તમે જ તમારા બોસ છો?
મોટાભાગના લોકો નોકરી કરતા હોય ત્યારે એવું માને છે કે તેઓ કોઈ માટે કામ કરે છે. જયારે વર્લ્ડ ક્લાસ લોકો એવું માને છે કે દરેક વ્યક્તિ પોતાની જાત માટે જ કામ કરે છે. કોઈપણ કંપનીના નાનામાં નાના હોદાથી માંડીને મોટામાં મોટા હોદા પર કામ કરતા લોકો પોતાની જાત માટે જ કામ કરે છે. એવરેજ લોકો પોતાની જાતને એક કર્મચારી માને છે. તેઓ પોતાની જાતને ઓર્ગેનાઈઝેશનનો એક ભાગ માત્ર માને છે. જ્યરે વર્લ્ડ ક્લાસ લોકો પોતાની જાતને માત્ર કર્મચારી માનતા નથી. તેઓ પોતાની આવડતરૂપી સર્વિસ જે તે કંપનીને આપી રહ્યા છે અને તેના બદલામાં કંપની તેને નાણા ચૂકવી રહી છે - તે માનસિકતાથી કામ કરે છે.
આ વિચારસરણીનો તફાવત જ મિડલ ક્લાસ અને વર્લ્ડ ક્લાસ લોકોને અલગ તારવી દે છે. નવશિખીયા લીડર્સ પોતાની જાતને કોઈની ગુલામી કરતા હોય તેવું માને છે. જયારે વર્લ્ડ ક્લાસ લોકો પોતાની આવડતનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે તેવું માનીને પ્રોત્સાહિત થાય છે. નવશિખીયા લીડર્સ પોતાની જાતને બંધાઈ ગયા હોય તેવું અનુભવે છે. જયારે વર્લ્ડ ક્લાસ લોકો પોતાની જાતને ફ્રી માને છે. તેઓ ઈચ્છે ત્યારે ગમે તે કંપનીમાં પોતાની આવડતરરૂપી સર્વિસ આપી શકે છે. તે જ રીતે કંપની ઈચ્છે તેને નોકરી પર રાખી શકે છે અને ઈચ્છે તેને કાઢી પણ શકે છે.
ચેમ્પિયન્સ બનવાનો ફાયદો એ છે કે તમે જાતે જ તમારું નસીબ ઘડી શકો છો. અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રની માત્ર ૫% વસ્તી જ એવી છે જે ચેમ્પિયન્સ જેવી માનસિકતા ધરાવે છે. તે ૫%માંથી પણ ૫% તો એવા લોકો છે જે પોતાનો જ ધંધો લઈને બેઠા છે. જેને નોકરીની જરૂર નથી. ચેમ્પિયન્સ માટે પોતાનું ગમતું કામ કરવું વધુ મહત્વનું છે. તેનો ચેક ક્યાંથી આવે છે તે તેના માટે મહત્વનું નથી.
ફૂડ ફોર થોટ
તમે જ તમારી જાતને બોસ માનો. તમે હાલમાં ગમે તે હોદા પર નોકરી કરતા હો કે કામ કરતા હો - તમે જ તમારી આવડતના સિઈઓ છો તેવું માનો. ત્યારબાદ તમારી જાતને સૌથી મહત્વનો પ્રશ્ન પૂછો - "શું હું મારી જાતને નોકરી આપું?" એટલે કે કોઈ તમને નોકરી આપે અથવા તમે તમારો ધંધો શરુ કરી શકો તેવી આવડત ધરાવો છો?