તમને ખબર છે કે અમેરિકન લોકો અને રશિયન લોકોની હોકી ટીમ શું વિચારે છે? – તેઓના મતે ખેલાડીઓ તર્કના આધારે નિર્ણય લે છે અથવા તો લાગણીઓના આધારે નિર્ણય લે છે. જો કે તમે પોતે તમારા જીવનમાં ડોકિયું કરીને જુઓ તો ખ્યાલ આવશે કે લાગણી અને તર્ક બંને અલગ અલગ હશે તો તમે યોગ્ય નિર્ણય નહી લઇ શકો. તો શેના થકી તમે ઉત્તમ નિર્ણય લઇ શકો તેની સમજ આપણે આ સિક્રેટ નંબર ૧૬માં સમજવાની છે.
૧ સમન્વય
તમારે ધંધાકીય નિર્ણયો લેવાના હોય કે પછી જીવનના નિર્ણયો – લાગણી અને તર્કનો સમન્વય જ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે. જો તમે લાગણીઓને હાવી થવા દેશો તો બની શકે ખોટો નિર્ણય લઇ લો. તે જ રીતે જો તમે તર્કને હાવી થવા દેશો તો બની શકે બીજા લોકોને નુકસાની થશે. તેથી લાગણી અને તર્કનો સમન્વય કરીને જ નિર્ણય લો. કયો નિર્ણય લેવાથી કેટલો ફાયદો અને કેટલું નુકસાન તે પહેલાથી જ વિચારી લો. ત્યારબાદ જ એક્શન લો.
૨ લાગણીઓ શા માટે મહત્વની છે?
ચેમ્પિયનના જીવનમાં લાગણીઓનું આગવું મહત્વ હોય છે. માની લો કે તમારી પાસે કરોડો રૂપિયા છે, બધી જ જાહોજલાલી છે પણ બે મીઠી વાતો કરવા કે તમારી લાગણીઓ શેર કરવા માટે તમારી પાસે કોઈ જ નહી હોય તો? તેથી જ તર્ક તેની જગ્યાએ અને લાગણી તેની જગ્યાએ મહત્વના છે. જો કે માનવ સ્વભાવ જ એવો છે કે લોકો ઘણીવાર લાગણીઓમાં તણાઈ જાય છે અને મુર્ખામીભર્યા નિર્ણયો લઇ લે છે.
૩ કઈ રીતે ચેમ્પિયન બનશો?
ઘણા લીડર્સ એવા હોય છે કે જે તર્કને જ સૌથી વધુ મહત્વ આપે છે. તેના માટે લોકોની લાગણીઓનું કોઈ મુલ્ય નથી હોતું. જયારે ઉત્તમ લીડર્સ તેની આસપાસના લોકોની લાગણીઓને સમજે છે અને ત્યારબાદ તર્ક એન લાગણીના સમન્વયથી નિર્ણય લે છે. કારણ કે સરળ સાયકોલોજી છે કે જો તમારે કોઈ વ્યક્તિને મોટીવેટ કરવું હોય તો તમારે તેને લાગણીથી જ જીતવો પડશે.
૪ ઈમોશનલ મોટીવેશન
આ એક મસ્ત શબ્દ છે. કારણ કે લાગણી એક એવી તાકાત છે કે જે અશક્યને શક્યમાં પરિવર્તિત કરી શકે છે. આ વાતને સમજવા માટે તમને મેડિટેશનનું ઉદાહરણ આપું. જયારે તમે નિયમિત ધોરણે મેડીટેશન કરવાનું શરુ કરો છો ત્યારે તમારું મન શાંત થઇ જાય છે. જયારે મન શાંત હોય ત્યારે તમે બધી જ લાગણીઓને અને તર્કને ક્રિસ્ટલ ક્લીયર રીતે જોઈ શકો છો. તેથી જ જે લોકો બહારી દુનિયાની શાંતિ કરતા આંતરિક શાંતિને મહત્વ આપે છે તે જરૂરથી ચેમ્પિયન બની શકે છે.
૫ સાચું પાસું કેમ શોધશો?
જીવન એક ચેસ જેવું છે. જેમાં અનેક પ્રકારના પાયદળ હોય છે તો અનેક પ્રકારના રાજા અને રાણી પણ હોય છે. હવે તે તમારે નક્કી કરવાનું છે કે ક્યાં પાયદળને લાગણીથી જીતવો અને ક્યાંને તર્કથી. બની શકે રાજા અને રાણી થોડા અઘરા હોય. તો તમારે લાગણી અને તર્કનો સમન્વય કરે. જેથી કરીને તમે આ જીવનરૂપી ચેસ હંમેશ માટે જીતી જાવ.
ફૂડ ફોર થોટ
તમારે આ વખતે એક મસ્ત મુવી જોવાનું છે. જેનું નામ છે – મિરેકલ. આ મુવી સત્ય કથા આધારિત છે. જેમાં ૧૯૮૦માં જે ઓલમ્પિક હોકી રમાઈ હતી તેની વાત છે. જેમાં હર્બ બ્રુક્સ નામનો કોચ કઈ રીતે તેની ટીમને લાગણીઓ અને તર્કથી જીતાડી દે છે તેનું ઉદાહરણ આપેલ છે. આવું જ એક મુવી તમને શાહરૂખ ખાનનું ચક દે ઇન્ડિયા પણ જોઈ શકો છો .