સફળ લોકો કઈ બાબતો પર ધ્યાન આપે છે?

Champion board by darshali.jpg

તમને ખબર છે કે ચેમ્પિયન અને એવરેજ લોકો વચ્ચે સૌથી મોટો ફર્ક શું છે? – માનસિકતા અને વિચારસરણીનો. આજના સિક્રેટમાં ચેમ્પિયન કેવી માનસિકતાને ધ્યાનમાં લે છે, કેવી બાબતો પર ધ્યાન આપે છે તેની જ વાત કરવી છે. આ બધી વાતો આમ તો બહુ સરળ હોય છે. પણ તેને જીવનમાં ઉતારવી અઘરી લાગે છે. અથવા તો એવરેજ લોકો આળશ અથવા અનેક બહાનાઓ હેઠળ તેને પોતાના જીવનમાં લાવતા નથી. જો કે આપણે બધાને પરાણે ચેમ્પિયન ન બનાવી શકીએ. પણ ચેમ્પિયન બનવાની ટેકનીક્સ અને વિચારસરણી જરૂરથી શેર કરી શકીએ. તો ચાલો જાણીએ અમુક કામની બાબતો: 

તમને ખબર હતી? 

અમેરિકામાં ૯૦% સંપતિ વર્લ્ડ ક્લાસ લોકો પાસે જ છે. કારણ કે તેઓ નવશિખીયા લીડર્સની સાથે ધંધો કરી રહ્યા છે. નવશિખીયા લીડર્સ તો ક્યારેય વર્લ્ડક્લાસ સુધી પહોંચી શકવાના જ નથી. માત્ર ૧૦% અપર ક્લાસના લોકો જ એવા છે કે જે વર્લ્ડક્લાસ લોકોની હરીફાઈ ગણી શકાય. બાકી વર્લ્ડ ક્લાસ લોકોને નવશિખીયા લીડર્સથી કોઈ ડર નથી. કારણ કે તેઓ તો વર્લ્ડક્લાસ લોકો કહેશે તેમ જ ધંધો કરશે. 

તમે આ ૧૦%નો હિસ્સો બનવા માંગો છો કે પછી હંમેશા ૯૦%નો જ હિસ્સો બનીને જ જીવન પૂરું કરી નાખવા માંગો છો? 

શબ્દોનું મહત્વ 

સ્ટીવ સાયબોલ્ડની ‘મેન્ટલ ટફનેસ યુનિવર્સીટી’માં અપર ક્લાસના લોકોને ‘વેરી ગુડ/બહુ સારા પરફોર્મર્સ’ પણ કહેવામાં આવે છે. પરંતુ જો વર્લ્ડ ક્લાસની હરોળમાં ઉભું રહેવું હોય તો ‘વેરી ગુડ’ શબ્દ પૂરતો નથી. ‘મહાન’ શબ્દ વધુ અસરકારક છે. જયારે તમે સફળતાની ટોચની નજીક હો ત્યારે ‘વેરી ગુડ’ શબ્દનું કોઈ મુલ્ય હોતું નથી. તમે મહાન બનવાની મથામણ કરતા હો છો. સારા પરફોર્મર્સ તો ઘણા હોય છે – પરંતુ ઉત્તમ પરફોર્મર્સ બહુ ઓછા હોય છે. સારા બનવા કરતા ઉત્તમ બનવાની શોધમાં નીકળી પડો. આ કામ અઘરું છે. પણ અશક્ય નથી.  

લીડર અને મહાન લીડર વચ્ચેનો તફાવત 

મારી ટેનીસની કારકિર્દીમાં હું મારી ટીમ પૂરતો ઉત્તમ પ્લેયર હતો. પરંતુ વર્લ્ડ ક્લાસ લેવલે માત્ર સારો પ્લેયર હતો. શું તમે સારા લીડર અને મહાન લીડર વચ્ચેનો તફાવત જાણો છો? – મહાન લીડરની ટીમ તેના લીડર પ્રત્યે વફાદાર હોય છે. કારણ કે તે લીડરની ઉત્તમ આવડતથી પ્રભાવિત હોય છે. તેથી તેની ટીમ મહાન લીડરને આદર આપે છે. એ જ રીતે સારા ડોક્ટર અને ઉત્તમ ડોક્ટર વચ્ચેનો તફાવત વ્યક્તિનું જીવન અને મરણ હોઈ શકે. સારા સેલ્સમેન અને ઉત્તમ સેલ્સમેન વચ્ચેનો તફાવત છે – નાણાકીય સ્વતંત્રતા. સારો સેલ્સમેન તેની જરૂરિયાતો પૂરી કરવા કમાય છે. જયારે ઉત્તમ સેલ્સમેન સફળ થવા કમાય છે. 

વિચારસરણીની અસર 

એવરેજ લોકો ‘વેરી ગુડ’ શબ્દથી પ્રભાવિત થઇ જાય છે. મહાન લોકો માટે ‘વેરી ગુડ’ શબ્દ અપમાન છે. બંને વ્યક્તિમાં આવડત અને ટેલેન્ટ તો હોય જ છે. ફરક માત્ર વિચારસરણીનો છે. 

ફૂડ ફોર થોટ 

તમારી જાતને નીચેનો પ્રશ્ન પૂછો: 

“હું કેવો પરફોર્મર છું? – સારો, બહુ સારો કે ઉત્તમ?” 

સાચા જવાબ માટે તમારા જીવનના દરેક પાસાઓને ચકાસો. તમને જે પરિણામ મળે તેના પરથી તમારે હવે શું કરવાની જરૂર છે તે વિચારો. તમારું પરિણામ જ સત્ય છે. તેથી ઉત્તમ બનવાનો પ્રયત્ન કરતા રહો.