સેલ્સમેન અંગે તમારો શું વિચાર છે?

salesman.jpg

સેલ્સમેન અંગે તમારો શું વિચાર છે?

અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રમાં ૧૫ મિલિયન કરતા પણ વધુ લોકો સેલ્સના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવે છે. આમ છતાં નવશિખીયા લીડર્સ સેલ્સના લોકોને અવગણે છે. તેઓ સેલ્સના લોકોને ફાંકામારવાવાળા અને મીઠી મીઠી વાતો કરવાવાળા માને છે. ચેમ્પિયન્સ સેલ્સના લોકોને આવકારે છે અને તેના કામના વખાણ પણ કરે છે. તેઓના મતે સેલ્સ ક્ષેત્રના લોકો આવતા ઉત્તમ અર્થતંત્રની ધરોહર છે.  સેલ્સના લોકો ધંધાકીય દુનિયાના શુરવીર લડવૈયા છે. સેલ્સના લોકો ધંધાના ઉત્પાદન, રીસર્ચ અને ડેવલપમેન્ટ, મેનેજમેન્ટ - એમ દરેક તબ્બકામાં ઉત્તમ કામ કરી જાણે છે. 

વાસ્તવિકતામાં તો બે જ પ્રકારની નોકરીઓ છે: સેલ્સ અને સેલ્સના લોકોને મદદરૂપ થઇ શકે તેવા લોકો. એક સામાન્ય સેલ્સમેન  ૩૦ થી ૩૩ લોકોને પોતાના કામ માટે નોકરી પર રાખે છે. વર્લ્ડક્લાસ લોકો એ વાત સારી રીતે જાણે છે કે આપણે બધા જ કોઈને કોઈ રીતે સેલ્સમેન જ છીએ. આપણે બધા આપણા આઈડિયા, વિચારો કે પેશનને બીજા લોકો પાસે વેચવા માંગીએ છીએ. માનવીના અસ્તિત્વની સાથોસાથ જ વેચાણ જોડાયેલું છે. તેથી જ વર્લ્ડક્લાસ લોકો સેલ્સમેનને ખૂબ જ આદર અને સન્માન આપે છે.

સેલ્સમેન દરેક દિવસનો ઉત્તમ રીતે ઉપયોગ કરે છે, આઈડિયાને માર્કેટમાં મુકે છે, અર્થતંત્રને વ્યવસ્થિત રીતે ચાલતું રાખે છે. તેઓને ડોક્ટર, વકીલ કે બેન્કર જેટલું મહત્વ કે આદર સન્માન મળતા નથી. તેથી જ ચેમ્પિયન્સ સેલ્સના લોકોને ખૂબ જ મહત્વ આપે છે. ચેમ્પિયન્સ અને એવરેજ લોકો વચ્ચેનો ફર્ક જ એક શબ્દમાં કહેવો હોય તો: સેલ્સના લોકો માટે આદરની ભાવના.

ફૂડ ફોર થોટ

તમે સેલ્સના ક્ષેત્રમાં કામ કરતા હો કે ન કરતા હો - તમારું સેલ્સના લોકો પ્રત્યે કેવું વલણ છે તે ચકાસો. વાસ્તવિકતામાં આપણે બધા સેલ્સમેન જ છીએ. આપણી સેલ્સમાં આવડત કેવી છે તેના આધારે જ આપણે સફળ બની શકીએ કે કેમ તે નક્કી થશે.