સફળતા માટે સ્વ પ્રેમ અને સ્વ-આદર જરૂરી?
આદર - સન્માન કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વની લાગણી છે. જો તમે તમારી જાતનો આદર ન કરતા હો તો બીજા વ્યક્તિનો આદર તો કઈ રીતે કરી શકશો? એક કહેવત છે - "જે તમારી પાસે છે જ નહિ તે તમે બીજા લોકોને કઈ રીતે આપી શકો" ગરીબી રેખા નીચે જીવતા લોકો, વર્કિંગ ક્લાસ લોકો અને મિડલ ક્લાસ લોકો - આદરની મહત્વતાને સમજી શકતા નથી. જો તમને પોતાની જાત માટે આદર હશે તો તમે બીજા લોકોને પણ આદર અને સન્માન આપી શકશો.
ચેમ્પિયન્સ પોતાનું ચારીત્ર્ય ઘડવામાં અને પોતાનો આત્મવિશ્વાસ વધારવામાં ખૂબ જ સમય વ્યતિત કરે છે. ચેમ્પિયન્સ એવરેજ લોકોની જેમ સામાન્ય દિવસ અને સામાન્ય જીવન જીવી શકતા નથી. જો તેઓ જોખમ ન લે અને પોતાના સપના કામ ન કરે તો પોતાની જાત પ્રત્યેનો આદર ગુમાવ્યો તેવી લાગણી અનુભવે છે. ચેમ્પિયન્સ ખૂબ જ બુધ્ધીશાળી હોય છે. જયારે એવરેજ લોકો ઓછા બુધ્ધીશાળી હોય છે.
ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે નવશિખીયા લીડર્સ ખૂબ જ હોશિયાર અને બુધ્ધીશાળી હોવા છતાં સાદગીવાળું જીવન જીવવાનું નક્કી કરે છે. તેઓનું ટેલેન્ટ અને આવડત ઉપયોગમાં આવતા જ નથી. તેઓ અફસોસ કરીને મૃત્યુ પામે છે. ઘણીવાર તો આવા નવશિખીયા લીડર્સ ડિપ્રેશનનો પણ ભોગ બને છે. જો તમે હોશિયાર હો અને તમને ખબર હોય કે તમે પણ વર્લ્ડક્લાસ લેવલના વ્યક્તિ બની શકો આમ છતાં તમે કઈ જ ન કરી શકતા હો તો આ વાત તમારા મનને સતત ખટકતી જ રહેવાની.
આમ છતાં ઘણા ટેલેન્ટ અને આવડત ધરાવતા લોકો ટીવી જોવામાં, રખડવામાં, દારૂ પીવામાં અને મિત્રો સાથે મોજમજા કરવામાં પોતાનું જીવન વ્યતિત કરી દે છે. તેઓને પોતાની જાત અને પોતાની આવડત માટે જ આદર - સન્માનની લાગણી નથી હોતી. તેથી તેઓ અંતમાં બીજા લોકોને પણ આદર આપવાનું બંધ કરી દે છે. તેઓનો પોતાની જાત પરનો આત્મવિશ્વાસ પણ તૂટી જાય છે. આ પ્રકારની વિચારસરણીને કારણે અનેક લોકોનું જીવન બગડે છે.
દરેક માનવીની ભૂખ આદર અને સન્માન મેળવવાની હોય છે. જયારે તેઓને આદર અને સન્માન નથી મળતા ત્યારે તેઓ હતાશ થઇ જાય છે. વર્લ્ડક્લાસ લોકો તેનું જીવન આનંદપૂર્વક વિતાવે છે. તેઓ પોતાની જાતને તો આદર આપે જ છે સાથોસાથ બીજા લોકો પ્રત્યે પણ આદર અને પ્રેમની ભાવના રાખે છે. જયારે બીજા લોકો તેને આદર ન આપે ત્યારે તેઓ હતાશ થતા નથી. તેઓ વિચારે છે - "મિડલ ક્લાસ લોકોની માનસિકતા મિડલક્લાસ જ રહેવાની. તેઓ મને આદર આપે કે ન આપે તેનાથી મારી વિચારસરણીમાં કે મારા કામમાં કોઈ ફરક પડવાનો નથી."
ફૂડ ફોર થોટ
નીચેનો પ્રશ્ન તમારી જાતને પૂછો:
"મને મારી જાત પ્રત્યે આદર ભાવના વધે તે માટે કઈ આદત કે પ્રવૃત્તિ કે વર્તનમાં મારે ધ્યાન દેવું જોઈએ?"
તમારી જાતને વચન આપો કે આવતા ૩૦ દિવસમાં તમે તમારી આદત અને પ્રવૃતિઓમાં જરૂરી ફેરફાર લાવશો જેથી તમે પોતાની જાતને પણ આદર આપતા શીખી શકો. જો આ પ્રવૃત્તિ તમે આવતા બાર મહિના સુધી ચાલુ રાખશો તો જરૂરથી સફળ બની શકશો.