શું તમે જ તમારા સર્જનહાર છો?

creation by darshali soni.jpg

ચેમ્પિયન માટે તેની સેલ્ફ ઈમેજ ખૂબ જ મહત્વની હોય છે. તેઓ પોતાની જાતમાં ધીરજ, સહનશક્તિ, સહાનુભુતિ એવા અનેક સારા ગુણ કેળવે છે. તેઓ એક રીતે જોવા જઈએ તો સ્થિતપ્રજ્ઞતામાં માને છે. તેઓ નિષ્ફળતાથી નિરાશ નથી થઇ જતા અને સફળતાથી આકાશમાં ઉડવા નથી લાગતા. તેના માટે સફળતા - હજુ આગળ વધવા માટેનું પગથિયું છે. જયારે નિષ્ફળતા એક પાઠ.

જો તમે વર્લ્ડક્લાસ માનસિકતા કેળવવા ઈચ્છતા હો તો પરિણામથી પ્રભાવિત ન થાવ. બસ તમારા ધ્યેય માટે મહેનત કરતા રહો.

ચેમ્પિયનનો બીજો સૌથી સારો ગુણ હોય છે - વિનમ્રતા. તેઓ ગમે તેવા નાના લોકો સાથે કામ કરે કે પછી મોટા લોકો સાથે - તેની વિનમ્રતા છૂટતી નથી. તેઓ દરેક વ્યક્તિને સમાન માને છે. તેઓ કોઈ હોદાને આધારે નિર્ણયો લેતા નથી. તેઓ તેના દુશ્મન કે હરીફ સાથે પણ વિનમ્રતાથી વર્તન કરે છે. કોઇપણ હાલતમાં તેઓ તેના મગજ પરનો કાબુ ગુમાવતા નથી. તેઓ માટે વિનમ્રતા એક એવું હથિયાર છે જેના થકી આખી જંગ જીતી શકાય છે. જો કે ચેમ્પિયનને માણસો પરખતા સારી રીતે આવડે છે. તેઓની એક સરળ સાયકોલોજી હોય છે.

"મારી ટીમમાં એવા જ લોકો રાખીશ કે જે માનસિક રીતે સબળ હોય. એવા લોકો કે જે તર્ક અને લાગણીના સમન્વય થકી સફળતા હાંસિલ કરી શકતા હોય."

ચેમ્પિયન એ વાત સારી રીતે સમજે છે કે જો ટીમમાં નબળા લોકો હશે તો તેઓને ટ્રેઈનીંગ આપવી પડશે. તેમાં સમયનું રોકાણ કરવું પડશે. તેમજ જે લોકો માનસિક રીતે મજબુત નહી હોય તેઓ ઉતાવળમાં ક્યારેક ભૂલ પણ કરી નાખે. તેથી જ ચેમ્પિયન સમજી વિચારીને લોકોને ટીમમાં રાખે છે.

અપર ક્લાસ અને ચેમ્પિયન વચ્ચેનો ફર્ક જ આ છે. અપર ક્લાસના લોકો એવા લોકોને પોતાની ટીમમાં રાખે છે જે તેની જીહજુરી કરે. જેથી કરીને તેઓનો અહંકાર સંતોષાય. જયારે ચેમ્પિયન બધી રીતે ચારીને ઉત્તમ લોકોને ટીમમાં લે છે.

અપર ક્લાસના લોકો પોતાનો ધ્યેય હાંસિલ કરવા માટે કોઇપણ હદે જઈ શકે છે. જયારે ચેમ્પિયન માટે નૈતિક મૂલ્યો સૌથી વધુ મહત્વના હોય છે. તે તેની ટીમને પણ મૂલ્યોનું મહત્વ સમજાવે છે. તેથી જ ચેમ્પિયનના મનમાં ક્યારેય અફસોસની લાગણી નથી હોતી. તેઓ સારી રીતે જાણતા હોય છે કે સાચું શું છે અને ખોટું શું છે. તેથી તેઓ વિચાર કરીને જ એક્શન લે છે અને અન્ય લોકોને એક્શન લેવા પ્રેરે છે.

ટૂંકમાં તમારે આ સિક્રેટમાં તમારે એક જ વાત શીખવાની છે. - ચેમ્પિયન બનવા માટે તમે જ તમારા મૂર્તિકાર બનો. તમને એ તો ખબર પડી ગઈ કે કેવા ગુણો હોવા જોઈએ. હવે તે ગુણોને પોતાનામાં કેમ લાવવા અને કેવી રીતે જાળવી રાખવા તે તમારે શીખવાનું છે. જેથી કરીને તમે જ તમારા સર્જનહાર બની શકો.

ફૂડ ફોર થોટ

તમારી આસપાસના લોકો તમને સારી રીતે ઓળખતા હોય છે. તેથી તમારા જીવનમાં કુટુંબ, કર્મચારીઓ, બોસ, મિત્રો - નજીકના લોકોને નીચેના પ્રશ્નો પૂછો:

૧ તમારામાં ક્યાં સારા ગુણો છે?

૨ તેઓ તમારા વ્યક્તિત્વ વિશે શું વિચારે છે?

૩ તેઓ તમારામાં ક્યાં બદલાવ ઈચ્છે છે?

બસ આ જવાબ પરથી તમારે હવે જીવનમાં શું કરવાનું છે અને શું નથી કરવાનું છે તે ખબર પડી જશે. હા, પણ યાદ રાખો કે તમે તેના અભિપ્રાયોથી વધુ પડતા પ્રભાવિત ન થવા જોઈએ.