મથાળા પરથી એવું લાગશે કે આ તે કઈ પ્રશ્ન છે? અથવા તો જો તમે આર્ટ ઓફ લીવીંગનો "આઈ બીલોંગ ટુ યુ" કન્સેપ્ટ જાણતા હશો તો એવું લાગશે કે આ જ કન્સેપ્ટની આમાં વાત હશે. જો કે એવું નથી. આજે મારે તમને બે શબ્દો શીખવવા છે - એક તો કૃતજ્ઞતા અને બીજું "નોન લીનીયર થીંકીંગ" તો શરુ કરીએ?
ચેમ્પિયન બનવા માટે અમુક પ્રકારની માનસિકતા હોવી જરૂરી છે. તો જ તમે સાચી દિશામાં આગળ વધી શકશો. તેથી સૌથી પહેલી માનસિકતા શીખો - નોન લીનીયર થીંકીંગની.
આપણા મનમાં એક સમયે અનેક વિચારો આવતા હોય છે. ઘણા વિચારો સારા હોય છે તો ઘણા વિચારો નકામા. આ વિચારોનો ઉપયોગ કઈ રીતે કરશો? - તેને ક્રમમાં ગોઠવીને. કંઇક સમજ પડે અને અમલ કરી શકાય તેવા ફોર્મમાં ગોઠવીને આ વિચારોનો અમલ કરવાનો. આ પ્રકારની થીંકીંગને "નોન લીનીયર થીંકીંગ" કહેવાય.
હવે તમને પ્રશ્ન થાય અત્યાર સુધી તો તમે આ કન્સેપ્ટ જાણતા નહોતા તો પણ ધંધો થતો હતો અને જીવન જીવાતું હતું. તો હવે આ કન્સેપ્ટ શા કામનો? જીવનના ત્રણ તબક્કામાં આ કન્સેપ્ટ કામમાં આવશે:
૧ તમારે સ્ટ્રેટેજી ઘડવી હશે ત્યારે.
૨ તમારે તમારી અંદરની સર્જનાત્મકતા વધારવી હશે ત્યારે.
૩ કોઈ સમસ્યાનો ઉકેલ શાંતિથી લાવવો હશે ત્યારે.
આ દરેક તબક્કામાં મનના ઘોડાઓ મન ફાવે એમ દોડતા હશે તો કામ નહી થાય. તેથી આવા સમયે નોન લીનીયર થીંકીંગ કામમાં આવે છે.
હવે આ કન્સેપ્ટ તો તમે શીખી લીધો. અમલમાં પણ મૂકવા લાગ્યા. હવે પછીનું પગલું કયું? - એક ચેમ્પિયન તરીકે જયારે તમે કામ કરતા હો ત્યારે તમારા ધ્યેયો હાંસિલ થાય તેટલું પૂરતું નથી. તમારે લોકો પ્રત્યે અને પોતાની જાત પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ કેળવવો પડશે.
તેના માટે અંગ્રેજી ભાષામાં બહુ જ સરસ શબ્દ છે - "ગ્રેટીટ્યુડ". લેખકો તેને "બીઈંગ કનેકટેડ" કહે છે. એથ્લેટ્સ તેને "ઝોન" કહે છે અને સાયકોલોજીસ્ટ તેને "સ્ટેટ ઓફ ફલો" કહે છે.
આ તો વાત થઇ કૃતજ્ઞતા માટેના અલગ અલગ શબ્દોની. ખરેખર તેનો અર્થ શું? - આભારની લાગણી વ્યક્ત કરવી.
જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો તમારા જીવનમાં જે કંઈપણ થઇ રહ્યું છે તેના આભારી બનો. અહી ભગવાન શ્રી કૃષ્ણની વાત એકદમ સાચી પડે - "કર્મ કરે જા અને ફળની આશા ન રાખ." જો તમે કઈપણ કામ કરો છો અને તેના પરિણામથી પ્રભાવિત થઇ જાવ છો તો ક્યારેય કૃતજ્ઞ નહી બની શકો.
તમારું કામ એટલું જ હોવું જોઈએ કે તમે નક્કી કરેલ ધ્યેય હાંસિલ કરવો. પછી તેનું પરિણામ સારું આવે કે ખરાબ - તેની અસર તમારા પર ન પડવી જોઈએ. માની લો કે સારું પરિણામ આવ્યું તો આભાર વ્યક્ત કરો. જો સારું પરિણામ ન આવ્યું તો પણ આભારી બનો. કારણ કે તમને કંઇક શીખવા મળ્યું.
સાચું કહું તો ગ્રેટીટ્યુડ એક માઈન્ડસેટ છે. જેને તમે એક ચેમ્પિયનની જેમ વિકસાવી શકો છો. ટૂંકમાં જો તમે ચેમ્પિયન બનવા માંગતા હો તો કૃતજ્ઞ બનો. કોઇપણ ઘટનાની અસર તમારા મન પર ન થવી જોઈએ. આવી માનસિકતા કેળવવી અઘરી છે પણ અશક્ય નથી. તેથી આજથી જ પ્રયત્નો કરવાનું શરુ કરી દો.
આજના સિક્રેટ નંબર ૧૧માં મારે બે બાબતો રજૂ કરવી હતી - એક તો નોન લીનીયર થીંકીંગ કે જે તમને દરેક તબક્કે ઉપયોગમાં આવી શકે અને બીજું જ કૃતજ્ઞતાની લાગણી.
આ લાગણીનું જાદુ શું છે તે જાણો છો? - તમારી અંદર ગમે તેવી ઇચ્છાઓ, ગુસ્સો, પ્રેમ, અપેક્ષાઓ હોય પણ જો તમે આ આભારી હોવાની લાગણી કેળવી લેશો તો જીવન બહુ જ સરળ લાગવા માંડશે. કારણ કે તમને પરિણામોથી ફર્ક જ નહી પડતો હોય.
ફૂડ ફોર થોટ
ચાલો આજે આપણે ત્રણ લીસ્ટ બનાવીશું. એક લીસ્ટમાં આપણે કઈ ૧૦ ઘટનાઓને કારણે આભારી/કૃતજ્ઞ અનુભવીએ છીએ તેનું લીસ્ટ. બીજું દસ લોકોનું લીસ્ટ કે જેના આપણે આભારી છીએ. ત્રીજું લીસ્ટ એવી ૧૦ બાબતોનું જેના કારણે આપણે કૃતજ્ઞ અનુભવતા હોઈએ.
આ લીસ્ટ એક જ વાર નથી બનવાનું. દર અઠવાડિયે બનવાનું છે. જેથી કરીને તમને ખ્યાલ આવશે કે જીવનમાં દુઃખ કરતા પણ સુખ તો ઘણું છે. એવું તો ઘણું છે જે તમને જરૂરથી ચેમ્પિયન બનાવી શકે. તો આજે જ પેન અને કાગળ લઈને બેસી જાવ. જરૂરી નથી કે ૧૦ જ હોય. વધુ પણ હોઈ શકે અને ઓછા પણ.