તમે લોકો પાસેથી શીખો છો કે માત્ર સાંભળો છો?

તમે લોકો પાસેથી શીખો છો કે માત્ર સાંભળો છો?

વર્લ્ડ ક્લાસ લોકોનું સૌથી ઉત્તમ રહસ્ય શું છે તે જાણો છો? - તેઓ બીજા લોકોના વિચારો, આઈડિયાઝ, આદતો અને વર્તન પરથી શીખી શકે છે અને પોતાની સફળતાની મુસાફરીમાં ઉચ્ચ કક્ષાએ પહોંચી શકે છે. તેઓ એ વાત સારી રીતે સમજે છે કે બધી જ બાબતો પોતે જ અનુભવ કરીને શીખવી તેના કરતા ઘણીવાર કોઈના અનુભવ પરથી શીખીને પણ આગળ વધી શકાય છે. તેથી જ ચેમ્પિયન્સ પોતાના ક્ષેત્રમાં એક આદર્શ અને તેનાથી પણ વધુ સફળ હોય તેવા વ્યક્તિને શોધે છે અને તેની પાસેથી જરૂરી બધું જ જ્ઞાન હાંસિલ કરે છે. તેઓ તેના આદર્શ વ્યક્તિ પાસે કઈ શીખવા જાય ત્યારે પોતે સાવ શૂન્ય છે તેવું વિનમ્ર વર્તન કરે છે.

અપર ક્લાસ અને વર્લ્ડ ક્લાસ લોકો વચ્ચેનો મુખ્ય તફાવત જ એ છે - તેની વિનમ્રતા. અપર ક્લાસ લોકો ખૂબ જ અહંકારી હોય છે. તેઓ નાણા અને સતાના ભૂખ્યા હોય છે. સફળ લોકો આવા અહંકારી અને ઉદ્ધત લોકોને કંઈપણ શિખવાડવાનું પસંદ નથી કરતા. વર્લ્ડ ક્લાસ લોકોમાં અહંકાર નથી હોતો. પરંતુ તેઓ ખૂબ જ આત્મવિશ્વાસુ હોય છે. તેઓ પોતાની જાત સાથે વાત કરતા હોય ત્યારે તેનો અહંકાર બહાર આવે છે એ સિવાય તેઓ ભાગ્યે જ અહંકારી વર્તન કરે છે. મહાન લોકો ખૂબ જ કૃતજ્ઞ હોય છે. તેઓ તેની આસપાસના દરેક વ્યક્તિ સાથે ખૂબ જ નમ્રતાથી વર્તન કરે છે.

વર્લ્ડ ક્લાસ લોકોનું રેટ ઓફ વાયબ્રેશન (ROV) પણ વર્લ્ડ ક્લાસ લેવલનો હોય છે. તેઓ પોતાની આસપાસ એક અલગ જ પ્રકારનું આકર્ષણ ઉભું કરી દે છે. તેથી જ માર્ગદર્શક કે આદર્શ લોકોને આવા ચેમ્પિયન્સની મદદ કરવી વધુ ગમે છે. ચેમ્પિયન્સ તેના આદર્શની સલાહ અને માર્ગદર્શન દ્વારા બહુ જ ઓછા સમયમાં સફળ થઇ જાય છે. 

ફૂડ ફોર થોટ

એક એવી પ્રવૃત્તિ નક્કી કરો કે જે તમે આવતા ૯૦ દિવસમાં પૂર્ણ કરવા માંગતો હો. આ પ્રવૃત્તિમાં માર્ગદર્શન માટે એવા વ્યક્તિને શોધો જેણે અગાઉથી જે તે કામ કરેલ છે. તે આદર્શ વ્યક્તિ વિશે તમે બધું જ જાણી લો. ખાસ કરીને તેની વિચારસરણી પણ જાણી લો. બધી જ માહિતી ભેગી કરી લીધા પછી કલ્પના કરો કે તમે જ તે આદર્શ વ્યક્તિ છો. આવી કલ્પના કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. આ ટેકનીક પેલા સુપરમેન જેવી છે. ક્લાર્ક કેંટ ફોનબુથમાં જઈને સામાન્ય વ્યક્તિમાંથી સુપરમેન બની જાય છે. તે જ રીતે તમે પણ સફળતા મેળવી જ લીધી છે તેવી કલ્પના કરવા લાગો. અનેક વર્લ્ડ ક્લાસ લોકો મુશ્કેલીની પરિસ્થિતિમાં આ કલ્પનાશક્તિની ટેક્નીકનો ઉપયોગ કરે છે.