લાગણીને તમારી તાકાત બનાવો

 

મિડલ ક્લાસ લોકો એવું માને છે કે સફળતા માટે શાળાકીય શિક્ષણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે વર્લ્ડ ક્લાસ લોકો માટે ઈમોશનલ ઇન્ટેલિજન્સ વધુ મહત્વતા ધરાવે છે. તમને પ્રશ્ન થશે કે વળી ઈમોશનલ ઈન્ટેલીજન્સ એટલે શું? - ઈમોશનલ ઇન્ટેલિજન્સ એટલે પોતાની લાગણીઓને સમજવાની, કાબુમાં કરવાની અને વ્યક્ત કરવાની આવડત. વર્લ્ડ ક્લાસ લોકો બીજા લોકોને આરામથી પ્રભાવિત કરી શકે છે. તેનું કારણ તેની બુદ્ધી, કરિશ્મા અને સમજણશક્તિ છે. તેઓ લાગણીશીલ હોવાની સાથોસાથ બુધ્ધીશાળી પણ હોય છે. એવરેજ લોકો તર્ક વાપરીને જ વર્તન કરતા હોય છે. જયારે વર્લ્ડ ક્લાસ લોકો જાણે છે કે દરેક માનવી લાગણીશીલ પ્રાણી છે. તેથી તેઓ તેના લાગણીશીલ શબ્દો, આદતો અને વર્તન દ્વારા લોકોને પોતાના કરી લે છે. ચેમ્પિયન્સ માટે દરેક સંબંધ અતિ મહત્વના હોય છે.

મિડલ ક્લાસ લોકો પોતાની લાગણીઓથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે. તેઓ એ વાત સ્વીકારવા જ તૈયાર નથી હોતા કે દરેક માનવીનું વર્તન અને આદતો તેની લાગણીઓને જ આધીન હોય છે. મિડલ ક્લાસ લોકો હંમેશા સત્ય અને તર્કને આધારે જ નિર્ણયો લેતા હોય છે. જયારે મહાન લોકો જાણે છે કે જો તમે લોકો તમારી સાથે જોડાય તેવું ઇચ્છતા હો તો તર્કને બદલે તેની સાથે લાગણીનો ઉપયોગ પહેલા કરો. મિડલ ક્લાસ લોકો અને વર્લ્ડ ક્લાસ લોકો તર્ક અને લાગણીની આ ફિલોસોફીના કારણે જ એકબીજાથી તદન અલગ પડી જાય છે. જો તમે પણ તમારી જાતને સુધારવા માંગતા હો તો તર્ક કરતા લાગણીને વધુ મહત્વ આપવાનું શરુ કરી દો.

જયારે મિડલ ક્લાસ લોકો કોલેજમાં પુસ્તકિયું જ્ઞાન મેળવવામાં વ્યસ્ત હોય છે ત્યારે વર્લ્ડ ક્લાસ લોકો માનવીના વર્તન અને માનસિકતાને ભણવામાં વ્યસ્ત હોય છે. તેઓ તેની આસપાસના દરેક લોકોને સમજે છે પોતાની ઈમોશનલ ઇન્ટેલિજન્સને વધારે છે. ચેમ્પિયન્સ હંમેશા કંઇક ને કંઇક શીખતા રહે છે. જેમ કે - સાયકોલોજી, સોસીયોલોજી, ફિલોસોફી, સેલ્ફ - હેલ્પના પુસ્તકો, આધ્યાત્મિકતા અને સમાજમાં ટકવા માટે જરૂરી એટીકેટસ. આવા વિષયો દ્વારા તેઓ પોતાની આવડતને વિકસાવે છે અને પરિણામે તેઓ સફળતા મેળવે છે.

ફૂડ ફોર થોટ

તમારી જાતને ૧ થી ૭ના સ્કેલ પર ચકાસો અને જાણો કે તમે પોતે કેટલા ઈમોશનલી ઈન્ટેલીજન્ટ છો. આજથી તમારી ઈમોશનલ ઇન્ટેલિજન્સ વધારવા પર કામ કરવાનું શરુ કરી દો.