તમે શું જોઈ રહ્યા છો?

 

મિડલ ક્લાસ લોકો તેના ભૂતકાળના અનુભવને આધારે અનેક માન્યતાઓ ઘડી લે છે. ચેમ્પિયન્સ માટે ભૂતકાળ તો જ મહત્વનો છે જો તેની અસર વર્તમાન અને ભવિષ્ય પર પડતી હોય. વર્લ્ડ ક્લાસ લોકો જાણે છે કે જેવો ભૂતકાળ હતો તેવું જ ભવિષ્ય હોય તે જરા પણ જરૂરી નથી. ચેમ્પિયન્સ તેના ભૂતકાળના સંઘર્ષને એક અલગ જ દ્રષ્ટિકોણથી જોવાનું શરુ કરી દે છે. તેને ભૂતકાળ દુઃખ આપવાને બદલે હિંમત આપે છે. એવરેજ લોકો તેનો મોટાભાગનો સમય ભૂતકાળ વિશે વિચારવામાં બગાડે છે. તેઓ ભૂતકાળને બદલી શકતા હોત તો - તેવી નકામી આશાઓ મનમાં બાંધે રાખે છે. મહાન લોકો જાણે છે કે જો તેઓએ ભૂતકાળમાં કોઈ મુશ્કેલીઓ કે સંઘર્ષનો સામનો ન કર્યો હોત તો તેઓ ક્યારેય સફળ ન બની શક્યા હોત. 

આવા હકારાત્મક વલણને કારણે મહાન લોકો માનસિક શાંતિ અને ખૂશી અનુભવે છે. તેઓ ભૂતકાળની ખરાબ યાદોને કારણે હતાશ થવાને બદલે તેમાંથી શિખ લે છે. જો ભૂતકાળની સારી યાદો હોય તો લોકોને તે યાદો યાદ કરવાથી કોઈ સમસ્યા થતી નથી. કોઈપણ પરફોર્મરને તેનો ખરાબ ભૂતકાળ જ અસર કરે છે. મહાન લોકો એક ફિલોસોફીને બહુ જ દ્રઢતાથી અનુસરે છે - જે કંઈપણ થાય છે તેની પાછળ કંઇક તો કારણ હોય જ છે. આ વિચારસરણીને કારણે તેઓ કોઈ નકારાત્મક અનુભવને હકારાત્મક ઘટનામાં રૂપાંતરિત કરી શકે છે. ભૂતકાળનો અનુભવ એ હકીકત છે. જયારે ભૂતકાળની ઘટના માટે કેવો દ્રષ્ટિકોણ રાખવો તે સત્ય છે. ચેમ્પિયન્સ જાણે છે કે તેઓ ભૂતકાળને બદલી શકવાના નથી. સાથોસાથ તેઓ એ પણ જાણે છે કે તેઓ ભૂતકાળને કઈ રીતે જુએ છે તે તો જરૂરથી બદલી શકશે. દ્રષ્ટિકોણ બદલવો તો ચેમ્પિયન્સના કાબૂમાં જ છે. ચેમ્પિયન્સ તેના દુઃખદ ભૂતકાળને એક હકારાત્મક દ્રષ્ટિકોણ આપી દે છે. જેથી તેઓ ભવિષ્યમાં પોતાનો વિકાસ કરી શકે છે અને સફળતા મેળવી શકે છે.

ફૂડ ફોર થોટ

તમારા જીવનની ત્રણ અઘરી પરિસ્થિતિઓનું લીસ્ટ બનાવો. ત્યારબાદ આ ઘટનાઓની તમારા ભવિષ્ય પર શું હકારાત્મક અસર પડી તે વિચારો. આ ઘટનાઓએ તમારી સફળતામાં કેવો ભાગ ભજવ્યો તે વિચારો. દરેક ખરાબ યાદોને એક હકારાત્મક દ્રષ્ટિકોણ આપી દો - જેથી તેની હકારાત્મક અસર જ તમારા ભવિષ્ય પર જોવા મળે.