તમે સેલ્ફ ઈમેજ પર કેટલું ધ્યાન આપો છો?

self image.jpg

 

તમે સેલ્ફ ઈમેજ પર કેટલું ધ્યાન આપો છો?

સેલ્ફ ઈમેજ એટલે આપણે આપણી જાત વિશે શું વિચારીએ છે - આપણા મનમાં આપણી કેવી પ્રતિષ્ઠા છે તેનું ચિત્રણ. આપણામાંથી મોટાભાગના લોકો કોઈને કોઈ લઘુતાગ્રંથીથી પીડાતા હોય છે. આપણે ઘણીવાર પોતાની જાતને અન્ય લોકો કરતા ઉંચી અથવા નીચી માનતા હોઈએ છીએ. વર્લ્ડ ક્લાસ લોકોએ આ વાસ્તવિકતાની સ્વીકારી લીધી છે. તેઓનું માનવું છે કે દરેક વ્યક્તિની પોતાની બુદ્ધી અને માન્યતાઓ હોય છે. તેના અનુભવ પરથી તેઓનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ હોય છે. એક સારો આર્ટીસ્ટ સારો મીકેનેક ન પણ હોય. એક સારો ગણિતજ્ઞ સારો ચિત્રકાર ન પણ હોય. ચેમ્પિયન્સનો પ્રશ્ન - "શું તમે ચતુર છો?" તે નથી પણ ચેમ્પિયન્સનો પ્રશ્ન છે - "તમે કઈ રીતે ચતુરાઈનો ઉપયોગ કરો છો?"

કોઈપણ વ્યક્તિના સફળતાના મૂળમાં તેની સેલ્ફ ઈમેજ રહેલી છે. ચેમ્પિયન્સ પોતાની જાત વિશે ખૂબ જ હકારાત્મક વિચારસરણી ધરાવે છે. તેઓનો આત્મવિશ્વાસ ગજબનો હોય છે. તેના આત્મવિશ્વાસની ઝલક તમને તેઓના ધંધા, જીવન અને અન્ય લોકો પ્રત્યેના વલણમાં જોવા મળશે. તેઓ પોતાના પરના આત્મવિશ્વાસના આધારે જ  તેના જીવનના મોટા લક્ષ્યો નક્કી કરે છે. તેઓ પોતાની જાત વિશે એટલી હદે હકારાત્મક વિચારસરણી ધરાવે છે કે તેઓ ધારે તે મેળવી શકે છે.

શું તમારે પણ ઉત્તમ સેલ્ફ ઈમેજ બનાવતા શીખવી છે? તેના માટેના બે રસ્તાઓ છે: - પોતાની જાત સાથે વાતો કરવી, અને કલ્પનાશક્તિનો મહતમ ઉપયોગ(વિઝ્યુલાઈઝેશન) કરવો. નવશિખીયા લીડર્સ મોટા ધ્યેયો અને વિઝન વિચારતા ગભરાય છે. તેઓ એ વિચારોથી ભાગવાનો પ્રયત્ન કરે છે. આ સમયે ચેમ્પિયન્સ મોટા ધ્યેયો વિચારે પણ છે અને તેને પૂરા કરવા મહેનત પણ કરે છે. અહી બુદ્ધીચાતુર્ય હોય તો જ મોટા ધ્યેયો હાંસિલ કરી શકાય તેવી માન્યતા ખોટી ઠરશે. આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. ચેમ્પિયન્સ પોતાના મનનું પ્રોગ્રામિંગ જ એ રીતે કરે છે જેથી પોતાની ઉત્તમ સેલ્ફ ઈમેજ બને. તેઓ શૂન્યમાંથી સર્જન કરે છે.

ફૂડ ફોર થોટ

"મારા જીવનનું વિઝન હાંસિલ કરવા માટે મે મારી સેલ્ફ ઈમેજ ઉત્તમ બનાવી છે?" જો તમારો જવાબ ના હોય તો તમારી સેલ્ફ ઈમેજ સુધરે તે માટે હકારાત્મક વાક્યોનું એક લીસ્ટ બનાવો. આ લીસ્ટને દરરોજ વાંચવાનું શરુ કરી દો. આ વાક્યો એવા હોવા જોઈએ જે તમને ઉત્તમ સેલ્ફ ઈમેજ બનાવવામાં મદદરૂપ થાય.