શું તમે પરોપકારી છો?

champion board by darshali.jpg

શું તમે પરોપકારી છો?

એવી કઈ માનસિકતા છે જેનાથી ચેમ્પિયન એવરેજ માનસિકતા ધરાવતા લોકોથી અલગ તરી આવે છે? એવા તો ક્યાં વિચારો, લાગણીઓ અને વિચારસરણી હોય છે જેના કરતા એવરેજ લોકો ચેમ્પિયન બનતા અટકી જાય છે? જો કે આ પ્રશ્નનો જવાબ ઘણો લાંબો હોઈ શકે – કારણ કે ચેમ્પિયન અને એવરેજ લોકોની માનસિકતા વચ્ચે ઘણા બધા તફાવત છે. તેમાંથી આજના સિક્રેટમાં એક માનસિકતાની વાત કરવી છે, એક મહત્વની લાગણીની વાત કરવી છે – તે છે પરોપકારની લાગણી. તો શરુ કરીએ.

તમારી ફિલોસોફી કેવી છે?

વર્લ્ડક્લાસ લોકોની ફિલોસોફી અલગ હોય છે. તેઓ હંમેશા લોકોને મદદ કરવામાં માને છે. મિડલક્લાસ લોકોના મનમાં ડર હોય છે. તેઓ બધા જ લોકોને સ્વાર્થી માને છે. જયારે વર્લ્ડક્લાસ લોકો પ્રેમની ભાવનાથી ભરપૂર હોય છે. વર્લ્ડક્લાસ લોકો માને છે – “તમે જેવું કરો – તેવું ભરો”. જો તમે કોઈ વ્યક્તિને જીવનમાં ક્યારેય મદદ કરેલી હશે તો એક સમય આવશે જ જયારે તે જ લોકો તમને પણ મદદ કરશે. તેમજ માની લો કે મદદ ન કરે તો પણ – તમારી માનસિકતા લોકોને મદદ કરવાની હોવી જોઈએ. તમે જેટલા વધુ દયાળુ અને પરોપકારી હશો તેટલા જલ્દી સફળ બની શકશો. તમારી માનસિકતા કેવી છે? તમે સ્વાર્થી દુનિયામાં સ્વાર્થી બનવા માંગો છો કે પરોપકારી બનવા માંગો છો? તમારો લોકો અને દુનિયા માટેનો દ્રષ્ટિકોણ કેવો છે? અને આવો દ્રષ્ટિકોણ શા માટે છે તેનું વિશ્લેષણ પણ તમે કરી શકો.

આપવાની જ ભાવના

વર્લ્ડક્લાસ લોકો મદદ કરતી વખતે વળતરની આશા રાખતા નથી. જયારે મિડલ ક્લાસ લોકો હંમેશા કહે છે – “જો હું તમને કંઇક આપું – તો તમારે પણ મને કંઇક આપવું જ પડશે” તેઓ “દો અને લો”ની ભાવના રાખે છે. ચેમ્પિયન્સ કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વગર લોકોને મદદ કરે છે. તેઓ પરોપકારી છે કારણ કે તેઓ જાણે છે – તેઓ જે કંઈપણ કરી રહ્યા છે તે સાચું અને યોગ્ય છે. તેઓ જયારે કોઈને મદદ કરે છે ત્યારે સંતોષની લાગણી અનુભવે છે.

આત્મવિશ્વાસ અને મદદ કરવાની ભાવના

વર્લ્ડક્લાસ લોકોને પોતાની આવડત અને પોતાના નેટવર્કિંગ પર ભરોસો હોય છે. તેઓને ખબર જ હોય છે કે તેઓ પાસે ખૂટે નહિ તેટલી આવડત, નાણા અને લોકો રહેવાના જ છે. તેથી તેઓ હંમેશા મદદ કરવા તત્પર રહે છે. જયારે તમે એમ માની લો છો કે – “મારી પાસે જરૂર કરતા વધુ છે” ત્યારે તમે આરામથી બીજા લોકોને મદદ કરી શકો છો.

વર્લ્ડક્લાસ લોકોની માનસિકતા જ અનોખી હોય છે – “પુષ્કળ પ્રેમ – કોઈ શરૂઆત નહિ – કોઈ અંત નહિ – કોઈ મર્યાદા નહિ – માત્ર પરોપકારની ભાવના.” એવરેજ લોકો વિચારી વિચારીને મદદ કરે છે. “હું આ વ્યક્તિને મદદ કરીશ તો મારી પાસે કઈ જ નહિ વધે, હું આ વ્યક્તિને શા માટે મદદ કરું? આ વ્યક્તિ મને જરૂર હશે ત્યારે મદદ કરશે?” જો તમે પણ આવી વિચારસરણી રાખતા હશો તો ક્યારેય સફળ નહિ બની શકો.

હકીકતમાં આ એક સાયકોલોજી છે – તમે જેટલું વધુ આપશો – તેટલું વધુ મળશે – આ જ આકર્ષણનો નિયમ છે. આ જ યુનિવર્સનો નિયમ છે. તમે ક્યાં નિયમને અનુસરવા માંગો છો? એકવાર કોઈ વ્યક્તિને કોઈ ફાયદો વિચાર્યા વગર મદદ કરી જુઓ. તમારી લાગણીઓમાં બદલાવ આવશે, જેમ જેમ તમારી અંદર મદદ કરવાની ભાવના વિકસતી જશે તેમ તેમ તમારા વિચારો અને લાગણીઓમાં પણ બદલાવ આવશે. 

માત્ર એક જ વિચાર કે માનસિકતા બદલાવી નાખવાથી ચેમ્પિયન નથી બની જવાતું. પણ હા, એક એક કરીને તમે તમારી અંદર સતત બદલાવ લાવતા રહેશો તો એક સમયે જરૂરથી ચેમ્પિયન બની શકશો.

ફૂડ ફોર થોટ

જેને નાણાની જરૂર છે – તેને મદદ કરો. તે નાણા પાછા મળશે જ તેવી આશા ન રાખો. તમે મદદ કરવા માંગો છો તેથી મદદ કરો. આ વ્યક્તિ કોઈપણ હોઈ શકે – ભિખારી, તમારો મિત્ર કે તમારા સગા વહાલા. તમે જેટલી વધુ નાણાની વહેંચણી કરશો તેટલા જ નાણા તમારી પાસે વધુ આવશે. આ જ યુનિવર્સનો નિયમ છે.

હાલમાં તો નાણા દાન કરવા માટે તમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકો. જેમ કે કોઈ બાળકને ભણવા માટેનો બધો જ ખર્ચ તમે ઉઠાવી લો, ઝુંપડી અને રસ્તાના ફૂટપાથ પર રહેતા લોકોને તમે મદદ કરી શકો. તમારે તમારા નાણા થકી લોકોને કેવી રીતે મદદ કરવી છે તે તમારે નક્કી કરવાનું છે.