પ્રોત્સાહિત થવા તમે શું કરો છો?
એવરેજ લોકો માત્ર ધ્યેયોનું લાંબુ લીસ્ટ બનાવી લે છે. ધ્યેયો હાંસિલ થયા બાદ પોતાની જાતને શાબાશી કઈ રીતે આપવી, ખૂશી કેમ મનાવવી - ટૂંકમાં રીવોર્ડ સીસ્ટમ વિશે વિચારતા જ નથી. ચેમ્પિયન્સ પોતાની જાતને પ્રેરણા અને પ્રોત્સાહન મળતા રહે તે માટે રીવોર્ડ સીસ્ટમની રચના કરે છે. તેઓ તેના કર્મચારીઓને સારા કામ બદલ અનેક પ્રકારના રીવોર્ડસ આપે છે. તેઓ પોતાની જાતને પણ સારા કામ બદલ રીવોર્ડ આપે છે.
ચેમ્પિયન્સ બે પ્રકારના ધ્યેયો નક્કી કરે છે. એવા ધ્યેયો કે જેનો અમલ અને કાબૂ તેના હાથમાં છે તેને તેઓ - "અમલ આધારિત ધ્યેયો" કહે છે. એવા ધ્યેયો કે જેના પરિણામ પર તેઓનો કાબૂ હોતો નથી તેવા ધ્યેયોને ચેમ્પિયન્સ ટાર્ગેટ કહે છે. મહાન લોકો ટાર્ગેટ તો નક્કી કરી લે છે પરંતુ તેઓ સૌથી વધુ ધ્યાન તેના ધ્યેય હાંસિલ કરવા પર આપે છે.
જેમ કે સેલ્સમેન દિવસના ચોક્કસ કોલ્સ કરવાનું નક્કી કરે છે. જો તેઓ ચોક્કસ આંકડામાં નક્કી કરેલ કોલ્સ ન કરી શકે તો તેઓ તેના ટાર્ગેટમાં નિષ્ફળ નીવડ્યા કહેવાય. જ્યાં સુધી તેઓ તેનો ટાર્ગેટ પૂરો ન કરે ત્યાં સુધી ટાર્ગેટ પૂરા થતા મળતા રીવોર્ડસ તેને મળતા નથી. જો તેઓ નક્કી કરેલ કોલ્સ પૂરા કરે તો તેને રીવોર્ડ આપવામાં આવે છે. આ પ્રકારના ધ્યેયોને "અમલ આધારિત ધ્યેયો" કહે છે. આ ફિલોસોફી ખૂબ જ સરળ છે. લોકો જે કહે છે તે મુજબ તેઓ કામ કરે તો તેને રીવોર્ડ આપો.
જો કોઈ વ્યક્તિ ખરેખર સેલ્સ, માર્કેટ શેર કે અન્ય કોઈ ટાર્ગેટ હાંસિલ કરી આપે તો તેને રીવોર્ડ આપવો જ જોઈએ. તેથી તેનું પરફોર્મન્સ વધુ સારું બને છે. પરંતુ જે લોકો ટાર્ગેટ હાંસિલ કરવામાં માત્ર મદદ કરતા હોય - ટાર્ગેટ હાંસિલ ન કરી દેતા હોય તો તે લોકોને પણ સરખો જ રીવોર્ડ આપવો તે અન્યાય કહેવાય. લોકોને તેના કામ મુજબ જ રીવોર્ડ આપવો જોઈએ. જો બંને હોદાના વ્યક્તિને સરખો રીવોર્ડ આપવામાં આવે તો વધુ મહેનત કરનાર વ્યક્તિ હતાશ થઇ જાય છે.
આવનારા ભવિષ્યમાં લોકોને તેના કામ મુજબ જ રીવોર્ડ આપવામાં આવે તે સીસ્ટમ વધુ અસરકારક નીવડશે. જે વ્યક્તિ જે પ્રકારનો રીવોર્ડ મેળવવાને લાયક છે - તે પ્રકારનો રીવોર્ડ જ તેને મળવો જોઈએ. ઉત્તમ કામ કરનારને અને નક્કી કરેલ ધ્યેય મુજબ અમલ કરનારને રીવોર્ડ મળવો જ જોઈએ. જો તમે લોકોને ઉત્તમ રીવોર્ડ આપતા રહેશો તો તેનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ વધતો જશે.
ફૂડ ફોર થોટ
૯૦ દિવસમાં પૂરો કરી શકાય તેવો એક ધ્યેય નક્કી કરો અને તે ધ્યેયને ટાર્ગેટમાં રૂપાંતરિત કરી દો. તમારા ટાર્ગેટને પૂરો કરવા માટે જરૂરી દરેક પ્રવૃતિઓ કરો. જો તમે નક્કી કરેલ ટાર્ગેટ હાંસિલ કરી લો તો તમારી જાતને શું રીવોર્ડ આપશો તે પણ નક્કી કરી રાખો. તમારા હાલના ધ્યેયોને આવતા ૩૦ દિવસમાં પૂરા કરી જ નાખવા તેવું નક્કી કરો. એકવાર તમને આ રીતે કામ કરવાની આદત પડી જશે એટલે તમે જાતે જ પોતાની જાતને પ્રોત્સાહન આપતા શીખી જશો. આ આદતથી તમને જરૂર સફળતા મળશે.