વિનમ્રતા કેળવવાથી કોઈ ફાયદાઓ ખરા?

CHAMPION BOARD.jpg

 

વિનમ્રતાને વળી સફળતા સાથે શું લેવા-દેવા? કઈ રીતે? આજના સિક્રેટમાં આપણે એ જ જાણવાના છીએ કે માનવીના જીવનમાં સફળતા હાંસિલ કરવા માટે વિનમ્રતા કેવો ભાગ ભજવે છે. સાથોસાથ વિનમ્ર બનવાથી ફાયદાઓ શું થાય છે. તમે પોતે જ ફાયદાઓ વાંચીને કહેશો કે વિનમ્ર બનવું કઈ ખોટું નથી. તો શરૂઆત કરીએ: 

શા માટે વિનમ્ર બનવું? 

મિત્ર હોય કે દુશ્મન – જો તમે દરેક વ્યક્તિ સાથે વિનમ્રતાથી જ વાત કરશો તો જરૂરથી તમે લોકોના ચહિતા બની શકશો. જેટલા વધુ તમે વિનમ્ર તેટલો વધુ તમને લોકો તરફથી આદર મળશે. વિનમ્રતા એ લોકોને પ્રભાવિત કરવાનો સૌથી ઉત્તમ નુસખો છે. વિનમ્રતા કેળવવી કઈ બહુ મોટું કામ નથી. વર્લ્ડક્લાસ લોકો પણ ઘણીવાર ભૂલ કરે છે. ત્યારે તેઓ ખૂબ જ વિનમ્રતાથી માફી પણ માંગી લે છે. તેઓ અહંકારને પોતાના પર હાવી થવા દેતા નથી. 

“વિનમ્રતા વધુ અને અહંકાર ઓછો” – આ જ તો છે સફળતાનો મંત્ર. વિનમ્રતાની લાગણી માનવીના સ્વભાવમાં હોય જ છે. પરંતુ એવરેજ લોકોમાં અહંકારનું પ્રમાણ જ એટલું જ હોય છે કે તેઓ વિનમ્રતા કેળવી શકતા નથી. આ લાગણીને માત આપવી એટલે વિન્રમતાના રસ્તા પર શરૂઆત કરી કહેવાય. 

સંબંધો અને વિનમ્રતા 

કોઈપણ સંબંધો બગડવાનું મૂળ કારણ અહંકાર જ હોય છે. મહાન લોકો માટે સંબંધો વધુ મહત્વના હોય છે. તેથી તેઓ ક્યારેય અહંકારને હાવી થવા દેતા નથી.  

એવરેજ લોકો હંમેશા લોકોને કહેતા ફરે છે – “હું તમારા કરતા વધુ સારો છું.” તેઓ પોતાની જાતને જ વધુ મહત્વ આપે છે. ચેમ્પિયન્સ જાણે છે કે ફાંકોડી વ્યક્તિ ક્યારેય આગળ વધી શકતું નથી. તેથી તેઓ બડાઈ હાંકવાને બદલે વિન્રમ બનવાનું પસંદ કરે છે.  

ચેમ્પિયન્સ તેની આવડત અને ટેલેન્ટથી અજાણ નથી હોતા. પરંતુ તેઓ પોતાના જ વખાણ કરવાનું ટાળે છે. આ પણ એક પ્રકારની વિનમ્રતા જ છે. 

દરેક ચેમ્પિયનમાં અહંકાર તો હોય જ છે. પરંતુ તેઓ પોતાનો અહંકાર લોકોની સામે રજૂ કરતા નથી. તેઓ તેની થોટ પ્રોસેસ પ્રત્યે સજાગ જ હોય છે. હા, પોતાની જાતમાં વિશ્વાસ હોવો – એ સારી બાબત છે પરંતુ વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાનકારક સાબિત થાય છે. ચેમ્પિયન્સ તેના આત્મવિશ્વાસને સાચી દિશામાં વાળી શકે છે. તેઓ આત્મવિશ્વાસનો હકારાત્મક ઉપયોગ કરે છે. 

ફૂડ ફોર થોટ 

નીચેનો પ્રશ્ન તમારી જાતને પૂછો: 

“તમારી જાતને તમે કેટલા વિનમ્ર છો તે પૂછવામાં આવે તો ૧ થી ૭ આંકડામાં તમે તમારી જાતને શું ક્રમાંક આપશો?” 

જો તમારો જવાબ સાતથી ઓછો હોય તો તમારી જાતને વચન આપો કે હવેથી તમે લોકો સાથે વધુ વિનમ્ર બનશો. તમારી જાતને વચન આપો કે તમે લોકો સાથે સારો વ્યવહાર કરશો. આ પ્રકારના વર્તન માટે તમને સ્વશિસ્ત જ ઉપયોગી સાબિત થશે. કોઈ આવીને તમને વિનમ્રતા નહીં 

શીખવાડી શકે. તમારે જ તેના પર કામ કરવું પડશે. 

 

હજુ એક પ્રવૃત્તિ તમે કરી શકો. જે થોડી સરળ છે: 

તમારા અહંકારભર્યા જાગૃત મનને પરોપકારી જાગૃત મનમાં રૂપાંતરિત કરી દો. આ માટે એવી દસ બાબતોનું લીસ્ટ બનાવો જેના માટે તમે આભારી હો. ત્યારબાદ એવા લોકોને મળીને આભાર માનો – જેણે તમને સફળતા મેળવવામાં મદદ કરી હોય. આ પ્રકારના આભાર વ્યક્ત કરતું લીસ્ટ તમે દરરોજ બનાવી શકો છો. એવું જરૂરી નથી કે તેમાં દસ બાબતો જ હોય. તમે ઈચ્છો તો વધુ બાબતો પણ લખી શકો. આ પ્રકારની પ્રવૃત્તિને "ગ્રેટીટ્યુડ જર્નલ" કહેવામાં આવે છે. આ પ્રવૃત્તિ વાંચીને તો તમને એવું લાગશે કે ખૂબ જ સરળ છે. પણ તેની અસર અદ્ભુત છે. તમારો જીવન અને લોકો પ્રત્યનો નકારાત્મક દ્રષ્ટિકોણ દૂર થઇ જશે. 

વિનમ્રતાને લીધે તમારા જીવનમાં અને તમારી આસપાસના વાતાવરણમાં પણ બદલાવ આવશે. તમારા વિનમ્ર વર્તનના કારણે લોકો તમને પસંદ કરવા લાગશે. તમારી આસપાસ એક હકારાત્મક વાતાવરણ ઉભું કરી દો. તમે જેવી લાગણીઓ ફેલાવશો તેવી જ લાગણીઓ તમારી પાસે આવશે. આ જ યુનિવર્સનો નિયમ છે. તમારા દરેક વર્તનની અસર ભવિષ્યમાં જોવા મળે જ છે.