સફળતા પાછળ ભાગવાનું બંધ કરી દો!
હા, તમે ખરું મથાળું જ વાંચી રહ્યા છો. શા માટે સફળતા પાછળ ન ભાગવું તે જાણવા આગળ વાંચો.
મોટાભાગના લોકો સફળતાની પાછળ ભાગે છે. તેઓની માન્યતા મુજબ તેના કામનું કંઇક પરિણામ આવે તે જ તેના માટે સફળતા છે. તેઓ થોડી મહેનત કરીને અપર ક્લાસ સુધી પહોંચી જાય છે. અપર ક્લાસ લેવલના વ્યક્તિ બનતા જ તેઓમાં અહંકાર આવી જાય છે. કેટલાંક અપર ક્લાસના લોકો નાણા કમાઈને સમૃદ્ધ બની જાય છે. પરંતુ તેઓને તેના જીવનથી સંતોષ કે ખુશી મળતી નથી. તેથી જ અપર ક્લાસના લોકોમાં સંબંધો તૂટવાનું પ્રમાણ વધુ હોય છે. તેઓ પોતાના સંબંધો સાચવી રાખવા માટે નાણાનો ઉપયોગ કરે છે. તેથી જ તેના મિત્રો અને સગા સંબંધીઓ તેના અહંકારી વર્તનથી દૂર ભાગે છે.
અપર ક્લાસ લોકો તેના ધંધામાં સફળ થઇ જાય છે પરંતુ તેના વ્યક્તિગત જીવનમાં તેઓ સફળ હોતા નથી. તેઓના અહંકારી મનમાં એ વાત ગળે નથી ઉતરતી કે - પ્રેમ, ખૂશી અને સંતોષની લાગણીને ખરીદી શકાતી નથી. જયારે અપરક્લાસના લોકો આ સત્ય સમજે છે ત્યારે તેઓ પોતાના વિચારો અને વર્તન પ્રત્યે સજાગ બની જાય છે અને વર્લ્ડ ક્લાસ વ્યક્તિ બનવા તરફ ગતિ કરે છે. અપર ક્લાસ લોકો સફળતા પર ધ્યાન આપે છે જયારે વર્લ્ડ ક્લાસ લોકો સંતોષ અને ખૂશીની લાગણી પર ધ્યાન આપે છે. મહાન લોકો જાણે છે કે જે કામથી તેઓને સંતોષ મળતો હોય તે કામ તેના માટે સફળતા જ છે. જો તમે પોતાની જાતને ગમતું કામ કરતા હશો તો સફળતા આપોઆપ મળશે.
વર્લ્ડ ક્લાસ લોકો સર્વન્ટ લીડરશીપના કન્સેપ્ટને અનુસરે છે. તેઓ એકબીજાને મદદરૂપ થઇ શકે તે રીતે કામ કરે છે. તેઓ પોતાની જાતને તો ખુશ રાખી જ શકે છે સાથોસાથ તેઓ જે લોકોને મદદ કરે છે તેને પણ ખુશ અને સંતોષની લાગણી આપવાની તાકાત ધરાવે છે. તેઓનું મહત્વ બીજા લોકોના જીવનમાં જેટલું વધતું જાય તેટલું તેઓ વધુ સંતોષી અનુભવે છે. વર્લ્ડ ક્લાસ લોકો વધુ સારા પરિણામો મેળવવા માટે અનેક લોકોને મદદરૂપ થાય છે. તેઓ સફળતાની પાછળ ભાગતા નથી. સફળતા તેની પાસે આપોઆપ આવે છે.
કુદરતનો નિયમ છે - જો તમે બીજાને મદદ કરશો તો તમને પણ મદદ મળશે જ. મોટાભાગના લોકો સફળતા પાછળ ભાગ્યે રાખે છે. તેની પાછળ ભાગવાને બદલે લોકોને મદદ કરશો અને પોતાના કામ પર ધ્યાન આપશો એટલે સફળતા તમારી પાસે દોડતી આવશે. સફળતા અને સંતોષના સમન્વયથી આપોઆપ ખૂશી મળે છે.
ફૂડ ફોર થોટ
"શું હું સફળ બનવા પર ધ્યાન આપી રહ્યો છું કે લોકોને મદદરૂપ થવા પર અને અસરકારક વ્યક્તિ બનવા પર?"