

 દરેક વ્યક્તિ મથી રહ્યું છે. કોઈ વ્યક્તિ બીજા પર નાખી દે છે. અથવા તો કોઈ વ્યક્તિ પોતાની બુદ્ધિ થકી બીજા પાસે કામ કરાવે છે. સર્વાઈવ માટેની તમારી પસંદગી ખોટી હોય તમને ખબર હોય આમ છતાં તમે તે કામ કરતા હો એવું પણ બની શકે. સિડનીને ખબર હતી કે તેણી સ્ટ્રીપર ડાન્સર તરીકે નોકરી કરતી હતી તે તેની ખોટી અને મજબૂરીની પસંદગી હતી. પછી તે પોતાના સર્વાઈવલની રીત બદલાવે છે. ઇર્વિંગ પણ પોતાની આવડત મુજબ દુનિયામાંથી નાણા કમાઈ જાણે છે. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા અને બુદ્ધિ મુજબ અલગ અલગ રીતે જીવન વિતાવતા હોય છે. તમે કેવી રીતે જીવવા માંગો છો?

૨ જાત છેતરામણી

ઇર્વિંગ હંમેશા કહે છે લોકો આમ તો તે અત્યારસુધી લોકોને છેતરતો આવ્યો છે. જો કે મોટાભાગના લોકો એવું કરતા જ હોય છે. જો કે ઘણા લોકો એવા પણ હોય છે કે જે પોતાની જાતને જ છેતરે રાખે છે. ઘણીવાર તો એટલા લાંબા સમય સુધી પોતાની જાતને છેતરે છે કે તે આ છેતરામણીને જ સત્ય માની બેસે છે. શું તમે તમારી જાતને છેતરી રહ્યા છો?

બધા જ ઉત્તમ અભિનેતાઓ આ મુવીમાં છે – મુવીના ટ્વીસ્ટ જોવામાં પણ તમને મજા આવશે. એક ઝલક રોબર્ટ દ નીરોની પણ આવશે. એકવાર આ મુવી જરૂરથી જોવું જોઈએ.