હરીફોમાંથી શીખો!

 

વર્લ્ડ ક્લાસ સતત એવી તક કે સ્ટ્રેટેજીની શોધમાં હોય છે જેના થકી તેઓ તેના હરીફ કરતા આગળ વધી શકે.  ચેમ્પિયન્સ જાણે છે કે સારા અને મહાન વચ્ચેનો તફાવત ઇંચમાં માપી શકાય તેટલો જ નાનો હોય છે. તેઓ જાણે છે કે નાની નાની બાબતોને કારણે જ તેઓ ઈચ્છે તો તેના હરીફો કરતા અલગ તરી આવે. હરીફાઈમાં ટકી રહેવા માટે અનેક કંપનીઓ અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજીઝ અપનાવે છે. જેમ કે ફેડરલ એક્સપ્રેસ  યુ.એસના કોઈપણ ખૂણામાં રાતોરાત વસ્તુની ડીલીવરી કરી આપવાની ખાતરી આપે છે. તેના કોઈપણ હરીફ આવી સ્ટ્રેટેજીમાં તેને માત આપી શકતા નથી. તે જ રીતે ડોમીનોઝ ૩૦ મિનીટમાં પીઝા પહોંચાડવાની ખાતરી આપવામાં આવે છે. જેનાથી ડોમિનોઝ તેની હરીફ કંપનીઓથી અલગ તરી આવે છે.

એવરેજ લોકો અને ચેમ્પિયન્સ વચ્ચેનો મુખ્ય તફાવત જ એ છે કે એવરેજ લોકો આવા ફાયદાઓને માણવામાં વ્યસ્ત હોય છે. જયારે વર્લ્ડ ક્લાસ લોકો પોતાના ધંધા માટે આવી સ્ટ્રેટેજીઝ શોધવામાં વ્યસ્ત હોય છે. અનેક ચેમ્પિયન્સને અડધી રાત્રે ઉત્તમ સ્ટ્રેટેજીઝ અને આઈડિયાઝ મગજમાં આવે છે જેના થકી તેઓ તેના હરીફથી આગળ વધી જાય છે. જયારે એવરેજ લોકો લોટરી જીતવાના સપના જોતા હોય છે ત્યારે વર્લ્ડ ક્લાસ લોકો નાની નાની માહિતી અને સ્ટ્રેટેજી પર કામ કરતા હોય છે - જે તેને સફળ બનાવી દે છે.

ફૂડ ફોર થોટ

એવી કઈ સ્ટ્રેટેજી છે જેનો તમે તમારી નોકરી કે ધંધામાં તાત્કાલિક અમલ કરી શકો છો. તેનું એક લીસ્ટ બનાવી લો. કોઈ મોટી મોટી સ્ટ્રેટેજી બનાવવાની જરૂર નથી. જો તમે તમારા ધંધા કે નોકરીમાં દરરોજ કંઇક નાના નાના ફેરફાર કરવાની શરૂઆત કરશો તો બની શકે ભવિષ્યમાં તમે તમારા હરીફ કરતા આગળ હશો. નાના નાના ફેરફારો થકી જ મોટા બદલાવ આવતા હોય છે.