હાર માનવી જ શા માટે?

હાર માનવી જ શા માટે?

મિડલ ક્લાસ લોકો પોતાને અનુકુળ હોય તેવી પરિસ્થિતિમાં જ કામ કરે છે. અપર ક્લાસ લોકો થોડી ઘણી પરિસ્થિતિ વણસેલી હોય ત્યાં સુધી જ કામ કરે છે. જયારે વર્લ્ડ ક્લાસ લોકો તો ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય તો પણ હાર માનતા નથી. ચેમ્પિયન્સ જોખમ ઉઠાવવા ટેવાઈ ગયા હોય છે. તેના માટે જોખમ ઉઠાવવું કોઈ નવી બાબત નથી. ચેમ્પિયન્સને કોઈ કામમાં તકલીફ પડતી હોય તો પણ તેઓ તે તકલીફ પર વધુ ધ્યાન આપતા નથી. ઘણીવાર તો ચેમ્પિયન્સ તકલીફથી ટેવાઈ જાય છે. ગમે તે થાય તેઓ હાર માનતા નથી.

ચેમ્પિયન સાયકલીસ્ટ લાન્સ આર્મસ્ટ્રોંગના મતે - રેસિંગમાં જ્યાં સુધી તકલીફ કે પીડા ન અનુભવાય ત્યાં સુધી રેસ ચાલુ થઇ હોય તેવું લાગતું જ નથી. તે પીડાને પણ એક ઉત્સવ માનીને ઉજવે છે. મિડલ ક્લાસ લોકો કે અપર ક્લાસના લોકો વર્લ્ડક્લાસ લોકો સાથે હરીફાઈ કરી શકતા નથી. કારણ કે મિડલ ક્લાસ અને અપર ક્લાસ લોકોની માત્ર જીતવાની ઈચ્છા હોય છે. જયારે વર્લ્ડક્લાસ લોકો તો કોઈપણ હાલતમાં જીતવા માટે મથે છે. બંનેની વિચારશક્તિમાં જબરો તફાવત છે.

નિષ્ફળ ન જાવ એટલે રમવું અને સફળ થવા માટે જ રમવું તેમાં બહુ મોટો ફરક છે. ચેમ્પિયન્સ "કરો યા મરો"ની નીતિથી કામ કરે છે. "ગમે તે થાય" - આ મંત્રને અનુસરીને તેઓ સતત કામ કર્યે જ રાખે છે. મહાન લોકો પીડા સહન કરવામાં, બલિદાન આપવામાં નિષ્ણાત હોય છે. તેઓ પોતાના વિઝનને પૂરું કરવા માટે જ જીવતા હોય છે. જો તમે મહાન લોકોની સામે હરીફાઈમાં ઉતરવાનું વિચારતા હો તો જાગી જાવ. બહુ વધુ સમય આપવો પડશે અને વધુ મહેનત પણ કરવી પડશે.

ફૂડ ફોર થોટ

નીચેનો પ્રશ્ન પોતાની જાતને પૂછો:

"હું મારું વિઝન પૂરું કરવા માટે કેટલી હદે સમર્પિત છું?" શું તમે તમારું વિઝન પૂરું કરવા માટે ખૂબ જ મહેનત કરવા તૈયાર છો? જો તમે મહેનત કરવા તૈયાર હો તો તમે સાચા રસ્તા પર છો. જો તમે મહેનત કરવા તૈયાર ન હોય તો તેનો મતલબ તમે હાર માની લીધી છે. તમે સહેલો રસ્તો પસંદ કરી લીધો છે. સહેલા રસ્તામાં તમને પ્રેરણા, પ્રોત્સાહન અને સંતોષ નહિ મળે. 

જો તમે હજુ સુધી તમારું પોતાનું વિઝન નક્કી ન કરી શક્યા હો તો તમારી જાતને શોધો. તમારું વિઝન શોધો અને ફરીથી નવું વિઝન નક્કી કરીને લખો. તમારા સપનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે તમારે મહત્તમ પ્રેરણા અને પ્રોત્સાહનની જરૂર પડશે.