વિચારો બદલશે તો જીવન બદલશે

thinking by darshali soni.jpg

તમને ખબર છે?

સફળતાની વાત આવે ત્યારે ત્રણ પ્રકારના લોકો હોય છે - ગરીબી, વર્કિંગ ક્લાસ અને મિડલ ક્લાસ; આ બધાના વિચારો સરખા જ હોય છે. તેઓ હંમેશા તેના ધ્યેય પૂરા કરવા માટે તૈયારી કરતા રહે છે. તેઓની તૈયારીનો સમય ક્યારેય પૂરો થતો જ નથી. ગરીબ લોકો હંમેશા કામની શોધમાં હોય છે.

વર્કિંગ ક્લાસ લોકો ક્યારે નાઈટ શિફ્ટમાંથી ડે શિફ્ટ થાય તેની રાહમાં હોય છે. મિડલ ક્લાસ લોકો ડીગ્રી કોર્ષ શરુ કરવાની માત્ર વાતો કરે રાખે છે. ત્રણેય ક્લાસના લોકોને સફળ તો થવું જ છે પણ પોતાના ધ્યેય પ્રત્યે ખરેખર કોઈ એક્શન લેવાની તેની હિંમત નથી. તેઓ હંમેશા સાચા સમય કે ચમત્કારની રાહમાં હોય છે. તેઓ કોઈ આવીને તેને મોટીવેટ કરે તેની રાહમાં હોય છે. તેઓ તેના મગજ, વિચારો અને લાગણીઓના ગુલામ બની ગયા હોય છે. અહી જ તો થાપ ખવાઈ જાય છે.

ચેમ્પિયન હોય છે અનોખા!

જયારે ચેમ્પિયન્સ તેની લાગણીઓના રાજા છે. તેઓ સાચા સમયની રાહ જોવીને મૂર્ખતા માને છે. તેઓ આજ એટલે કે વર્તમાનને જ કોઈપણ કામ કરવાનો અને પોતાના સપના પૂરા કરવાનો સાચો સમય માને છે. તેના માટે આવતીકાલ શબ્દ ભ્રમ માત્ર છે. તેઓ આજ – વર્તમાન ક્ષણમાં જીવે છે. તેઓ જે કોઇપણ આયોજનો કરે છે તેનો અમલ પણ કરે છે. બાકી કાગળ પર આયોજન તો દરેક વ્યક્તિ કરી શકે. પણ જે વ્યક્તિ તેનો ખરો અમલ કરી શકે – પોતાના જીવનમાં અને કારકિર્દીમ બદલાવ લાવી શકે તે જ ખરો ચેમ્પિયન કહેવાય.

તેના મતે કોઈપણ દિવસ તેના જીવનનો અંતિમ દિવસ હોઈ શકે તો શા માટે પોતાના સપના આજે જ ન પૂરા કરવા? ચેમ્પિયન્સ સમયની તાકાતને સમજે છે અને સમયની તાકાતનો આદર પણ કરે છે. તેઓ તેનો વર્તમાન તેના ભવિષ્યના વિચારો અને સપનાઓને આધારે જ ઘડે છે. એવેરેજ લોકો પણ બુધ્ધીશાળી જ હોય છે. તેઓ પણ સમયની તાકાત સમજે છે.

આમ છતાં તેઓ સાચા સમયની રાહમાં પોતાનો અમૂલ્ય સમય બગાડે રાખે છે. તેઓના પણ પોતાના સપનાઓ હોય છે. પરંતુ તેઓ જીવનના પાઠને સમજી શકતા નથી. તેથી એક સમય એવો આવે છે કે તેઓનું જીવન ખતમ થઇ ગયું હોય છે અને સપનાઓ પણ અધૂરા જ રહી ગયા હોય છે.

તમે શું શીખશો?

મહાન લોકો સમયની રફતારનું મહત્વ સમજે છે. તેઓ તેના જીવનને એક મર્યાદિત સમયમાં બાંધી દે છે. ચેમ્પિયન્સના દરેક એક્શનમાં તમને સમયની મહત્વતા છલકતી દેખાશે. એવરેજ લોકો સારા મૂડ, સારા સમય અને સાચા સમયની રાહમાં હોય ત્યારે જ ચેમ્પિયન્સ પોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે એક્શન લેવા લાગે છે. તેઓને કોઈ કામ કરવું ગમતું હોય કે ન ગમતું હોય આમ છતાં તેઓ તેના સપના માટે થઈને કામ કરવાનું શરુ કરી દે છે.

“બંનેમાં માત્ર એક જ બાબતનો ફર્ક છે - વિચારો.

  અમુક લોકો પોતાના સપનાઓ જીવીને મૃત્યુ પામે છે તો અમુક લોકો માત્ર સપનાઓ જોઇને જ મરી જાય છે. તમે ક્યાં પ્રકારના વ્યક્તિ બનવા માંગો છો?

ફૂડ ફોર થોટ

તમારી લાગણીઓ તમારા પણ હાવી ન થાય તેવી આદત કેળવો. આ આદત આજથી જ કેળવવાનું શરુ કરી દો. આ આદત આવતા ૩૦ દિવસ સુધી અનુસરો. ઘણીવાર એવું થશે કે લાગણીઓ તમારા પર હાવી થઇ જશે પરંતુ ત્યારે તમારા મન પર કાબૂ લાવો. કોઈપણ સારી પ્રવૃત્તિને તમારી આદત બનાવી લો એટલે સફળતા નક્કી જ છે.