વર્તમાન યુગને જોતા એવું જરૂરથી કહી શકાય કે હાલમાં સૌથી વધુ કઈ મહત્વનું હોય તો તે – નાણા, લાગણીઓ કે લોકો નથી પણ આઈડીયાઝ છે. હા, કારકિર્દીની વાત આવે ત્યારે આ વાત સો ટકા સાચી હોઈ શકે. તમારું ભણતર, તમારો ઉછેર, તમારી પરીસ્થિતિ પર કોઈ ધ્યાન નહી આપે – જો તમારી પાસે ઉત્તમ આઈડિયા હશે અથવા તો આઈડીયાઝનો ખજાનો હશે. દુનિયામાં ઇનોવેશન લાવનાર આઈડીયાઝથી માંડીને તમારા રોજિંદા જીવનને સરળ બનાવતા આઈડીયાઝ – બધાને આવકારવામાં આવે છે અને જરૂરી લાગતા આઈડીયાઝને અપનાવવામાં પણ આવે છે.
આપણને એટલું તો સમજાઈ જ ગયું કે હાલમાં આઈડિયાઝ મહત્વના છે. પણ આજના સિક્રેટમાં એ વાત કરવી છે કે ચેમ્પિયનનો આઈડિયા માટે દ્રષ્ટિકોણ કેવો હોય છે અને એવરેજ લોકોનો દ્રષ્ટિકોણ કેવો હોય છે? તેમજ આ દ્રષ્ટિકોણનો તફાવત તેઓની સફળતામાં કેવો ભાગ ભજવે છે.
એવરેજ લોકોની આઈડિયા અંગેની માનસિકતા
એવરેજ લોકોને કોઈ વ્યક્તિ આવીને કોઈ આઈડિયા રજૂ કરે તો તેઓ તે આઈડિયાને આવકારવાને બદલે તે આઈડિયાથી દૂર ભાગે છે. તેઓએ એવો સતત ડર હોય છે કે કોઈ વ્યક્તિ તેનાથી આગળ નીકળી જશે તો? તેથી તેઓ આઈડિયા સારો હોય તો પણ તેનાથી દૂર ભાગે છે. એવરેજ લોકો ગ્રુપથી ભાગે છે. તેઓને એવો ડર હોય છે કે આઈડિયાનો જશ કોઈ બીજું ટીમનું સભ્ય લઇ જશે તો? તેઓ તેના ઉપરીની સામે પોતાની જાતને જ ઉત્તમ દેખાડવા પ્રયત્નો કરે છે.
ચેમ્પિયન/સફળ લોકોની આઈડીયાઝ અંગેની માનસિકતા
ચેમ્પિયન્સ એ વાત સારી રીતે જાણે છે કે ઓર્ગેનાઈઝેશનમાં બધા જ લોકો એકબીજા પર આધારિત છે. એવરેજ લોકો બીજાના આઈડિયા સ્વીકારતા નથી તેથી તેની સફળતા પણ એક મર્યાદામાં બંધાઈ જાય છે. દરેક વ્યક્તિમાં કંઇક પોટેન્શિયલ રહેલું જ હોય છે. જો બધા જ લોકોના આઈડિયાને ભેગા કરવામાં આવે અને કંઇક નવું સર્જન કરવામાં આવે તો બની શકે લાંબાગાળે ઓર્ગેનાઈઝેશનને ફાયદો થાય.
ઘણા ચેમ્પિયન્સ એકલા કામ કરવામાં માનતા નથી. તેઓ પોતાના જેવા વિચારો ધરાવતા લોકો સાથે કામ કરે છે અને કોઈપણ આઈડિયાને વધુ ઉત્તમ બનાવે છે.
રોઝ પેરોટેના કહેવા મુજબ –
"જીવન એક ઓર્ગેનાઈઝેશનલ ચાર્ટ નથી પરંતુ જીવન એ કરોળિયાનું જાળું છે."
મહાન લોકો અને સફળ ઓર્ગેનાઈઝેશનસ એ વાતથી વાકેફ જ હોય છે કે એકલા એકલા કામ કરવાને બદલે સાથે મળીને ટીમમાં કરેલ કામ વધુ સારા પરિણામ આપે છે. ચેમ્પિયન્સ તેની ટીમના દરેક સભ્યના દ્રષ્ટિકોણને આવકારે છે. જયારે ચેમ્પિયન્સની માનસિકતા તદન અલગ હોય છે. તેઓ તેની ટીમના દરેક સભ્યને જશ આપે છે. તેઓ ટીમની મહેનતને બિરદાવે છે. ચેમ્પિયન્સ સહકારની ભાવના ધરાવે છે.
એક સરળ માનસિકતા જ બદલાવવાની છે. જશની ભાવના, વિચારો કોઈ ચોરી જશેની ભાવના – આવા ખોખલા વિચારોને મનમાંથી કાઢી નાખવાના છે. આઈડીયાઝને આવકારતા શીખવાનું છે – પોતાના આઈડીયાઝ આત્મવિશ્વાસથી રજૂ કરતા શીખવાના છે.
ફૂડ ફોર થોટ
નીચેના પ્રશ્નો તમારી જાતને પૂછો:
૧ હું ક્યાં પ્રકારનો લીડર છું? - શું મને મારી ઓળખ ઉભી કરવમાં જ રસ છે?
૨ હું ક્યાં પ્રકારનો લીડર છું? - મને માત્ર કામ કરવામાં જ રસ છે. જશ કોને મળે તે મારા માટે મહત્વનું નથી.
૩ હું લોકોના આઈડીયાઝને સરળતાથી સ્વીકારી લઉં છું? કે શરૂઆતથી જ હું દલીલ કરવા લાગું છું?
૪ હું મારા આઈડીયાઝ સરળતાથી રજૂ કરું છું કે પછી તેને મારા સુધી જ સીમિત રાખું છું?
તમારા જવાબ પરથી તમે જ નક્કી કરો કે હવે તમારે કેવી માનસિકતા કેળવવાની જરૂર છે.