એક દિવસ તમારા વિચારોનું નિરિક્ષણ કરજો - વિચારો ભૂતકાળના હોય છે કે ભવિષ્યના કે પછી વર્તમાનમાં. મોટાભાગે લોકો ભૂતકાળમાં ખોવાયેલ હોય છે.
બીલ ગોવ હંમેશા કહેતા:
" ભૂતકાળની મહત્વતા એક જ બાબતને કારણે છે - ભૂતકાળની અસર આપણા વર્તમાન અને ભવિષ્ય બંને પર જોવા મળે છે. તે સિવાય ભૂતકાળની કોઈ તાકાત નથી."
ગરીબી રેખા નીચે જીવતા લોકો, વર્કિંગ ક્લાસ અને મિડલ ક્લાસમાં જીવતા લોકોની સમસ્યા જ એ છે કે તેઓ હંમેશા ભૂતકાળમાં જ જીવે છે. તેના મનમાં હંમેશા એક જ વિચાર આવતો રહે છે - " જો મે આમ કર્યું હોત તો આમ થાત...કાશ હું આમ કરી શક્યો હોત...તેમ કરી શક્યો હોત.."
નવશિખીયા લીડર્સ હંમેશા પોતાના ભૂતકાળને યાદ કરીને અફસોસ કરતા રહે છે. તેઓ ભૂતકાળમાંથી શીખવાને બદલે પોતાની જાતને પરિસ્થિતિઓનો ભોગ બનેલ બીચાળુ વ્યક્તિ માને છે. તેઓ હંમેશા દુઃખી જ હોય છે. તેઓ પોતાની હારને સ્વીકારવાને બદલે દુઃખનું બહાનું લોકો સમક્ષ રજૂ કરી દે છે.
વર્લ્ડ ક્લાસ લોકો ભાગ્યે જ પોતાના ભૂતકાળને યાદ કરે છે. મહાન લોકો જાણે છે કે સમય મર્યાદિત છે. એકવાર સમય ચાલ્યો ગયો તો તે જ સમય ક્યારેય પાછો નહિ આવે. મહાન લોકો સમયની મહત્વતાને સ્વીકારે છે. તેથી જ તેઓ પાસે ભૂતકાળમાં જઈને રોવાનો સમય નથી હોતો. તેઓ વર્તમાનમાં જીવવામાં જ વ્યસ્ત હોય છે. તેથી તેઓ ભૂતકાળ વિશે વિચારતું રહેવાનું કામ નવશિખીયા લીડર્સને સોંપી દે છે.
ભૂતકાળના સમય પર તમારો કાબૂ નથી - તો શા માટે તેમાં સમય બગાડવો - તમારા હાથમાં છે ભવિષ્યનો સમય - તેને કાબૂ કરો - ભવિષ્ય માટે આયોજન કરો.
ફૂડ ફોર થોટ
તમારા ભૂતકાળને ભૂલી જાઓ. તમારા વર્તમાન અને ભવિષ્ય પર ધ્યાન આપો.