તમે શેની શોધમાં છો?
નોકરીમાં કામ આવે તેટલું જ્ઞાન હોય એટલે એવરેજ લોકો તેટલા જ જ્ઞાનથી સંતુષ્ટ થઇ જાય છે. તેઓ વધુ જ્ઞાન મેળવવાની અને સતત કઈ નવું શીખવાની લાલસા રાખતા નથી. મહાન લોકો પોતાની જાતને સતત વ્યસ્ત રાખે છે. તેઓ હંમેશા કાર્યક્ષમ અને અસરકારક રીતે કંઇકને કઈ નવું શીખવાની શોધમાં હોય છે. તેઓ હંમેશા નવા નવા પુસ્તકો વાંચતા રહે છે. તેઓ સુવાક્યોના પુસ્તકો પણ વાંચે છે. આવા પુસ્તકોમાં અનેક ડહાપણભરી સલાહો આપી હોય છે. આવા પુસ્તકોમાં અનેક મહાન અને સફળ લોકોની વિચારસરણી આપેલ હોય છે. નવશિખીયા લીડર્સ માટે સુવાક્યો - "ચીઝી" અને બેતુકી વાતો છે. જયારે ચેમ્પિયન્સ આ પુસ્તકોને ભગવદગીતાની જેમ વાંચે છે. જેમ કોઈ વૈજ્ઞાનિક કંઇક શીખીને તેનો પ્રયોગ કરે છે તે જ રીતે ચેમ્પિયન્સ આ ડહાપણની વાતો શીખીને જીવનમાં તેનો અમલ કરે છે.
આ પુસ્તકોમાં ડહાપણનો ખજાનો હોય છે. તમને આવા પુસ્તકો રસ્તાના ફૂટપાથ પર પણ મળશે અને મોટા બુક સ્ટોરમાં પણ મળશે. બહુ ઓછા લોકો આવા પુસ્તકો ખરીદે છે. મોટાભાગના લોકો ખુશીની શોધમાં હોય છે. જયારે વર્લ્ડક્લાસ લોકો જાણે છે કે જો તેનામાં ડહાપણ હશે અને તેઓ પોતાની જાતને ઓળખતા હશે તો ખૂશી આપોઆપ મળશે. તમારા અનેક પ્રશ્નોના જવાબ તમને આ પુસ્તકોમાંથી મળશે. મોટાભાગના લોકો આવા પુસ્તકોને અવગણે છે. તેથી જ પેલી માનસિકતા સાચી પડે છે - ધનવાન વધુ ધનવાન બનતા જાય છે અને ગરીબ વધુ ગરીબ.
માનવી કોઈ એક જ સ્તર પર સ્થિર ન રહી શકે. માનવી વધુ વિકાસ કરે અથવા મરી જાય. આપણે વધુ સારા બનતા હોઈએ અથવા વધુ બગડતા જઈએ છીએ. મહાન લોકો આવા સુવાક્યોના પુસ્તકનો એક ટેકનીક તરીકે ઉપયોગ કરે છે. તેઓ પોતાના સફળતાના રસ્તામાં આગળ વધવા માટે અને નવું નવું શીખવા માટે આ પુસ્તકોનો ઉપયોગ કરે છે.
ફૂડ ફોર થોટ
દરરોજ પાંચ નવા સુવાક્યો વાંચવાનો નિયમ શરુ કરો. આ નિયમ એક વર્ષ સુધી ચાલુ રાખો. સુવાક્યનું ડહાપણ તમને વધુ પ્રેરણા આપશે, પ્રોત્સાહન આપશે અને આગળ વધવાની દિશા ચીંધશે.