તમે રિસ્ક ટેકર છો?

risk.jpg

તમે રિસ્ક ટેકર છો?

એવરેજ લોકો જોખમો લેતા ડરે છે. તેઓને નાનપણથી જ એવું શીખવવામાં આવે છે કે - જીવન એકવાર જ મળે છે. તમને છત મળી રહે તેટલું પણ ઘણું છે. તેના માટે પણ આભાર વ્યક્ત કરો. મર્યાદામાં રહીને જ જીવન જીવો. ખોટા જોખમો ન ઉઠાવો. તેથી જીવન સરળ જ રહેશે. - આવા અનેક વિચારો અને માનસિકતાના કારણે જ તેઓ જોખમ લેતા અચકાય છે. તેના મનમાં અસુરક્ષા અને ડરનો ભાવ ઘર કરી ગયો હોય છે તેથી તેઓ જોખમ ઉઠાવ્યા વગર જ સરળ જીવન જીવીને મૃત્યુ પામે છે.

વર્લ્ડક્લાસ લોકોનું અર્ધજાગૃત મન કોઈપણ મર્યાદિત વિચારોમાં બંધાયેલું નથી હોતું.  વર્લ્ડક્લાસ લોકો જોખમ લેતા અચકાતા નથી. તેઓ હિંમતવાન હોય છે. તેઓને ખબર છે કે જો તેઓ જોખમ લઈને કઈ ગુમાવશે તો પણ અંતમાં તેઓ બધું જ પાછું મેળવી લેશે. તેઓને પોતાની જાત પર પૂરો આત્મવિશ્વાસ હોય છે. ચેમ્પિયન્સ માટે નાણા અને તકો શોધવી જરાપણ અઘરી નથી. ચેમ્પિયન્સ ખોટ કે નુકસાનીથી ડરતા નથી. તેઓ જોખમ ઉઠાવવા તૈયાર જ હોય છે.  તેના માટે ધંધો અને જીવન શીખવા માટેનું અને આગળ વધવા માટેનું મેદાન છે.

જો તમે કંઇક નવું ન કરો તો તમે ક્યારેય કઈ નવું શીખી પણ નહિ શકો. કંઇક નવું કામ કરીએ, નવા લોકોને મળીએ તો જ પોતાની જાતનો વિકાસ કરી શકાય. જો તમારી પાસે ઉત્તમ આઈડિયા હશે તો તેને અમલમાં મુકવાના રસ્તાઓ પણ મળી જ જશે. જોખમ લીધા વગર પ્રગતિ શક્ય નથી. બધા જ લોકો પાસે મર્યાદિત સમય છે. એકવાર સમય અને તક ચાલ્યો જશે પછી તમે કઈ જ કરી શકશો નહિ. જો હાલમાં તમારી નજર સામે કોઈ તક હોય તો તે તક ઝડપી લો અને કામ કરવાનું શરુ કરી દો. જોખમ લેતા શીખો.

ફૂડ ફોર થોટ

જોખમ સમજી વિચારીને ઉઠાવવું જોઈએ. ક્યાં પ્રકારનું જોખમ ઉઠાવવું તે સમજવું પણ એક આવડત છે. આ આવડતને વિકસાવવા માટે જોખમ ઉઠાવતા શીખો. તમે ઘણા સમયથી કોઈ આઈડિયા વિશે વિચારી રહ્યા હો તો આજે એવું નક્કી કરો કે જે તે આઈડિયા માટે આજે નાનું એવું જોખમ - નાનું ડગલું તો ભરશો જ. ડર લાગે તો પણ જોખમ ઉઠાવો. એકવાર તમને ટેવ પડી જશે પછી કોઈપણ જોખમ ઉઠાવતી વખતે તમે ડરશો નહિ.