ના ક્યારે પાડવી પડે? ના શા માટે પાડવી જોઈએ? શા માટે તમારા સમયની કિંમત કરવી જોઈએ? કઈ રીતે ના પાડવાની આવડત તમારો સમય અને શક્તિ બચાવશે તે આજના ચેમ્પિયન બોર્ડમાં જાણીશું.
વર્લ્ડ ક્લાસ લોકો માટે તેનો સમય ખૂબ જ કિંમતી હોય છે. તેઓ જાણે છે તેને આ પૃથ્વી પર એક મર્યાદિત સમય જ મળેલ છે. તેના માટે સમય અમુલ્ય સંપતિ છે. વર્લ્ડ ક્લાસ લોકો જેમ વધુને વધુ સફળ બનતા જાય તેમ તેઓ વધુને વધુ લોકોને "ના" પાડતા શીખી જાય છે.
જેમ કે વધારાના મફતમાં કરવાના પ્રોજેકટ, કોઈ વ્યક્તિને મદદ કરવી - આવા અનેક પ્રકારના નકામા કામમાં તેના સમયનો બગાડ થતો હોય તેવું તેઓ અનુભવે છે.
નવશિખીયા લીડર્સ એવું માને છે કે તેની પાસે જરૂર કરતા વધુ સમય છે. હકીકતમાં તેઓ એ વાસ્તવિકતા સ્વીકારતા જ નથી કે સમય ખૂબ જ મર્યાદિત છે. નવશિખીયા લીડર્સ પોતાની જાતને છેતરવામાં અને પોતાના મનને ખોટા વિચારો આપવામાં પાવરધા હોય છે. તેઓનું કુમળું મન વાસ્તવિકતાને સ્વીકારી શકતું નથી.
વર્લ્ડ ક્લાસ લોકો તેના સમયનો હંમેશા સદુપયોગ કરે છે. તેઓને "ના" કહેવા બદલ અફસોસ પણ થતો જ હોય છે. લોકો તેને સ્વાર્થી ગણે છે ત્યારે તેઓ પણ ખરાબ અનુભવે જ છે.
આવા સમયે ચેમ્પિયન્સ બીજા લોકો તેના વિશે શું વિચારે છે તેના કરતા તેઓ પોતે પોતાની જાત વિશે શું વિચારે છે તેના પર વધુ ધ્યાન આપે છે. નવશિખીયા લીડર્સ આવા લોકોના વર્તનને અહંકાર માને છે. જયારે વર્લ્ડ ક્લાસ લોકો તેને આત્મવિશ્વાસ માને છે.
મિડલ ક્લાસ લોકોના મન પર બીજા લોકોના અભિપ્રાયની ખૂબ ઊંડી અસર થાય છે. તેથી તેઓ દરેક વ્યક્તિને "હા" કહે છે. હા, આવા મિડલ ક્લાસ લોકોને બધા તરફથી પ્રેમ અને વખાણ મળે છે પરંતુ એક રીતે મિડલ ક્લાસ લોકોને બીજાના અભિપ્રાય પર જીવવાની આદત પડી જાય છે. લોકો તેને સ્વીકારે તો જ તેઓ ખુશ રહી શકે છે. લોકોના ખરાબ અભિપ્રાયના ડરથી જ તેઓ "ના" પાડતા અચકાય છે.
ફૂડ ફોર થોટ
એવી પ્રવુતિઓનું લીસ્ટ બનાવો જેમાં તમે અપેક્ષા રાખી હોય તે મુજબનું પરિણામ ન મળતું હોય. તમારી જાતને વચન આપો કે તે પ્રવૃતિઓ પાછળ સમય બગડવાનું તમે બંધ કરી દેશો. જેથી તમે તમારા સમયનો બચાવ કરી શકો.