વિન - વિન સાયકોલોજી અપનાવવી શા માટે જરૂરી છે?

win.jfif

“વિન - વિન” સાયકોલોજી અપનાવવી શા માટે જરૂરી છે?

ધંધામાં બંને પાર્ટીને ફાયદો થાય તેવી ડીલ કરવી શક્ય છે? કે પછી મોટા ભાગના ધંધાર્થીઓ પોતાનો ફાયદો જ પહેલા વિચારે છે અને તેને આધારે નિર્ણયો લે છે? ખરી માનસિકતા શું હોવી જોઈએ? સફળ વ્યક્તિ બનવા માટે કેવી વિચારસરણી ઉપયોગી સાબિત થશે તે આજના સિક્રેટમાં શીખીશું.

વિન-વિન પરિસ્થિતિમાં બંને પાર્ટીને ફાયદો થાય છે. અહી પાર્ટી એટલે - બંને ધંધાર્થીઓને ફાયદો. તેના માટે શું શીખવું જરૂરી છે તે જાણીએ:

વાટાઘાટની કળા

જયારે વાટાઘાટ કરવાની વાત આવે ત્યારે કહી શકાય કે વાટાઘાટ કરવી એ એક કળા છે. વાટાઘાટ કરવાની અનેક પદ્ધતિઓ છે. નવશિખીયા લીડર્સ હંમેશા એવો પ્રયત્ન કરે છે જેથી પોતાને વધુ ફાયદો થાય અને સામેવાળી વ્યક્તિને ઓછો ફાયદો થાય. આવી માનસિકતાનું કારણ તેઓનું અભિમાન છે. તેઓ સામેવાળા વ્યક્તિનું વિચારવા જ નથી માંગતા. ચેમ્પિયન્સની માનસિકતા અલગ જ હોય છે. તેઓ એવી ડીલ નક્કી કરે છે જેમાં બંને પાર્ટીને ફાયદો થાય. તેઓ પોતાની ઈચ્છા અને ફાયદા વિશે જ નથી વિચારતા. ચેમ્પિયન્સ એવો નિર્ણય લે છે જેમાં બંને પાર્ટીની ઈચ્છા પૂરી થતી હોય અને બંને પાર્ટીને સંતોષ પણ થાય.

ખરી માનસિકતા શું છે?

ચેમ્પિયન્સ પોતાની પ્રમાણિકતા, તટસ્થતા અને દયાભાવનાના કારણે જ સમાજમાં પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ અપ્રમાણિક અને સ્વાર્થી લોકો સાથે કોઈપણ ધંધાકીય ડીલ કરતા નથી. તેઓ માટે એક વણલખાયેલ નિયમ છે - વર્લ્ડક્લાસ ચેમ્પિયન્સ અન્ય વર્લ્ડક્લાસ લોકો સાથે જ ધંધાકીય ડીલ કરે છે. તેઓ ભાગ્યે જ સામાન્ય વિચારસરણીવાળા લોકો સાથે ધંધો કરે છે. તેઓ હંમેશા સરળ અને સ્પષ્ટ રીતે ધંધો કરે છે. જે વ્યક્તિ ચેમ્પિયન્સનો ભરોસો તોડે છે તેની સાથે તેઓ ફરીવાર ધંધો કરતા નથી.

તમારી સ્પષ્ટતા તમને જ ફાયદાકારક સાબિત થશે. તેથી નિખાલસ, પ્રમાણિક બનવું - તે માત્ર ધંધામાં નહી પણ તમને જીવનના દરેક તબક્કામાં ઉપયોગી સાબિત થશે.

વાટાઘાટની ફોર્મ્યુલા શું છે?

વાટાઘાટ માટેનો એક સરળ નિયમ છે: તટસ્થ રહો અને બંનેને ફાયદો થાય તેવી ડીલ નક્કી કરો. જો તમે વાટાઘાટ કરવામાં પાવરધા હશો તો અનેક તકો તમારી પાસે આવશે. જેથી તમે અનેક પ્રકારના ધંધાઓમાં જંપલાવી શકશો. ચેમ્પિયન્સની પોતાની એક ચોક્કસ ફિલોસોફી હોય છે. તેઓ આ જ ફિલોસોફી મુજબ જીવે છે: "સાચું અને નીતિથી કામ કરો."

ફૂડ ફોર થોટ

નીચેના પ્રશ્નો તમારી જાતને પૂછો:

"શું હું મને સૌથી વધુ ફાયદો થાય તેવી ધંધાકીય ડીલ કરું છું કે પછી બંને પાર્ટીને ફાયદો થાય તેવી ડીલ કરું છું?"

"મારા કર્મચારીઓ મારા વિશે શું વિચારે છે: શું હું સારો પણ સ્વાર્થી બનીને વાટાઘાટ કરું છું કે પછી હું જે યોગ્ય અને બંને પાર્ટીને ફાયદાકારક હોય તે રીતે વાટાઘાટ કરું છું?"

જો તમને ઉત્તમ ધંધાકીય વાટાઘાટ કરતા નહિ આવડતું હોય તો આજના ગળાકાપ હરીફાઈના યુગમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેથી જ હાલમાં વાટાઘાટ - નેગોશીએશનના કોર્ષ શીખવવામાં આવે છે. જરૂર લાગે તો તમે પણ શીખી લો.