સફળતા અને નીડરતા વચ્ચેનો સંબંધ

be bold.jpg

સફળતા અને નીડરતા વચ્ચેનો સંબંધ

તમે જીવનનું એકવાર એક વિઝન નક્કી કરી લો એટલે કામ પૂરું તેવું માનો છો? મહાન લોકોની એક સુંદર આદત છે. તેઓ માત્ર વિઝનની રચના જ નથી કરતા. તેઓ વિઝનની રચના કર્યા  બાદ તેમાં સુધારા કરે છે તેમજ માનસિક વિચારસરણીમાં પણ જરૂરી ફેરફાર કરે છે.  મિડલ ક્લાસ લોકો વર્લ્ડ ક્લાસ લોકોને તેનું વિઝન હાંસિલ કરવામાં મદદરૂપ થાય છે. એવરેજ લોકોને વિઝન એટલે શું અને તેની મુલ્યતા શું છે તે સમજાય છે પરંતુ - તેઓ પોતાની જાત માટે વિઝન બનાવવાની અને તેને હાંસિલ કરવાની હિંમત ધરાવતા નથી.

મિડલ ક્લાસ લોકોને પોતાના વિઝનને વાસ્તવિકતામાં બદલવા માટે લોકોની લાગણીઓની અને લોકોની મદદની જરૂર પડે છે. આ બાબતે જ મિડલ ક્લાસ લોકો અને વર્લ્ડ ક્લાસ લોકો કરતા જુદા પડે છે. વર્લ્ડ ક્લાસ લોકોનું સજાગ મન એટલું શક્તિશાળી હોય છે કે તેને બીજા લોકોના પ્રોત્સાહન કે લાગણીની જરૂર પડતી નથી. તેઓ પોતાની જાતને સતત પ્રેરણા આપતા રહે છે. તેઓને અન્ય લોકો તરફથી થોડું જ પ્રોત્સાહન મળે તો પણ તેઓ પોતાનું વિઝન હાંસિલ કરી લે છે. જો ચેમ્પિયન્સને પોતાના ધ્યેય માટે એકલા કામ કરવાનું આવે તો પણ તેઓ ખચકાતા નથી. તેઓને પોતાની જાત પર પૂરો વિશ્વાસ હોય છે.

ચેમ્પિયન્સને જરૂર પડે તો માર્ગદર્શક અને તેને મદદરૂપ થાય તેવી ટીમ શોધી લે છે. તેઓનું મનોબળ ખૂબ જ મક્કમ હોય છે. તેઓ હંમેશા પોતાના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરીને જ કામ કરતા હોય છે. નવશિખીયા લીડર્સને તમે પૂછશો કે વિઝન એટલે શું? તેઓ કહેશે - "કોઈ કંપનીના વાર્ષિક રીપોર્ટના પહેલાં પાના પર આપેલ સ્ટેટમેન્ટ". જયારે વર્લ્ડ ક્લાસ લોકો માટે વિઝનની વ્યાખ્યા અલગ છે. તેઓ એક ૧૦ થી ૨૦ પાનાનું ડોક્યુમેન્ટ તૈયાર કરે છે. જેમાં પોતાના વિઝન અંગે ઊંડાણપૂર્વક માહિતી લખેલી હોય છે. તેઓ વર્ષો સુધી પોતાની જાતને શોધે છે - પોતાની જાતને સમજે છે - પોતાની આવડતને સમજે છે અને અંતમાં તેઓ વિઝન નક્કી કરે છે.

ચેમ્પિયન્સ પોતાનું વિઝન દરરોજ વાંચે છે અને દરરોજ તેના વિશે વિચારો પણ કરે છે. છેલ્લા ૨૦૦૦ વર્ષોથી અનેક ફિલોસોફર્સ કહેતા આવ્યા છે કે - આપણે જે વિચારીએ છીએ તેવા જ બની જઈએ છીએ. ચેમ્પિયન્સ આ સત્ય જાણે છે. તેથી જ તેઓ સતત પોતાના વિઝન વિશે વિચારતા રહે છે.

 સારા અને ઉત્તમ વચ્ચેનો તફાવત જાણો છો? સારા પરફોર્મર ઘરે જવાનો સમય આવે એટલે પોતાનું વિઝન ભૂલી જાય છે. જયારે ઉત્તમ પરફોર્મર સતત પોતાના વિઝન વિશે વિચારતા રહે છે. આથી જ સારો પરફોર્મર અને ઉત્તમ પરફોર્મર એકસાથે કામ કરી શકતા નથી. મહાન લોકો તેના વિઝનને ઘડે છે. સમય જતા વિઝન મહાન લોકોને ઘડે છે.

ફૂડ ફોર થોટ

આવતા ૩૦ દિવસમાં તમારા જીવનનું વિઝન નક્કી કરો. તમારા જીવનના નીચેના આઠ તબ્બકા માટે વિઝન નક્કી કરો:

ધંધો/કારકિર્દી, કુટુંબ/મિત્રો, નાણા/નાણાનું રોકાણ, સર્જન/આનંદ, આરોગ્ય/ડાયેટ/કસરત, શ્રદ્ધા/આધ્યાત્મિકતા, સામાજિક/કલ્ચર અને સ્વવિકાસ.

આ દરેક પાસાનું વિઝન નક્કી કરીને એક કાગળમાં લખી લો. બધા જ વિઝન ખૂબ જ ઊંડાણપૂર્વક લખો. તમને શું જોઈએ છે. તમે શું બનવા માંગો છો અને તમે જીવનમાં શું કરવા માંગો છો - આ બધું જ નક્કી કરો. અંતમાં ખાસ એ પણ લખો કે તમારા વિઝન પાછળ કયું કારણ જવાબદાર છે. શા માટે તમે બધું મેળવવા માંગો છો. વિઝન વિશે લખતી વખતે મહતમ લાગણીનો ઉપયોગ કરો. જયારે તમે વિઝન હાંસિલ કરી લેશો ત્યારે કેવી લાગણી અનુભવશો તે પણ લખો.