બોલે તેના બોર વેચાય!

 

એવરેજ લોકો વધુ લોકો સામે સ્ટેજ પર ચડીને બોલતા ખૂબ જ ડરે છે.  જયારે વર્લ્ડ ક્લાસ લોકો હજારો લોકોને સામે બોલી શકે છે અને હજારો લોકોને પ્રેરણા આપી શકે છે. તેઓ ઉત્તમ વક્તા હોય છે. ૯૫% લોકો એવા હોય છે કે સ્ટેજ પર ચડીને બોલતા ડરે છે.  બાકીના ૫% વર્લ્ડ ક્લાસ લોકો ઉત્તમ લીડર બને છે, વક્તા બને છે અને અનેક લોકોના દિલ જીતી લે છે. મોટાભાગના લોકો અનેક લોકોની સામે બોલતા અચકાય છે. તેના માટે સ્ટેજ પર ચડીને બોલવું તે ખૂબ જ હિંમતનું કામ છે અને તેના માટે કંઇક અલગ જ પ્રકારનું ટેલેન્ટ જોઈએ. જયારે વર્લ્ડ ક્લાસ લોકો સ્ટેજ પર ચડીને લોકોને પ્રેરણા આપતા હોય છે ત્યારે તેઓની સ્પીચ જ એટલી જોરદાર હોય છે કે સાંભળનાર લોકો તેનાથી પ્રભાવિત થઇ જાય છે. તમે એક - એક વ્યક્તિને કોઈ આઈડિયા કે વિચાર સમજાવવા બેસો તેના કરતા વક્તા બનીને એક સાથે અનેક લોકોને પ્રેરણા આપી શકો છો. મહાન લોકો આ સત્ય જાણે છે. તેથી જ તેઓ ઉત્તમ વક્તા બનવા માટેની જરૂરી દરેક આવડત શીખી લે છે.

તેઓને જયારે પણ બોલવાનો મોકો મળે અને લોકોને પ્રેરણા આપવાનો કે લોકોને માર્ગદર્શન આપવાનો મોકો મળે ત્યારે તેઓ તે તકને જતી કરતા નથી. ઘણા ચેમ્પિયન્સ બહિર્મુખી હોતા નથી. તેઓ શરમાળ હોય છે. આમ છતાં તેઓ પણ પોતાનો ડર મનમાંથી કાઢીને ઉત્તમ વક્તા કઈ રીતે બનવું તે શીખી લે છે. તેઓ જાણે છે કે "પબ્લિક સ્પીકિંગ" એક કળા છે. જે કોઈપણ વ્યક્તિ કેળવી શકે છે. તેઓ પોતાના વિઝન માટે જરૂરી દરેક આવડત શીખી લે છે. કારણ કે તેઓ પીછેહઠ કરવામાં માનતા નથી.  તેઓ પોતાનો aatmv આત્મવિશ્વાસ વધારે છે તેથી જ તેઓ કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે પણ ઉત્તમ રીતે વાતચીત કરી શકે છે. તેઓ નીડર થઈને હજારો લોકોની વચ્ચે બોલી શકે છે અને લોકોને પ્રેરણા પણ આપી શકે છે.

ફૂડ ફોર થોટ

આજથી જ નક્કી કરો કે તમે ઉત્તમ વક્તા બનશો. તેના માટે જરૂરી ટ્રેઈનીંગ મેળવી લો. ઈન્ટરનેટ પર પબ્લિક સ્પીકિંગ માટેના અનેક વર્કશોપ, પુસ્તકો અને વિડીયોઝ ઉપલબ્ધ છે તેનો અભ્યાસ કરો. જેમ કે - બીલ ગોવનો વર્કશોપ www.speechworkshop.com વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેમાંથી પબ્લિક સ્પીકિંગ વિશે શીખો.